________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૨
ભાવાર્થ :- નાગકુમા૨ેન્દ્ર નાગકુમારરાજ ધરણનો ધરણપ્રભ નામનો ઉત્પાત પર્વત ૧૦૦૦ યોજન ઊંચો, ૧૦૦૦ ગાઉ ઊંડો અને મૂળમાં ૧૦૦૦ યોજન પહોળો છે.
૩૪૦
५२ धरणस्स णं णागकुमारिंदस्स णागकुमाररण्णो कालवालस्स महारण्णो कालवालप्पभे उप्पायपव्वए जोयणसयाई उड्डुं उच्चत्तेणं एवं चेव । एवं जाव संखवालस्स । एवं भूताणंदस्स वि । एवं लोगपालाण वि से जहा धरणस्स । एवं जाव थणियकुमाराणं सलोगपालाणं भाणियव्वं, सव्वेसिं उप्पायपव्या भाणियव्वा सरिसणामगा ।
I
ભાવાર્થ :• નાગકુમા૨ેન્દ્ર નાગકુમારરાજ ધરણના લોકપાલ, કાલપાલ મહારાજના કાલપાલપ્રભ નામનો ઉત્પાત પર્વત ૧૦૦૦ યોજન ઊંચો, ૧૦૦૦ ગાઉ ઊંડો અને મૂળમાં ૧૦૦૦ યોજન પહોળો છે.
તે જ રીતે કોલપાલ, શૈલપાલ અને શંખપાલ નામના લોકપાલના પોત પોતાના નામવાળા ઉત્પાત પર્વતોની ઊંચાઈ, ઊંડાઈ અને વિસ્તાર જાણવા.
તે જ રીતે ભૂતેન્દ્ર ભૂતરાજ ભૂતાનંદના ભૂતાનન્દપ્રભ નામના ઉત્પાત પર્વતની ઊંચાઈ ૧૦૦૦ યોજન, ઊંડાઈ ૧૦૦૦ ગાઉ અને મૂલમાં વિસ્તાર ૧૦૦૦ યોજન જાણવો.
તે જ પ્રમાણે ભૂતાનંદેન્દ્રના લોકપાલો, સુવર્ણકુમારથી સ્તનિતકુમાર સુધીના ઇન્દ્રો અને તેના લોકપાલ દેવોના પોતપોતાના નામવાળા ઉત્પાદ પર્વતોનું માપ, ધરણેન્દ્રના ઉત્પાત પર્વતની સમાન જ છે. અર્થાત્ ૧૦૦૦ યોજન ઊંચા, ૧૦૦૦ ગાઉ ઊંડા અને મૂળમાં ૧૦૦૦ યોજન વિસ્તૃત છે.
५३ सक्कस्स णं देविंदस्स देवरण्णो सक्कप्पभे उप्पायपव्वए दस जोयणसहस्साइं उड्डुं उच्चत्तेणं, दस गाउयसहस्साइं उव्वेहेणं, मूले दस जोयणसहस्साइं विक्खंभेणं पण्णत्ते ।
ભાવાર્થ :- દેવેન્દ્ર દેવરાજ શક્રના શક્રપ્રભ નામના ઉત્પાત પર્વતની ઊંચાઈ ૧૦,૦૦૦ યોજન, ઊંડાઈ ૧૦,૦૦૦ ગાઉ અને મૂલમાં વિસ્તાર ૧૦,૦૦૦ યોજનનો છે.
५४ सक्कस्स णं देविंदस्स देवरण्णो सोमस्स महारण्णो । जहा सक्कस्स तहा सव्वेसिं लोगपालाणं, सव्वेसिं च इंदाणं जाव अच्चुय त्ति । सव्वेसिं पमाणमेगं ।
ભાવાર્થ :- દેવેન્દ્ર દેવરાજ શક્રના લોકપાલ સોમમહારાજાના સોમપ્રભ નામના ઉત્પાત પર્વતનું પ્રમાણ શક્રેન્દ્રના ઉત્પાત પર્વતની સમાન છે. અચ્યુત પર્યંતના સર્વ ઇન્દ્રના ઉત્પાત પર્વતનું વર્ણન શક્રના ઉત્પાત પર્વતની સમાન જાણવું.