________________
પરિશિષ્ટ-૨ .
| ૪૦૩ |
હવે તે ફરતાં-ફરતાં કયારેક અર્ધી રાતે ઘેર આવે. તો કયારેક આખી રાત ફરતો રહે અને સવારે ઘેર આવે. તેની પત્ની તેની રાહ જોતી બેઠી રહેતી. તેના આવા પ્રકારના વ્યવહારથી કંટાળીને તેની પત્નીએ પોતાની સાસુને વાત કરી. તેની સાસુએ કહ્યું – “આજે તું સુઇ જા, હું જાગીશ.” અર્ધી રાતે શિવભૂતિએ દરવાજો ખટખટાવ્યો. માતાએ ઠપકો આપતા કહ્યું – આ સમયે જ્યાં દરવાજા ખુલ્લા હોય ત્યાં ચાલ્યો જા, હું દરવાજો ખોલવાની નથી.” આ સાંભળી શિવભૂતિ ખૂબ ગુસ્સે થયો. રોષમાંને રોષમાં ત્યાંથી ચાલ્યો ગયો. તેમણે સાધુના ઉપાશ્રયના દરવાજા ખુલ્લા જોયા. તે અંદર ગયો અને ત્યાં આચાર્યને બેઠેલા જોયા. તેમણે આચાર્યને વંદન કરીને કહ્યું – “મને પ્રવ્રજિત કરો.” આચાર્યે પ્રવ્રજ્યા આપવાની અનીચ્છા પ્રગટ કરી તો તેણે પોતાના હાથે જ લોચ કરી લીધો ત્યારે આચાર્યશ્રીએ તેને સાધુવેષ અને સાધુના ઉપકરણો આપ્યા અને આચાર્ય સાથે તે સંત બની વિચરવા લાગ્યા. (૩) પરિજી પ્રવજ્યા –ગરીબીના કારણે દીક્ષા ગ્રહણ કરાય છે. આચાર્ય સુહસ્તિના શિષ્ય ગરીબીના કારણે દીક્ષા લીધી હતી. આચાર્ય સહતિના શિષ્ય - એકદા આચાર્ય સુહસ્તિ કૌશાંબી નગરીમાં પધાર્યા. મુનિઓ ભિક્ષા માટે નીકળ્યા. એક ગરીબ વ્યક્તિએ ભિક્ષા લઇ જતા મુનિઓને જોયા અને ભોજન માંગ્યું. મુનિઓએ કહ્યું કે “અમારા આચાર્ય પાસે ભોજન માંગો, અમે તે ન આપી શકીએ.” ત્યારે તે ગરીબ માનવ સાધુ સાથે ઉપાશ્રયે ગયો અને આચાર્યને ભોજન આપવા પ્રાર્થના કરવા લાગ્યો. આચાર્યે કહ્યું કે “અમે આ રીતે ભોજન આપી શકીએ નહીં. તું જો દીક્ષા ગ્રહણ કરે તો તને ભરપેટ જમાડીએ. સુધાથી પીડિત તે માનવે ગરીબીના કારણે દીક્ષા અંગીકાર કરી. (૪) સ્વપ્ન પ્રવજ્યા- સ્વપ્નના કારણે જે દીક્ષા લેવાય છે. પુષ્પચૂલા સાધ્વીએ સ્વપ્ન સંકેતથી પ્રવ્રજ્યા ગ્રહણ કરી હતી. પુષ્પચલા સાધ્વી - પ્રાચીનકાળમાં ગંગાનદીના કિનારે પુષ્પભદ્ર નામનું નગર હતું. તે નગરમાં રાજા પુષ્પકેતુ અને રાણી પુષ્પવતી નિવાસ કરતા હતા. એકદા રાણીએ પુષ્પચૂલ નામના એક પુત્રને અને પુષ્પચૂલા નામની એક પુત્રીને જોડલે જન્મ આપ્યો. તે બંને બાળકોને પરસ્પર ઘણો સ્નેહ હતો. રાજાએ વિચાર કર્યો કે “આ બંને બાળકો વચ્ચે ગાઢ સ્નેહ છે. તે બંને અલગ થશે તો, તેઓ જીવતા નહીં રહી શકે માટે તે બંનેના લગ્ન કરી દઉં. રાણીએ રાજાના આ વિચારનો વિરોધ કર્યો પરંતુ રાજાએ રાણીના વિરોધની અવગણના કરીને તે બંનેના લગ્ન કરાવી દીધા.
આ પ્રસંગથી દુઃખી થયેલી તેમજ રાજાથી અપમાનિત થયેલી રાણીને વૈરાગ્ય ભાવ ઉત્પન્ન થયો અને તેણે દીક્ષા ગ્રહણ કરી લીધી. સંયમ અને તપનું આચરણ કરી દેવલોકમાં દેવ રૂપે ઉત્પન્ન થઈ.
પુષ્પચૂલ અને પુષ્પચૂલા યુવાવયને પ્રાપ્ત થતાં (પોતાના ભૂતપૂર્વ સંબંધથી અજ્ઞાત તેઓ બંને) ભોગ ભોગવતા રહેવા લાગ્યા અને રાજા પુષ્પકેતુના મૃત્યુ બાદ પુષ્પચૂલે રાજગાદી સંભાળી લીધી.
દેવ બનેલી પુષ્પવતીએ અવધિજ્ઞાન દ્વારા પોતાની પુત્રીને પોતાના જ ભાઈ (પતિ) સાથે ભોગ