________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૨
ત્રસનાડીમાં પ્રવેશ કરી, બે-ત્રણ વળાંક લઈ નિયત સ્થાને પહોંચે છે. તે ત્રસનાડીની બહારનું આકાશ એટલે સ્થાવર નાડીનું આકાશ એક બાજુ સ્પર્શે છે. તેથી તેને એકતઃખહા કહે છે. તેમાં એકતોવક્રા, દ્વિતોવક્રાની જેમ વળાંકવાળી ગતિ હોય છે. ત્રસનાડીના સ્પર્શની અપેક્ષાએ એકતોવક્રા અને દ્વિતોવક્રાથી તે અલગ છે.
૨૦૦
(૧) ૬હોવા–દ્વિતઃખહા. કોઈ જીવ કે પુદ્ગલ સ્થાવરનાડીમાંથી ત્રસનાડીમાં કોઈપણ એકબાજુથી પ્રવેશ કરી, બે કે ત્રણ વળાંક લઈ ત્રસનાડીની બીજી બાજુ સ્થાવર નાડીમાં રહેલા નિયત સ્થાને પહોંચે છે. ત્યારે આ શ્રેણી(માર્ગ) ત્રસનાડીની બહાર બંને બાજુના આકાશને સ્પર્શે છે. તેથી તેને દ્વિતોખહા કહે છે.
(૬) ચવવાળા– ચક્રવાલ. ગોળાકાર ગતિ. જીવ અને પુદ્ગલની સ્વાભાવિક ગતિ આકાશ શ્રેણી અનુસાર થાય છે. તેથી તેની ગોળાકાર ગતિ સંભવિત નથી. જીવ અને પુદ્ગલની પરપ્રેરિત ગતિ ચક્રવાલ હોય શકે છે.
(૭) અજીરવવવાળા– અર્ધચક્રવાલ. અર્ધ ગોળાકાર શ્રેણી. અર્ધચક્રવાલ ગતિ પણ પરપ્રેરિત ગતિની અપેક્ષાએ સમજવી.
ઈન્દ્રોની સેના અને સેનાપતિ ઃ
:
१०४ चमरस्स णं असुरिंदस्स असुरकुमाररण्णो सत्त अणिया, सत्त અળિયાહિવદ્ પળત્તા, તું બહા- પાયત્તાષિર્, પીઢાષિ, ગણ્િ, મહિલાખિણ, રહાગિ, ખટ્ટાષિર્, ગંધાગિર્ ।
दुमे पायत्ताणियाहिवई, सोदामे आसराया पीढाणियाहिवई, कुंथू हत्थिराया कुंजराणियाहिवई, लोहियक्खे महिसाणियाहिवई, किण्णरे रहाणियाहिवई, रिठ्ठे णट्टाणियाहिवई, गीयरई गंघव्वाणियाहिवई ।
ભાવાર્થ :- અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમરની સાત સેના અને સાત સેનાધિપતિઓ છે, તે આ પ્રમાણે છે– સેના (૧) પાયદળસેના (૨) અશ્વસેના (૩) હસ્તિસેના (૪) મહિષસેના (૫) રથસેના (૬) નર્તક સેના (૭) ગન્ધર્વ(ગાયક) સેના.
સેનાપતિ (૧) પાયદળસેનાના અધિપતિ ‘દ્રુમ’ છે (૨) અશ્વસેનાના અધિપતિ ‘અશ્વરાજ સોદામ’ છે (૩) હસ્તિસેનાના અધિપતિ ‘હસ્તિરાજ કુંથુ’ છે (૪) મહિષસેનાના અધિપતિ 'લોહિતાક્ષ' છે (૫) રથસેનાના અધિપતિ ‘કિન્નર’ છે (૬) નર્તકસેનાના અધિપતિ ‘રિષ્ટ’ છે (૭) ગન્ધર્વસેનાના અધિપતિ ‘ગીતતિ’ છે.
१०५ बलिस्स णं वइरोयणिंदस्स वइरोयणरण्णो सत्ताणिया, सत्त अणियाहिवई, पण्णत्ता, तं जहा- पायत्ताणिए जाव गंधव्वाणिए ।