________________
સ્થાન- ૭
[ ૧૭૩]
२७ जे वसिट्ठा ते सत्तविहा पण्णत्ता, तं जहा- ते वासिट्ठा, ते उंजायणा, ते जारुकण्हा, ते वग्घावच्चा, ते कोडिण्णा, ते सण्णी, ते पारासरा । ભાવાર્થ :- વશિષ્ઠ ગોત્રના સાત પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) વાશિષ્ઠ (૨) ઉજ્જાયણ (૩) જરાત્કૃષ્ણ (૪) વ્યાઘાપત્ય (૫) કૌડિન્ય (૬) સન્ની (૭) પરાશર. વિવેચન :
કોઈ એક મહાપુરુષથી ઉત્પન્ન થયેલી વંશ પરંપરાને ગોત્ર કહે છે. પ્રારંભમાં સાત ગોત્ર હોય છે. કાલાન્તરે તેમાંથી અનેક ઉત્તર ભેદ થાય છે.(એક એક ગોત્રના સાત-સાત ભેદ થતાં તેના ૭૪૭ = ૪૯ ભેદ થાય છે).
વ્યાખ્યા ગ્રંથમાં સાત મૂળ ગોત્રનો પરિચય આ પ્રકારે છે– (૧) કાશ્યપ ગોત્ર- મુનિસુવ્રત અને અરિષ્ટનેમિને છોડીને શેષ રર તીર્થકર, બધા ચક્રવર્તી (ક્ષત્રિય), ભગવાન મહાવીરના ૭ થી ૧૧ ગણધર (બ્રાહ્મણ) અને જંબૂ સ્વામી (વૈશ્ય) આદિ સર્વ કાશ્યપ ગોત્રીય હતા. (૨) ગૌતમ ગોત્ર– મુનિસુવ્રત અને અરિષ્ટનેમિ તીર્થકર, નારાયણ અને પાને છોડીને બધા બળદેવ અને વાસુદેવ તથા ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ આ ત્રણ ગણધર ગૌતમ ગોત્રીય હતા. (૩) વત્સગોત્ર- દશવૈકાલિક સૂત્રના રચયિતા શધ્યમ્ભવ આદિ વત્સ ગોત્રીય હતા. (૪) કૌત્સ ગોત્ર-શિવભૂતિ આદિ કૌત્સ ગોત્રીય હતા. (૫) કૌશિક ગોત્ર- ષડુલક (રોહગુપ્ત નિલંવ) આદિ કૌશિક ગોત્રીય હતા. (૬) માંડવ્ય ગોત્ર- મંડુઋષિના વંશજો માંડવ્ય ગોત્રીય હતા. (૭) વાશિષ્ઠ ગોત્ર- વશિષ્ઠ ઋષિના વંશજ વાશિષ્ઠ ગોત્રીય કહેવાયા. છઠ્ઠા ગણધર અને આર્ય સુહસ્તિ આદિ પણ વાશિષ્ઠ ગોત્રીય હતા.
નયના પ્રકાર :२८ सत्त मूल णया पण्णत्ता, तं जहा- णेगमे, संगहे, ववहारे, उज्जुसुए, સ, સમરો, પર્વમૂST ભાવાર્થ :- મૂલ નય સાત છે કે, આ પ્રમાણે છે– (૧) નૈગમનય- ભેદ અને અભેદને ગ્રહણ કરે (૨) સંગ્રહનય- કેવલ અભેદને ગ્રહણ કરે (૩) વ્યવહારનય- કેવલ ભેદને ગ્રહણ કરે (૪) ઋજુસૂત્રનયવર્તમાન ક્ષણવર્તી પર્યાયને વસ્તુરૂપે સ્વીકારે (૫) શબ્દનય- ભિન્ન-ભિન્ન લિંગ, કારકાદિના ભેદથી વસ્તુમાં ભેદ સ્વીકારે (૬) સમભિરુઢનય- લિંગાદિનો ભેદ ન હોવા છતાં પર્યાયવાચી શબ્દોના ભેદથી વસ્તુમાં ભેદ સ્વીકારે (૭) એવંભૂતનય- વર્તમાન ક્રિયા પરિણત વસ્તુને જ વસ્તુ માને. વિવેચન :નય - અનંત ધર્માત્મક વસ્તુના એક ધર્મને પ્રધાન કરી, અન્ય ધર્મોને ગૌણ કરીને જાણે તે નય. તેના સાતભેદના વિસ્તૃત વર્ણન માટે જુઓ– પ્રાણ આગમ બત્રીસી-અનુયોગદ્વાર સૂત્ર, પ્રકરણ-૮.