________________
સ્થાન-૫ઃ ઉદ્દેશક-૨
[ ૬૭]
(૨) દુર્ગમ અથવા વિષમ સ્થાનમાં લપસતી કે પડતી નિગ્રંથીને પકડતા કે અવલંબન આપતા નિગ્રંથ,
ભગવાનની આજ્ઞાનું અતિક્રમણ કરતા નથી. ગારામાં, કીચડમાં, શેવાળમાં કે પાણીમાં ફસાયેલી, અથવા પાણીમાં તણાતી નિગ્રંથીને પકડતા કે અવલંબન દેતા નિગ્રંથ, ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી.
(૪) નિગ્રંથીને નાવમાં ચઢાવતા કે ઉતારતા નિગ્રંથ, ભગવાનની આજ્ઞાનું અતિક્રમણ કરતા નથી.
(૫) ક્ષિપ્તચિત્ત, દચિત્ત, યક્ષાવિષ્ટ, ઉન્માદ પ્રાપ્ત, ઉપસર્ગ પ્રાપ્ત, કલહરત, પ્રાયશ્ચિત્તનું વહન કરતી,
ભક્ત-પાન પ્રત્યાખ્યાનુ(ઉપવાસી), અર્થજાત(સ્વપતિ અથવા અન્ય કોઈ દ્વારા સંયમથી પતિત કરાતી) નિગ્રંથીને પકડતા અથવા અવલંબન દેતા નિગ્રંથ, ભગવાનની આજ્ઞાનું અતિક્રમણ કરતા નથી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્ર બ્રહ્મચર્ય મહાવ્રતનું અપવાદ સૂત્ર છે. નિગ્રંથીનો સ્પર્શ કરવો નિગ્રંથ માટે સર્વથા વર્યુ છે. તેમ છતાં કોઈ પરિસ્થિતિ વિશેષને કારણે નિગ્રંથ નિગ્રંથીનો હાથ વગેરે પકડી તેને સહારો આપી શકે છે. તેના સંયમની રક્ષા કરી શકે છે. તે પાંચ કારણો આ સૂત્રમાં બતાવ્યા છે. તે ભાવાર્થથી સ્પષ્ટ છે. વિશેષાર્થ માટે જુઓ- વ્યવહાર સૂત્ર.
પ્રત્યેક કારણમાં ગ્રહણ અને અવલંબન આ બે પદનો પ્રયોગ કર્યો છે. જે = નિગ્રંથીને પકડીને રાખવી, ઉપાડી લેવી, તે ગ્રહણ છે. અવવનાને = હાથથી કે શરીરથી તેને સહારો આપવો, તે અવલંબન છે.
- દુર્ગમસ્થાન, દુર્ગમ પ્રદેશ. ટીકાકારે તેના ત્રણ પ્રકાર કહ્યા છે– (૧) વૃક્ષદુર્ગ- સઘનઝાડી (૨) શ્વાપદ દુર્ગ– હિંસક પશુઓના નિવાસ સ્થાન (૩) મનુષ્ય દુર્ગ– સ્વેચ્છાદિ મનુષ્યોની વસ્તી. સાધારણ રીતે ઊંચી-નીચી ભૂમિને દુર્ગમ કહે છે.
પાંચમાં કારણમાં ક્ષિપ્તચિત્ત વગેરે નવ અવસ્થાઓ દર્શાવી છે. તે આ પ્રમાણે છે
(૧) fહત્તવત્ત– રાગ, ભય કે અપમાનાદિથી જેનું ચિત્ત વિક્ષિત હોય. (૨) વિત્તજાં– સન્માન, લાભ, ઐશ્વર્ય આદિના મદથી અથવા દુર્જય શત્રુને જીતવાથી જેનું ચિત્ત દર્પવાળું બન્યું હોય. (૩) ઝરણાદું- પૂર્વભવના વૈર, રાગાદિથી યક્ષ દ્વારા અધિષ્ઠિત હોય, (૪) ૩યપત્તપિત્ત-વિકારથી ઉન્મત અથવા પાગલ બની ગઈ હોય, (૫) ૩વસાપત્ત- દેવ, મનુષ્ય અથવા તિર્યચકૃત ઉપદ્રવથી પીડિત હોય. (૬) સાદિકાર– કલહ, લડાઈ, કે ઝગડાથી યુક્ત હોય. (૭) સપIછત્તપ્રાયશ્ચિતના ભયથી ભયભીત હોય, (૮) પત્તપાપડિયારિયે– જીવન પર્યત અશન–પાનનો ત્યાગ કર્યો હોય. (૯) અક્ળાયે– અર્થ(પ્રયોજન) વિશેષથી ધનાદિ માટે કોઈપણ વ્યક્તિ દ્વારા સંયમથી ચલિત કરાતી હોય.