________________
[ ૧૭૪ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૨
સાત સ્વરોનું સ્વરૂપઃ|२९ सत्त सरा पण्णत्ता, तं जहा
सज्जे रिसभे गंधारे, मज्झिमे पंचमे सरे ।
धेवए चेव णेसादे, सरा सत्त वियाहिया ॥१॥ ભાવાર્થ – સ્વર સાત છે, તે આ પ્રમાણે છે– (૧) પન્ન (૨) ષભ (૩) ગાન્ધાર (૪) મધ્યમ (૫) પંચમ (૬) ધૈવત (૭) નિષાદ. વિવેચન :
સાત સ્વરોનું સ્વરૂપ આ પ્રમાણે છે– (૧) પજ- નાસિકા, કંઠ, છાતી, તાલુ, જિહા અને દાંત. આ છ સ્થાનથી ઉત્પન્ન થતો સ્વર. (૨) ઋષભ- નાભિથી નીકળી કંઠ અને મસ્તક સાથે સમાહત થઈને ઋષભ(બળદ) જેવી ગર્જના કરનારો સ્વર. (૩) ગાન્ધાર- નાભિથી નીકળી કંઠ અને મસ્તક સાથે સમાહત થઈ વિવિધ પ્રકારની ગંધને ધારણ કરનારો સ્વર. (૪) મધ્યમ- નાભિથી નીકળી, છાતી અને હૃદય સાથે સમાહત થઈ, ફરી નાભિ તરફ જાય તે મહાનાદ શરીરના મધ્ય ભાગથી નીકળતો હોવાથી તે મધ્યમ સ્વર કહેવાય છે. (૫) પંચમ– નાભિ, વક્ષ, હૃદય, કંઠ અને મસ્તક, આ પાંચ સ્થાનથી ઉત્પન્ન થતો સ્વર. (૬) પૈવત- પૂર્વોક્ત બધા સ્વરોનું અનુસંધાન કરનારો સ્વર. (૭) નિષાદ– બધા સ્વરોને સમાહિત કરનારો સ્વર.
સ્વર સ્થાન :|३० एएसि णं सत्तण्हं सराणं सत्त सरट्ठाणा पण्णत्ता, तं जहा
सज्जं तु अग्गजिब्भाए, उरेण रिसभं सरं । कंठुग्गतेण गंधारं, मज्झजिब्भाए मज्झिमं ॥१॥ णासाए पंचमं बूया, दंतोटेण य धेवतं ।
मुद्धाणेण य णेसाद, सरट्ठाणा वियाहिया ॥२॥ ભાવાર્થ :- સાત સ્વરોના સાત સ્થાન છે, તે આ પ્રમાણે છે– (૧) ષજ સ્વરનું સ્થાન જિહાનો અગ્રભાગ (૨) ઋષભ સ્વરનું સ્થાન– ઉરસ્થલ (૩) ગાન્ધાર સ્વરનું સ્થાન- કંઠ (૪) મધ્યમ સ્વરનું સ્થાન- જિહાનો મધ્યભાગ (૫) પંચમ સ્વરનું સ્થાન- નાસિકા (૬) ધૈવત સ્વરનું સ્થાન- દંત-ઓષ્ઠ સંયોગ (૭) નિષાદ સ્વરનું સ્થાન-મસ્તક. જીવ નિઃસૃત સ્વર :३१ सत्त सरा जीवणिस्सिया पण्णत्ता, तं जहा