________________
પરિશિષ્ટ-૨
[ ૪૦૧ |
પરિશિષ્ટ-ર
| દસ પ્રકારની પ્રવજ્યાના કથાનકો |
સ્થાન ૧૦, સૂત્ર–૧૫માં પ્રવ્રજ્યાના દસ પ્રકાર પ્રદર્શિત કર્યા છે. વાસ્તવમાં તે પ્રવ્રજ્યાના કારણો છે. વૃત્તિકારે તેના ઉદાહરણોનો નામોલ્લેખ કર્યો છે. મલયગિરિની આવશ્યક ટીકા, ઉત્તરાધ્યયન વૃત્તિ વગેરેમાં તેના કથાનકો દષ્ટિગોચર થાય છે, તે આ પ્રમાણે છે.
(૧) ઈદ પ્રવજ્યા :- પોતાની કે અન્યની ઇચ્છાના કારણે જે પ્રવજ્યા ગ્રહણ થાય તે છંદા પ્રવ્રજ્યા કહેવાય છે. તેના બે દષ્ટાંત રજૂ કરવામાં આવ્યા છે. ૧. ગોવિંદ વાચક અને ૨. સુંદરીનંદ.
ગોવિંદ વાચક:- ગોવિંદ નામના એક બૌદ્ધ ભિક્ષુ હતા. એક જૈનાચાર્યે વાદમાં તેને ૧૮ વાર પરાજિત કર્યા. વારંવારના પરાજયથી દુઃખી થઈને તેણે વિચાર્યુ કે “જ્યાં સુધી હું જૈનોના સિદ્ધાંતને સારી રીતે સમજીશ નહીં, ત્યાં સુધી વાદમાં જૈનાચાર્યને જીતી શકીશ નહીં. વાદમાં જીત મેળવવા મારે જૈન સિદ્ધાંતોનો અભ્યાસ કરવો જરૂરી છે.” આ પ્રમાણે વિચાર કરી તેઓ જૈનાચાર્ય પાસે આવ્યા અને જૈનસિદ્ધાંતોનો અભ્યાસ શરૂ કર્યો. તેના જ્ઞાન પુરુષાર્થે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ વધવા લાગ્યો અને તેણે જૈન સિદ્ધાંત સંબંધી સર્વ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું.
આ અભ્યાસના ફળ સ્વરૂપે તેને જૈનદીક્ષા ગ્રહણ કરવાની ઇચ્છા જાગૃત થઈ. તેણે સર્વ વાત સરળતાપૂર્વક આચાર્યને કરી. આચાર્યે તેમને દીક્ષિત કર્યા અને સમય જતાં તેઓ આચાર્ય પદ ઉપર અધિષ્ઠિત થયા. તેઓ ગોવિંદવાચક નામે પ્રસિદ્ધ થયા.
સંદરી નંદઃ- પ્રાચીન કાળમાં નાસિક નામના ગામમાં નંદ વણિક પોતાની સુંદરી નામની પત્ની સાથે રહેતો હતો. તે સુંદરી ઉપર એટલો બધો મોહિત હતો કે પળવાર પણ તેનાથી દૂર જતો નહીં. પત્ની પ્રત્યેની અત્યંત પ્રીતિના કારણે લોકો તેને “સુંદરીનંદ' જ કહેતા.
સુંદરીનંદના મોટાભાઈએ દીક્ષા લીધી હતી. નાના ભાઈની આસકિતની વાતો સાંભળીને, ભાઈ નરકગામી બની ન જાય, તે માટે તેને પ્રતિબોધિત કરવા તેઓ નગરમાં પધાર્યા અને ભાઈને ઘેર ગૌચરી અર્થે ગયા. સુંદરીનંદે આહાર-પાણી વહોરાવ્યા એટલે મુનિએ પોતાનું પાત્ર તેના હાથમાં પકડાવી દીધું અને પોતાની સાથે ચાલવા કહ્યું. વડિલ મુનિભાઈની સમક્ષ કાંઈ પણ બોલ્યા વિના તે તેમની સાથે ચાલવા લાગ્યા. મુનિ તેને પોતાની સાથે ઉદ્યાનમાં લઇને આવ્યા. તત્પશ્ચાત્ તેને પ્રવ્રજિત થવા ઉપદેશ આપ્યો પણ સુંદરીનંદ ઉપર તેનો પ્રભાવ પડ્યો નહીં.
લબ્ધિસંપન્ન મુનિએ તેને પ્રતિબોધિત કરવા પોતાની લબ્ધિ બતાવવાનું વિચાર્યું અને મેરુપર્વત ઉપર ફરવા જવા નાના ભાઈને આમંત્રણ આપ્યું પણ તે સુંદરીને છોડીને જવા તૈયાર ન હતો. મુનિએ કહ્યું "આપણે એકાદ મુહૂર્તમાં જ પાછા આવી જશે", ત્યારે તે મુનિ સાથે મેરુપર્વત ઉપર જવા તૈયાર થયો.