________________
૨૨૬
શ્રી ઠાણાગ સૂત્ર-૨
(૧) મેં અતિચારોનું સેવન કરી જ લીધું છે, હવે થઈ ગયેલા તે દોષોની આલોચનાથી શું લાભ? (ર) વર્તમાનમાં પણ હું અતિચારોનું સેવન કરી રહ્યો છું, તો તેની આલોચના શા માટે ? (૩) ભવિષ્યમાં પણ હું આ દોષ સેવન કરવાનો જ છું તો તેની આલોચનાથી શું? (૪) આલોચના કરવાથી મારી અપકીર્તિ(અલ્પષેત્રીય અપયશ) થશે. (૫) આલોચના કરવાથી મારો અવર્ણવાદ(નિંદા), વિસ્તૃત ક્ષેત્રમાં અપયશ થશે. (૬) આલોચના કરવાથી મારો અવિનય થશે. (૭) આલોચના કરવાથી મારી કીર્તિ ઓછી થશે. (૮) આલોચના કરવાથી મારો યશ ઘટી જશે.
- આ આઠ પ્રકારની વિચારણાથી દોષ સેવન કરનાર આલોચનાદિ કરતા નથી. |८ अट्ठहिं ठाणेहिं मायी मायं कटु आलोएज्जा जाव पडिवज्जेज्जा, तं जहा
मायिस्स णं अस्सि लोए गरहिए भवइ । उववाए गरहिए भवइ । आयाइ गरहिया भवइ । एगमवि मायी मायं कटु णो आलोएज्जा जाव णो पडिवज्जेज्जा, णत्थि तस्स आराहणा । एगमवि मायी मायं कटु आलोएज्जा जाव पडिवज्जेज्जा, अत्थि तस्स आराहणा । बहुसो वि मायी मायं कटु णो आलोएज्जा जाव णो पडिवज्जेज्जा, णत्थि तस्स आराहणा । बहुसो वि मायी मायं कटु आलोएज्जा जाव पडिवज्जेज्जा, अत्थि तस्स आराहणा । आयरिय-उवज्झायस्स वा मे अइसेसे णाणदंसणे समुप्पज्जेज्जा, से य मममालोएज्जा, मायी णं एस ।। ભાવાર્થ :- આઠ પ્રકારના વિચારોથી દોષ સેવન કરનાર(માયાવી) માયાથી પોતાના તે દોષની આલોચના, પ્રતિક્રમણ, નિંદા, ગહ, વ્યાવૃત્તિ, વિશુદ્ધિ કરે છે, ફરી તે દોષને ન કરવા સંકલ્પબદ્ધ થાય છે; યથાયોગ્ય તપરૂપ પ્રાયશ્ચિત્ત સ્વીકારે છે. તે આઠ પ્રકારના વિચારો આ પ્રમાણે છે
(૧) દોષ સેવન કરનારનો આ ભવ ગહિત થાય છે (૨) પરભવ ગહિત થાય છે (૩) તે પછીનો જન્મ કે ભવોભવ ગહિત થાય છે. (૪) દોષસેવી વ્યક્તિ એક વાર દોષ સેવન કરી તેની આલોચના ન કરે થાવત્, પરૂપ પ્રાયશ્ચિત્ત ન સ્વીકારે તો તે આરાધક થતા નથી. (૫) દોષસેવી વ્યક્તિ એકવાર દોષ સેવન કરી તેની આલોચના કરે થાવત્ તારૂપ પ્રાયશ્ચિત્ત સ્વીકારે તો તે આરાધક થાય છે. (૬) દોષસેવી વ્યક્તિ અનેકવાર દોષનું સેવન કરીને તેની આલોચના ન કરે યાવતુ તપરૂપ પ્રાયશ્ચિત્ત ન સ્વીકારે તો તે આરાધક થતા નથી. (૭) દોષસેવી વ્યક્તિ અનેકવાર દોષનું સેવન કરીને તેની આલોચના કરે યાવતુ તપરૂપ પ્રાયશ્ચિત્ત સ્વીકારે તો તે આરાધક થાય છે. (૮) મારા આચાર્ય અને ઉપાધ્યાયને અતિશયજ્ઞાન અને દર્શન (અવધિ આદિ જ્ઞાન) ઉત્પન્ન થાય તો તે જાણી લેશે કે 'આ દોષાચરણ કરનાર છે માટે હું પ્રાયશ્ચિત્ત કરી લઉં.
આ આઠ પ્રકારના વિચારોથી દોષ સેવન કરનાર માયાવી પોતાના દોષની આલોચના કરે છે. | ९ मायी णं मायं कटु से जहाणामए अयागरेइ वा तंबागरेइ वा तउआगरेइ