________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૨
ભાવાર્થ :- પાંચ કારણે નિગ્રંથો અને નિગ્રંથીઓ એક મકાનમાં કાયોત્સર્ગ, શયન અને સ્વાધ્યાય કરવા છતાં ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરતાં નથી.
૪૬
(૧) કદાચિત્ કેટલાક નિગ્રંથ કે નિગ્રંથીઓનો કોઈ મોટા ગ્રામ રહિત, આવાગમન રહિત, લાંબા માર્ગવાળી અટવી(વનસ્થળી)માં પ્રવેશ થયો હોય, તે સમયે એક મકાનમાં અવસ્થાન, શયન અને સ્વાધ્યાય કરવા છતાં ભગવાનની આજ્ઞાનું અતિક્રમણ કરતા નથી.
(૨) ક્યારેક કેટલાક નિગ્રંથો અને નિગ્રંથીઓને કોઈ ગ્રામ, નગર, ખેટ, કર્બટ, મડંબ, પતન, આકર, દ્રોણમુખ, નિગમ, આશ્રમ, સન્નિવેશ કે રાજધાનીમાં પહોંચ્યા પછી બેમાંથી એક વર્ગને ઉતરવા ઉપાશ્રય મળે, એક વર્ગને ન મળે ત્યારે એક ઉપાશ્રયમાં અવસ્થાન, શયન અને સ્વાધ્યાય કરવા છતાં ભગવાનની આજ્ઞાનું અતિક્રમણ કરતા નથી.
(૩) કદાચિત્ કેટલાક નિગ્રંથ અને નિગ્રંથીઓ નાગકુમારના આવાસમાં, સુવર્ણકુમારના કે અન્ય કોઈ દેવના આવાસમાં નિવાસ કરવા એક સાથે પહોંચે અને ત્યાં(અતિશૂન્યતા કે જનબહુલતાદિ કારણે) નિગ્રંથીઓની રક્ષા માટે એક મકાનમાં અવસ્થાન, શયન કે સ્વાધ્યાય કરવા છતાં મુનિ ભગવાનની આજ્ઞાનું અતિક્રમણ કરતા નથી.
(૪) (જો કોઈ અરક્ષિત સ્થાને નિગ્રંથીઓ ઉતર્યા હોય ત્યાં) ચોર-લૂંટારા દેખાતા હોય, તેઓ નિગ્રંથીઓના વસ્ત્રાદિ ચોરી જવા ઈચ્છતા હોય, તો તે સમયે નિગ્રંથ અને નિગ્રંથીઓ એક મકાનમાં અવસ્થાન, શયન અને સ્વાધ્યાય કરવા છતાં ભગવાનની આજ્ઞાનું અતિક્રમણ કરતાં નથી.
(૫) (જો કોઈ સ્થાને નિગ્રંથીઓ ઊતર્યા હોય અને ત્યાં) ગુંડા જેવા યુવકો દેખાતા હોય, તે નિગ્રંથીઓ સાથે મૈથુનની ઈચ્છાથી તેમને પકડવા ઈચ્છતા હોય, તો ત્યાં નિગ્રંથ અને નિગ્રંથીઓ એક મકાનમાં અવસ્થાન, શયન અને સ્વાધ્યાય કરવા છતાં ભગવાનની આજ્ઞાનું અતિક્રમણ કરતા નથી.
આ પાંચ કારણે નિગ્રંથ અને નિગ્રંથીઓ એક મકાનમાં અવસ્થાન, શયન અને સ્વાધ્યાય કરવા છતાં ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી.
११ पंचहि ठाणेहिं समणे णिग्गंथे अचेलए सचेलियाहिं णिग्गंथीहिं सद्धि संवसमाणे णाइक्कमइ, તેં નહા
खित्तचित्ते समणे णिग्गंथे, णिग्गंथेहिं अविज्जमाणेहिं अचेलए सचेलियाहिं णिग्गंथीहिं सद्धिं संवसमाणे णाइक्कमइ ।
एवमेएणं गमएणं दित्तचित्ते, जक्खाइट्टे, उम्मायपत्ते, णिग्गंथीपव्वाइयए समणे णिग्गंथे णिग्गंथेहिं अविज्जमाणेहिं अचेलिए सचेलियाहिं णिग्गंथी हिं सद्धिं संवसमाणे णाइक्कमइ ।