________________ 384 ] શ્રી ઠાણાગ સૂત્ર-૨ વિવેચન : મનુષ્યનું પૂર્ણ આયુષ્ય સો વર્ષનું માનીને દશ-દશની એક દશાનું વર્ણન પ્રસ્તુત સૂત્રમાં કર્યું છે. તેની સ્પષ્ટતા આ પ્રમાણે છે– (1) બાલદશા– આ અવસ્થામાં સુખ-દુઃખ અથવા સારા-નરસાનો વિશેષ બોધ થતો નથી. (2) ક્રિીડાદશા– આ અવસ્થામાં રમત-ગમતની પ્રવૃત્તિ વધુ હોય છે. (3) મન્દાદશા- આ અવસ્થામાં ભોગની પ્રવૃત્તિ વધુ હોય છે. બલ-બુદ્ધિના કાર્યો મંદ હોય છે. (4) બલ દશા– આ અવસ્થામાં મનુષ્ય પોતાના બળનું પ્રદર્શન વધુ કરે છે. (5) પ્રજ્ઞા દશા– આ દશામાં મનુષ્યની બુદ્ધિ ધન કમાવામાં, કુટુંબનું પાલન પોષણ કરવા આદિમાં લાગેલી હોય છે. આ દિશામાં પ્રૌઢતા હોય છે. (6) હાયની દશા- આ દશામાં શક્તિ ક્ષીણ થવાનો પ્રારંભ થાય છે. (7) પ્રપંચા દશા- આ અવસ્થામાં મોઢામાંથી લાળ-ઘૂંક વગેરે પડવા લાગે છે. (8) પ્રાભાર દશા– આ અવસ્થામાં શરીર ઉપર કરચલીઓ પડી જાય છે, કમરેથી વાંકા વળી જાય છે, વૃદ્ધાવસ્થા દેખાવા લાગે છે. (9) ઉન્મુખી દશા– આ અવસ્થામાં મનુષ્ય વૃદ્ધાવસ્થાથી પીડિત હોવાથી મૃત્યુની ઇચ્છા કરવા લાગે છે. (10) શાયિની દશા- શયન દશામાં રહેવાની ઉંમર તે શાયિની દશા. આ દશામાં મનુષ્ય હીન સ્વર, દીન સ્વર અને શૂન્યચિત્તવાળો દુઃખી થઈ જાય છે. તૃણ વનસ્પતિના અંગ:१४७ दसविहा तणवणस्सइकाइया पण्णत्ता, तं जहा- मूले, कंदे, खंधे, તયા, સાને, પવાને, પત્ત, પુષ્પ, પાસે, વીયે ! ભાવાર્થ :- તૃણ વનસ્પતિકાયિક જીવના દશ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (1) મૂલ- મૂળિયા (2) કંદ– થડનો અધોભાગ (3) સ્કંધ- થડ (4) ત્વચા- છાલ (5) શાખા- મોટી ડાળી (6) પ્રવાલકૂંપળ(૭) પત્ર- પાંદડા (8) પુષ્પ (9) ફલ (10) બીજ. વિવેચન : તુણ વનસ્પતિ એ બાદર વનસ્પતિનો સૂચક પર્યાય શબ્દ છે તેથી અહીં તૃણનો અર્થ ઘાસ ન કરતાં સર્વ બાદર વનસ્પતિ' અર્થ કરવો યોગ્ય છે. આઠમા સ્થાનના રૂપમાં સૂત્રમાં તૃણ વનસ્પતિના આઠ પ્રકાર કહ્યા છે અને અહીં દશ પ્રકાર કહ્યા છે. વિધાધર, આભિયોગિક શ્રેણીના માપ:१४८ सव्वाओ वि णं विज्जाहरसेढीओ दस दस जोयणाई विक्खंभेणं पण्णत्ता / ભાવાર્થ :- દીર્ઘ વિતાઢય ઉપર અવસ્થિત સર્વ વિદ્યાધરોની શ્રેણિઓ દશ-દશ યોજન પહોળી છે.