________________
૩૪૪
શ્રી ઠાણાગ સૂત્ર-૨
કરવી. (૯) અવ્યક્ત દોષ– અવ્યક્ત એટલે અગીતાર્થ, અજાણ. જેને પ્રાયશ્ચિત્ત વિધિનું જ્ઞાન ન હોય તેવા અગીતાર્થની પાસે આલોચના કરવી. (૧૦) તત્સવી દોષ- આલોચના દેનાર જે દોષનું સેવન કરતા હોય, તેની પાસે તે દોષોની આલોચના કરવી. આલોચના કરનાર કરાવનારના ગુણ :६३ दसहिं ठाणेहिं संपण्णे अणगारे अरिहइ अत्तदोसमालोएत्तए, तं जहाजाइसंपण्णे, कुलसंपण्णे, विणयसंपण्णे, णाणसंपण्णे, सणसंपण्णे, चरित्तसंपण्णे, હતે, તે, અમાથી, અપછાપુતાવી ! ભાવાર્થ - દશ ગુણસંપન્ન અણગાર પોતાના દોષોની આલોચના કરવા માટે યોગ્ય છે, તે આ પ્રમાણે છે
(૧) જાતિ સંપન્ન (૨) કુલ સંપન્ન (૩) વિનય સંપન્ન (૪) જ્ઞાન સંપન્ન (૫) દર્શન સંપન્ન (૬) ચારિત્ર સંપન્ન (૭) ક્ષમા સંપન્ન (૮) દમિતેન્દ્રિય (૯) માયા રહિત (૧૦) આલોચના કર્યા પછી તેનો પશ્ચાત્તાપ ન કરનાર. ६४ दसहि ठाणेहिं संपण्णे अणगारे अरिहइ आलोयणं पडिच्छित्तए, तं जहाआयारवं, आहारवं, ववहारवं, ओवीलए, पकुव्वए, अपरिस्साई, णिज्जावए, अवाय- दंसी, पियधम्मे, दढधम्मे । ભાવાર્થ :- દશ સ્થાનોથી સંપન્ન અણગાર આલોચના સાંભળવા યોગ્ય હોય છે, તે આ પ્રમાણે છે(૧) આચારવાન– જે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય, એ પાંચ આચાર સંપન્ન હોય. (૨) આધારવાન- આલોચક જે જે આલોચના કરે તે અતિચારના જાણકાર હોય. (૩) વ્યવહારવાન- આગમ, શ્રત, આજ્ઞા, ધારણા અને જીત, આ પાંચ પ્રકારના વ્યવહારના જ્ઞાતા હોય. (૪) અપવ્રીડક– આલોચના કરનાર વ્યક્તિ લજ્જા અને સંકોચથી મુક્ત થઈ યથાર્થ આલોચના કરી શકે તેવું સાહસ ઉત્પન્ન કરાવનાર હોય. (૫) પ્રકારી- અપરાધોની આલોચના કરાવી, દોષોનું પ્રાયશ્ચિત આપી, અતિચારોની શુદ્ધિ કરાવવામાં સમર્થ હોય. (૬) અપરિશ્રાવી– આલોચકના દોષો બીજા સમક્ષ પ્રગટ કરનાર ન હોય. (૭) નિર્યાપક– જો આલોચના લેનાર વ્યક્તિ દુર્બલ હોય અને એક સાથે પૂર્ણ પ્રાયશ્ચિત વહન કરવામાં અસમર્થ હોય તો થોડા થોડા પ્રાયશ્ચિતનો નિર્વાહ કરાવનાર હોય. (૮) અપાયદર્શી– સમ્યગુ આલોચના ન કરવાના દુષ્કળ બતાવનાર હોય અર્થાત્ આલોચના ન કરવાથી વિરાધક બની, સંસારમાં કેવા-કેવા દુઃખો ભોગવવા પડે ? તે બતાવનાર હોય. (૯) પ્રિયધર્મા- ધર્મમાં ગાઢ પ્રેમ રાખનાર હોય. (૧૦) દઢધર્મા- આપત્કાળમાં પણ ધર્મથી વિચલિત થનાર ન હોય. વિવેચન :
સ્થાન-૮, સૂત્ર-૨૨,૨૩માં આલોચના કરનાર અને આલોચના સાંભળનારના આઠ-આઠ ગુણોનું