________________
૨૬ |
શ્રી ઠાણાગ સૂત્ર-૨
પ્રથમ-અપ્રથમ સમયાશ્રિત સંચમ પ્રકાર:१०२ अट्ठविहे संजमे पण्णत्ते, तं जहा- पढमसमयसुहुमसंपरायसरागसंजमे, अपढमसमयसुहुमसंपराय-सरागसंजमे, पढमसमयबादरसंपराय-सरागसंजमे, अपढमसमयबादरसंपराय-सरागसंजमे, पढमसमयउवसंतकसाय-वीयरागसंजमे, अपढमसमयउवसंतकसाय-वीयरागसंजमे, पढमसमयखीणकसायवीयरागसंजमे, अपढमसमयखीणकसाय-वीयरागसंजमे । ભાવાર્થ :- સંયમના આઠ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) પ્રથમ સમય સૂક્ષ્મસં૫રાય સરાગ સંયમ(સૂમ લોભ યુક્ત ૧૦માં ગુણસ્થાનનો પ્રથમ સમય) (૨) અપ્રથમ સમય સૂક્ષ્મસંપરાય સરાગ સંયમ (૩) પ્રથમ સમય બાદર સંપરાય સરાગ સંયમ(છ થી નવ ગુણસ્થાનના પ્રથમ સમય) (૪) અપ્રથમ સમય બાદર સંપરાય સરાગ સંયમ (૫) પ્રથમ સમય ઉપશાંત કષાય વીતરાગ સંયમ (મોહનીયકર્મ સર્વથા ઉપશાંત હોય તેવા ૧૧મા ગુણસ્થાનનો પ્રથમ સમય) (૬) અપ્રથમ સમય ઉપશાંત કષાય વીતરાગ સંયમ (૭) પ્રથમ સમય ક્ષીણકષાય વીતરાગ સંયમ (મોહનીયકર્મનો સર્વથા ક્ષય થયો હોય તેવા ૧૨મા ગુણસ્થાનનો પ્રથમ સમય) (૮) અપ્રથમ સમય ક્ષીણકષાય વીતરાગ સંયમ.
વિવેચન :
સંયમના બે પ્રકાર છે. સરાગ સંયમ અને વીતરાગ સંયમ. તે બંનેના બે-બે ભેદ થાય છે. (૧) બાદર સંપરાય સરાગ સંયમ(૬ થી ૯ ગુણસ્થાનનો સંયમ), (૨) સૂક્ષ્મ સંપરાય સરાગ સંયમ(દશમા ગુણસ્થાનનો સંયમ) (૩) ઉપશાંત કષાય વીતરાગ સંયમ(૧૧માં ગુણસ્થાનનો સંયમ) (૪) ક્ષીણ કષાય વીતરાગ સંયમ(૧૨ થી ૧૪ ગુણસ્થાનનો સંયમ), તે ચારેના પ્રથમ અને અપ્રથમ સમય રૂપ બે-બે ભેદ કરતા આઠ ભેદ થાય છે.
આઠ પૃથ્વીઓ:१०३ अट्ठ पुढवीओ पण्णत्ताओ, तं जहा- रयणप्पभा, सक्करप्पभा, વાસુપૂજા, પવપ્નમા, ધૂમપૂમા, તમા, સત્તા, લિપભા{T I ભાવાર્થ - પૃથ્વી આઠ છે, તે આ પ્રમાણે છે– (૧) રત્નપ્રભા, (ર) શર્કરા પ્રભા, (૩) વાલુકાપ્રભા, (૪) પંકપ્રભા, (૫) ધૂમપ્રભા, (૬) તમઃપ્રભા, (૭) અધઃ સપ્તમ (તમતમાપ્રભા) (૮) ઈષપ્રાગભારા. १०४ ईसिपब्भाराए णं पुढवीए बहुमज्झदेसभागे अट्ठजोयणिए खेत्ते अट्ठ जोयणाई बाहल्लेणं पण्णत्ते ।