________________
સ્થાન-પ: ઉદ્દેશક- ૨
[૪૭]
(૧)
ભાવાર્થ:- પાંચ કારણે અચેલક શ્રમણ નિગ્રંથ, અન્ય નિગ્રંથ ન હોય ત્યારે તે સચેલક નિગ્રંથીઓ સાથે રહે તોપણ ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. તે આ પ્રમાણે છે
શોક આદિથી વિક્ષિપ્ત ચિત્તવાળા કોઈ અચેલક નિગ્રંથ સચેલક નિગ્રંથીઓ સાથે રહે તો
પણ ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. (૨ થી ૪) અતિવર્ષથી દખચિત્ત, યક્ષાવિષ્ટ કે વાયુપ્રકોપથી ઉન્માદને પ્રાપ્ત, અચલક નિગ્રંથ સચેલક
નિગ્રંથીઓ સાથે રહે તોપણ ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. નિગ્રંથીઓ દ્વારા પ્રવ્રજિત(દીક્ષિત) અચલક શ્રમણ નિગ્રંથ અન્ય નિગ્રંથ ન હોય તો સચેલક
નિગ્રંથીઓ સાથે રહેવા છતાં ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરતાં નથી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સૂત્રકારે સાધુ-સાધ્વીને સાથે રહેવા માટેની આપવાદિક પરિસ્થિતિનું કથન કર્યું છે.
સામાન્ય રીતે સાધુ-સાધ્વીને એક સ્થાનમાં રહેવાનો કે સ્વાધ્યાયાદિ કરવાનો નિષેધ છે પરંતુ વિશેષ પરિસ્થિતિવશ સૂત્રોક્ત પાંચ-પાંચ કારણથી સાધુ-સાધ્વી ક્વચિત કિંચિત્ સમય માટે સાથે રહી શકે છે.
સૂત્રકારે પ્રથમ પાંચ કારણોમાં સાધ્વીજીની સહાયતા માટે સાધુને સાથે રહેવાનું કથન કર્યું છે. યથા-વિહારાદિમાં કોઈ વિકટ જંગલ કે નિર્જન માર્ગ પસાર કરવાના હોય, કોઈક સ્થાનમાં ચોર, લૂંટારાનો ભય હોય, કોઈ યક્ષાદિ દેવાધિષ્ઠિત સ્થાનમાં દેવાદિના ઉપદ્રવનો સંભવ હોય વગેરે પરિસ્થિતિમાં સાધ્વીજીના શીલની સુરક્ષા માટે સાધુ-સાધ્વી સાથે રહી શકે છે.
ત્યારપછીના પાંચ કારણોમાં સાધુની સહાયતા માટે સાધ્વીજીને સાથે રહેવાનું કથન કર્યું છે. યથા– કોઈ સાધુ કોઈ પણ કારણથી એકલા થઈ ગયા હોય, તે ઉન્મત્ત બની ગયા હોય, ક્યારેક યક્ષાદિનો ઉપદ્રવ હોય, ક્યારેક સાધ્વીજી દ્વારા પ્રતિબોધિત થઈને પ્રવ્રજિત થયા હોય, તેવી કોઈપણ પરિસ્થિતિમાં તે સાધુને અન્ય સાધુનો યોગ ન થાય ત્યાં સુધી સાધ્વીજીઓ સાથે રાખીને સંયમભાવમાં સ્થિર કરી શકે છે.
આ રીતે આપવાદિક પરિસ્થિતિનો યોગ્ય નિર્ણય કરીને સાધુ-સાધ્વીજી સાથે રહેવું તે સંયમ ભાવની પુષ્ટિ માટે જ છે. આશ્રવ સંવર પ્રકાર :१२ पंच आसवदारा पण्णत्ता,तं जहा- मिच्छत्तं, अविरई, पमाओ, कसाया, ગો|િ
ભાવાર્થ :- આશ્રવના પાંચ દ્વાર (કારણ) છે, તે આ પ્રમાણે છે– (૧) મિથ્યાત્વ (૨) અવિરતિ (૩) પ્રમાદ (૪) કષાય (૫) યોગ.