________________
સ્થાન-૮.
[ ૨૬૩]
રહે છે. જેમ કે- (૧) અલંબુષા, (૨) મિશ્રકેશી, (૩) પોંડરિકી, (૪) વારુણી, (૫) આશા, (૬) સર્વગા, (૭) શ્રી, (૮) Qી. ९४ अट्ठ अहेलोगवत्थव्वाओ दिसाकुमारिमहत्तरियाओ पण्णत्ताओ, तं जहा
__ भोगंकरा भोगवई, सुभोगा भोगमालिणी ।
सुवच्छा वच्छमित्ता य वारिसेणा बलाहगा ॥१॥ ભાવાર્થ :- આઠ મહત્તરિકા દિશાકમારીઓ અધોલોકમાં રહે છે, તે આ પ્રમાણે છે- (૧) ભોગંકરા, (૨) ભોગવતી, (૩) સુભોગા, (૪) ભોગમાલિની, (૫) સુવત્સા, (૬) વત્સમિત્રા, (૭) વારિષણા, (૮) બલાહકા. ९५ अट्ठ उड्डलोगवत्थव्वओ दिसाकुमारिमहत्तरियाओ पण्णत्ताओ, तं जहा
___ मेघंकरा मेघवई, सुमेघा मेघमालिणी ।
तोयधारा विचित्ता य, पुप्फमाला अणिदिया ॥१॥ ભાવાર્થ:- આઠ મહત્તરિક દિશાકુમારી દેવીઓ ઊર્ધ્વલોકમાં રહે છે, તે આ પ્રમાણે છે– (૧) મેથંકરા, (૨) મેઘવતી, (૩) સુમેઘા, (૪) મેઘમાલિની, (૫) તોયધારા, (૬) વિચિત્રા, (૭) પુષ્પમાલા, (૮) અનિંદિતા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પ૬ દિશાકુમારિકા દેવીઓમાંથી ૪૮ દિશાકુમારી દેવીઓનું નામ અને સ્થાન સહિત નિરૂપણ છે.
ચકવર દ્વીપના રુચકવર પર્વતની ચારે દિશામાં આઠ-આઠ કૂટ છે અને તેના પર આઠ-આઠ દેવીઓ રહે છે. તેથી ૮૪૪ = ૩ર દિશાકુમારી દેવીઓ થાય છે.
તે રુચકવર પર્વતની ચારે વિદિશામાં એક-એક કૂટ છે અને તેના પર એક-એક દેવીઓ રહે છે. ચકવર પર્વતની બરાબર મધ્યભાગમાં ચારે દિશામાં એક-એક ફૂટ છે. તેના ઉપર એક-એક દેવી તેમ કુલ ચાર દેવીઓ રહે છે. વિદિશાની ચાર દેવીઓ અને મધ્ય કુટની ચાર દેવીઓનું કથન સૂત્રકારે અહીં આઠમું સ્થાન હોવાથી કર્યું નથી.
આઠ દિશાકમારી દેવીઓ અધોલોકમાં અને આઠ દેવીઓ ઊર્ધ્વલોકમાં(મેરુ પર્વતના નંદનવનના આઠ ફૂટમાં) રહે છે. આ રીતે ૩ર +૮+ ૮ = ૪૮ દેવીઓનો નામોલ્લેખ આ સૂત્રમાં છે. શેષ ૪+૪, કુલ મળી ૫૬ દિશાકુમારિકાઓ તીર્થકરોના જન્મ સમયે તેઓનું સૂતિકા કર્મ કરવા આવે છે.