________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૨
९८ बंभलोय-लंतएसु णं कप्पेसु विमाणा सत्त जोयणसयाई उड्डुं उच्चत्तेणं
पण्णत्ता ।
ભાવાર્થ :- બ્રહ્મલોક અને લાંતક કલ્પમાં વિમાનોની ઊંચાઈ સાતસો યોજનની કહી છે.
९९ भवणवासीणं देवाणं भवधारणिज्जा सरीरगा उक्कोसेणं सत्त रयणीओ उड्डुं उच्चत्तेणं पण्णत्ता । एवं वाणमंतराणं । एवं जोइसियाणं ।
૧૯૮
ભાવાર્થ :- ભવનવાસી દેવોના ભવધારણીય શરીરની ઉત્કૃષ્ટ ઊંચાઈ સાત હાથની છે. તે જ પ્રમાણે વાણવ્યંતર અને જ્યોતિષી દેવોની ઊંચાઈ સાત હાથની છે.
१०० सोहम्मीसाणेसु णं कप्पेसु देवाणं भवधारणिज्जा सरीरगा उक्कोसेणं सत्त रयणीओ उड्डुं उच्चत्तेणं पण्णत्ता ।
ભાવાર્થ :- સૌધર્મ અને ઈશાનકલ્પના દેવોના ભવધારણીય શરીરની ઊંચાઈ સાત હાથની છે.
નંદીશ્વરદ્વીપના અંતરાલના દ્વીપ-સમુદ્રો :
१०१ णंदिस्सरवरस्स णं दीवस्स अंतो सत्त दीवा पण्णत्ता, तं जहा- जंबुद्दीवे, ધાયલડે, પુવલ્લુરવરે, વરુળવરે, ઘીવરે, થયવરે, હોયવરે ।
ભાવાર્થ :- નંદીશ્વર દ્વીપના અંતરાલમાં સાત દ્વીપ છે, તે આ પ્રમાણે છે– (૧) જંબુદ્રીપ (૨) ધાતકી ખંડ (૩) પુષ્કરવર (૪) વરુણવર (૫) ક્ષીરવર (૬) દ્યૂતવર (૭) ક્ષોદવર દ્વીપ.
१०२ नंदीसरवरस्स णं दीवस्स अंतो सत्त समुद्दा पण्णत्ता, तं जहा- लवणे, જાતોને, પુન્દ્વોકે, વરુનોલે, હીરોવે, થોડે, હોઓને I
ભાવાર્થ :- નંદીશ્વર દ્વીપના અંતરાલમાં સાત સમુદ્ર છે, તે આ પ્રમાણે છે– (૧) લવણ સમુદ્ર (૨) કાલોદ (૩) પુષ્કરોદ (૪) વરુણોદ (૫) ક્ષીરોદ (૬) ઘૃતોદ (૭) ક્ષોદોદ.
વિવેચન :
મધ્યલોકમાં એક દ્વીપ અને એક સમુદ્ર તેમ અસંખ્ય દ્વીપ સમુદ્રો છે. તેમાં નંદીશ્વર દ્વીપ આઠમો દ્વીપ છે. તેથી તેના અંતરાલમાં સાત દ્વીપ અને સાત સમુદ્રો છે.
સાત પ્રકારની શ્રેણીઓ :
१०३ सत्त सेढीओ पण्णत्ताओ, तं जहा- उज्जुआयता, एगओवंका,