________________
[ ૧૮૪ |
શ્રી ઠાણાંગ સૂત્ર-ર |
५६ धायइसंडदीवे पच्चत्थिमद्धे णं सत्त वासा एवं चेव, णवरं पुरत्थाभिमुहीओ लवणसमुदं समति, पच्चत्थाभिमुहीओ कालोदं । सेसं तं चेव । ભાવાર્થ :- ધાતકીખંડ દ્વીપના પશ્ચિમાર્ધમાં સાત વર્ષ ક્ષેત્ર, સાત વર્ષધર પર્વત, સાત મહાનદીઓ ધાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધની સમાન છે. વિશેષતા એ છે કે પૂર્વાભિમુખી નદીઓ લવણ સમુદ્રમાં અને પશ્ચિમાભિમુખી નદીઓ કાલોદ સમુદ્રમાં મળે છે. શેષ વર્ણન પૂર્વવત્ જાણવું. ५७ पुक्खरवरदीवड्डपुरथिमद्धे णं सत्त वासा तहेव, णवरं पुरत्थाभिमुहीओ पुक्ख रोदं समुदं समप्पेति, पच्चत्थाभिमुहीओ कालोदं समुदं समप्पैति । सेसं तं चेव । ભાવાર્થ -પુષ્કરવર દ્વીપના પૂર્વાર્ધમાં સાત વર્ષ-ક્ષેત્ર, સાત વર્ષધર પર્વત અને સાત મહાનદી ધાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધની સમાન જ છે. વિશેષતા એ છે કે પૂર્વાભિમુખી નદીઓ પુષ્કરોદ સમુદ્રમાં અને પશ્ચિમ ભિમુખી નદીઓ કાલોદ સમુદ્રમાં મળે છે. ५८ एवं पच्चत्थिमद्धे वि णवरं पुरत्थाभिमुहीओ कालोदं समुदं समप्पेंति, पच्चत्थाभिमुहीओ पुक्खरोदं समप्पैति । सवत्थ वासा वासहरपव्वया णईओ य માજિયવ્યાપિ . ભાવાર્થ :- તેમજ અર્ધ પુષ્કરવરદ્વીપના પશ્ચિમાર્ધમાં સાત વર્ષ-ક્ષેત્ર, સાત વર્ષધર પર્વત અને સાત મહાનદીઓ ધાતકીખંડ દ્વીપના પશ્ચિમાર્ધિની સમાન જ છે. વિશેષતા એ છે કે પૂર્વાભિમુખી નદીઓ કાલોદ સમુદ્રમાં અને પશ્ચિમાભિમુખી નદીઓ પુષ્કરોદ સમુદ્રમાં મળે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અઢીદ્વીપ ક્ષેત્રમાં સાત-સાત ક્ષેત્ર, વર્ષધર પર્વત અને મહાનદીઓનું કથન છે. વર્ષ-ક્ષેત્ર – જંબૂદ્વીપમાં છ વર્ષધર પર્વત સાત ક્ષેત્રનું વિભાજન કરે છે. વર્ષધર પર્વત :- જંબુદ્વીપમાં છ વર્ષધર પર્વત છે. સાતમું સ્થાન હોવાથી સૂત્રકારે મેરુપર્વતની ગણના વર્ષધર પર્વતમાં કરીને સાત વર્ષધર પર્વત કહ્યા છે. મેરુ પર્વત મહાવિદેહ ક્ષેત્રના પૂર્વ-પશ્ચિમ બે વિભાગ કરે છે તેથી કોઈક અપેક્ષાએ તેને વર્ષધર પર્વત કહી શકાય છે. મહાનદી - જંબુદ્વીપના સાત ક્ષેત્રમાં બે-બે મહાનદીઓ વહે છે. આ રીતે ૧૪ મહાનદીઓમાંથી સાત નદી પૂર્વાભિમુખી વહે છે અને સાત નદી પશ્ચિમાભિમુખી વહે છે.
જંબૂદ્વીપની સમાન ધાતકીખંડ અને અર્ધપુષ્કર દ્વીપના પૂર્વ અને પશ્ચિમ વિભાગમાં સાત-સાત ક્ષેત્રો, પર્વતો અને મહાનદીઓ છે.