________________
સ્થાન- ૧૦.
૩૪૭.
દર્પ પ્રતિસેવના છે. (૨) પ્રમાદ પ્રતિસેવના- કષાય, વિકથા આદિ પ્રમાદથી વ્રતને દૂષિત કરવું. (૩) અનાભોગ પ્રતિસેવના- વિસ્મૃતિવશ કે ઉપયોગ શૂન્યતાથી વ્રતને દૂષિત કરવું. (૪) આતુર પ્રતિસેવનાભૂખ-તરસ કે રોગ આદિથી પીડિત થઈને વ્રત મર્યાદાનું ઉલ્લંઘન કરવું. (૫) આપ~તિસેવના- આપત્તિ સમયે વ્રત ભંગ કરવો. (૬) શંકિત પ્રતિસેવના- એષણીય વસ્તુમાં શંકા થવા છતાં તેનું સેવન કરવું. (૭) સહસાકરણ પ્રતિસેવના- અકસ્માતુ કોઈ અયોગ્ય નિર્ણય થઈ જવાથી વ્રતને દૂષિત કરવું. (૮) ભય પ્રતિસેવના- ભયને કારણે કોઈ વ્રતને દૂષિત કરવું. (૯) પ્રદોષ પ્રતિસેવના- દ્વેષ કે ક્રોધાદિને વશ થઈને વ્રત ભંગ કરવા. (૧૦) વિમર્શ પ્રતિસેવના- શિષ્યોની પરીક્ષા માટે કિંચિત્ દોષ સેવન કરવું.
વિવેચન :
ડિરેવન- પ્રતિસેવના. પ્રતિષેધ, નિષેધનું આસેવન-આચરણ કરવું. પ્રાણાતિપાત આદિનું સેવન, દોષનું સેવન તે પ્રતિસેવના છે. આવ૬ :- આપત્તિ. તે ચાર પ્રકારની છે– (૧) દ્રવ્યથી યોગ્ય આહારની અપ્રાપ્તિ. (૨) ક્ષેત્રથીઅરણ્યાદિમાં વિહારની સ્થિતિ. (૩) કાળથી- દુકાળાદિ સમય. (૪) ભાવથી- રુણાવસ્થા.
સદક્ષfજરે :- અચાનક, અકસ્માતુ દોષ લાગી જાય છે. જેમ કે વરસાદ સમયે સાવધાની રાખવા છતાં મોઢામાં પાણી ચાલ્યું જાય, શરીરાદિ ભીંજાઈ જાય, તે “સહસાકાર' પ્રતિસેવના છે. અહીં અનાભોગ, અસાવધાની, પ્રમાદથી થતી પ્રતિસેવનાનો સમાવેશ સદસવાર માં નથી, કારણ કે ૧૦ પ્રતિસેવનામાં તેનો સ્વતંત્ર ભેદ છે.
આલોચનાના દોષ :६२ दस आलोयणदोसा पण्णत्ता, तं जहा
आकंपइत्ता अणुमाणइत्ता, जं दिटुं बायरं च सुहुमं वा ।
छण्णं सदाउलगं, बहुजण अव्वत्त तस्सेवी ॥१॥ ભાવાર્થ:- આલોચનાના દશ દોષ છે, તે આ પ્રમાણે છે– (૧) આકંપ્ય અથવા આકમ્પિત દોષ- સેવા આદિ દ્વારા પ્રાયશ્ચિત દેનારને પ્રસન્ન કરી આલોચના કરે. ગુરુ ખુશ હોવાથી મને ઓછું પ્રાયશ્ચિત આપશે, એવું વિચારી આલોચના કરવી અથવા ધૃજતા ધૃજતા આલોચના કરવી. (૨) અનુમાન્ય દોષ- ‘હું દુર્બળ છું’, મને ઓછું પ્રાયશ્ચિત આપો એમ અનુનયપૂર્વક આલોચના કરવી. (૩) યદષ્ટ– ગુરુએ જે દોષો જોયા હોય તેની આલોચના કરવી પણ અદષ્ટ દોષોની આલોચના ન કરવી. (૪) બાદર દોષ- માત્ર મોટા મોટા દોષોની આલોચના કરવી. (૫) સૂક્ષ્મ દોષ- માત્ર નાના નાના દોષોની આલોચના કરવી. (૬) છત્ર દોષગુરુ સાંભળી કે સમજી ન શકે તેમ આલોચના કરવી. (૭) શબ્દાકુલ- અન્ય અગીતાર્થ સાધુ સાંભળે તેમ જોર જોરથી બોલીને આલોચના કરવી. (૮) બહુજન દોષ- એક જ દોષની આલોચના જુદા જુદા પાસે