________________
૨૨૮
શ્રી ઠાણાગ સૂત્ર-૨
ગતિવાળા કે દીર્ઘસ્થિતિવાળા દેવલોકમાં ઉત્પન્ન થતા નથી. પરંતુ તે અલ્પઋદ્ધિવાળા યાવત્ અલ્પ સ્થિતિવાળા દેવ થાય છે.
ત્યાં દેવલોકમાં તેની બાહ્ય-આત્યંતર પરિષદ હોય છે, તે પણ તેનો આદર કરતી નથી, તેને સ્વામીરૂપે સ્વીકારતી નથી, મોટી વ્યક્તિને બેસવા યોગ્ય આસન ઉપર બેસવા માટે નિમંત્રિત કરતી નથી, જ્યારે તે દેવ સભામાં ભાષણ કરવાનું ચાલુ કરે ત્યારે કોઈના કહ્યા વિના ચાર-પાંચ દેવો ઊભા થઈને તેને બોલવાનો નિષેધ કરતાં કહે છે કે “તમે વધુ ન બોલો, હવે બોલવાનું બંધ કરો. ११ से णं तओ देवलोगाओ आउक्खएणं भवक्खएणं ठिइक्खएणं अणंतरं चयं चइत्ता इहेव माणुस्सए भवे जाइं इमाइं कुलाई भवंति, तं जहा- अंतकुलाणि वा पंतकुलाणि वा तुच्छकुलाणि वा दरिद्दकुलाणि वा भिक्खागकुलाणि वा किवणकुलाणि वा, तहप्पगारेसु कुलेसु पुमत्ताए पच्चायाइ । से णं तत्थ पुमे भवइ दुरूवे दुवण्णे दुग्गंधे दुरसे दुफासे, अणिढे अकंते अप्पिए अमणुण्णे अमणामे हीणस्सरे दीणस्सरे अणिट्ठस्सरे अकंतस्सरे अप्पियस्सरे अमणुण्णस्सरे अमणामस्सरे अणाए ज्जवयणे पच्चायाए।
जा वि य तत्थ बाहिरब्भंतरिया परिसा भवइ, सा वि य णं णो आढाइ णो परिजाणाइ णो महरिहेणं आसणेणं उवणिमंतेइ, भासं पि य से भासमाणस्स जाव चत्तारि पंच जणा अवुत्ता चेव अब्भुटुंति- मा बहुं अज्जउत्तो ! भासउ, मा बहुं अज्जउत्तो भासउ । ભાવાર્થ :- દેવ આયુક્ષય, ભવક્ષય, સ્થિતિક્ષય કરીને, દેવલોકમાંથી ચ્યવને, આ મનુષ્ય લોકમાં અંતકુળ, પ્રાંતકુળ, તુચ્છકુળ, દરિદ્રકુળ, ભિક્ષુકકુળ, કૃપણકુળ અથવા તેવા પ્રકારના અન્ય હીન કુળમાં મનુષ્ય રૂપે ઉત્પન્ન થાય છે.
ત્યાં તે કુરૂપ, કુવર્ણ, કુગંધ, અનિષ્ટ રસ અને કઠોર સ્પર્શવાળા; અનિષ્ટ, અકાન્ત, અપ્રિય, અમનોજ્ઞ, મનને ન ગમે તેવા હીન સ્વર, દીન સ્વર, અનિષ્ટ સ્વર, અકાન્ત સ્વર, અપ્રિય સ્વર, અમનોજ્ઞ સ્વર, અરુચિકર સ્વર અને અનાદેય વચનવાળા હોય છે.
ત્યાં તેની બાહા અને આત્યંતર પરિષદ પણ તેનો આદર કરતી નથી, તેને સ્વામી રૂપે સ્વીકારતી નથી, મહાન વ્યક્તિને યોગ્ય એવા આસન પર બેસવાનું નિમંત્રણ આપતી નથી. જ્યારે તે બોલવા ઊભા થાય ત્યારે ચાર-પાંચ મનુષ્યો કોઈના કહ્યા વિના ઊભા થઈ જાય છે અને કહે છે કે- “આર્ય પુત્ર! વધુ ન બોલો, વધુ ન બોલો.” १२ मायी णं मायं कटु आलोइयपडिक्कंते कालमासे कालं किच्चा अण्णयरेसु