________________
શ્રી ઠાણાગ સૂત્ર-૨
ભાવાર્થ - પાંચ કારણે સ્ત્રી, પુરુષ સાથે સંવાસ ન કરે છતાં પણ ગર્ભ ધારણ કરે છે, તે આ પ્રમાણે છે–
(૧) અનાવૃત-નગ્ન અને દુર્નિષણ-વિવૃત યોનિમુખરૂપે, પુરુષ વીર્યથી સ્પશાયેલા સ્થાનને આક્રાન્ત કરી બેસે અને સ્ત્રી શુક્ર પુદ્ગલોને આકર્ષિત કરે અર્થાત્ એ સ્થાન પર રહેલા શુક્રપુગલો સ્ત્રીની યોનિમાં પ્રવેશે તો. (૨) શુક્ર પુદ્ગલોથી સંસ્કૃષ્ટ વસ્ત્રને સ્ત્રીની યોનિમાં પ્રવેશ કરાવે. (૩) સ્વયં સ્ત્રી શુક્ર-પુદ્ગલોને યોનિમાં પ્રવેશ કરાવે. (૪) બીજી કોઈ વ્યક્તિ શુક્ર-પુગલોને સ્ત્રીની યોનિમાં પ્રવેશ કરાવે. (૫) શીતલ પાણીવાળી નદી કે કંડ વગેરેમાં સ્નાન કરતી સ્ત્રીની યોનિમાં તે પાણીમાં રહેલા શુક્ર પુદ્ગલ પ્રવેશ કરે. આ પાંચ કારણે પુરુષ સાથે સંવાસ ન કરવા છતાં સ્ત્રી ગર્ભ ધારણ કરે છે.
७ पंचहिं ठाणेहिं इत्थी पुरिसेण सद्धिं संवसमाणी वि गभं णो धरेज्जा, तं जहा- अप्पत्तजोव्वणा, अइकंतजोव्वणा, जाइवंज्झा, गेलण्णपुट्ठा, दोमणसिया; इच्चेएहिं पंचहिं ठाणेहिं इत्थी पुरिसेण सद्धिं संवसमाणी वि गब्भं णो धरेज्जा । ભાવાર્થઃ- પાંચ કારણે સ્ત્રી, પુરુષ સાથે સંવાસ કરે તો પણ ગર્ભ ધારણ કરી શકતી નથી, તે આ પ્રમાણે છે– (૧) અપ્રાપ્ત-યૌવના– સ્ત્રી(બાલિકા) યુવાવસ્થાને અપ્રાપ્ત, અરજસ્ક હોય, (૨) અતિક્રાન્ત-યૌવનાસ્ત્રીની યુવાવસ્થા વ્યતીત થઈ ગઈ હોય, તેવી અરજસ્કા વૃદ્ધા હોય, (૩) જાતિ-વધ્યા- જન્મથી જ જે
સ્ત્રી માસિક ધર્મથી રહિત વાંજણી હોય. (૪) ગ્લાન-પૃષ્ટા- સ્ત્રી રોગથી પીડિત હોય, (૫) દૌમનસ્થિકા- સહવાસ સમયે સ્ત્રી ભય, શોકાદિથી વ્યાપ્ત ચિત્તવાળી હોય. આ પાંચ કારણે પુરુષ સાથે સંવાસ કરવા છતાં સ્ત્રી ગર્ભ ધારણ કરી શકતી નથી. [८ पंचहि ठाणेहिं इत्थी पुरिसेण सद्धिं संवसमाणी वि णो गब्भं धरेज्जा, तं जहा- णिच्चोउया, अणोउया, वावण्णसोया, वाविद्धसोया, अणंगपडिसेवणी; इच्चेएहिं पंचहिं ठाणेहिं इत्थी पुरिसेण सद्धिं संवसमाणी वि गब्भं णो धरेज्जा । ભાવાર્થ - પાંચ કારણે સ્ત્રી, પુરુષ સાથે સંવાસ કરવા છતાં ગર્ભ ધારણ કરી શકતી નથી, તે આ પ્રમાણે છે– (૧) નિત્ય ઋતુકા- જે સ્ત્રી કાયમ ઋતુમતિ(રજસ્વલા) રહેતી હોય (૨) અનૂતુકા- જે સ્ત્રી કયારે ય ઋતુમતિ ન થતી હોય (૩) વ્યાપન્નશ્રોતા- જે સ્ત્રી નષ્ટ ગર્ભાશયવાળી (૪) વ્યાવિદ્ધ શ્રોતા- જે સ્ત્રીના ગર્ભાશયની શક્તિ ક્ષીણ થઈ ગઈ હોય (૫) અનંગપ્રતિસેવિણી– અપ્રાકૃતિક કામ ક્રીડા કરતી હોય, આ પાંચ કારણે પુરુષ સાથે સંવાસ કરવા છતાં સ્ત્રી ગર્ભ ધારણ કરી શકતી નથી.
९ पंचहिं ठाणेहिं इत्थी पुरिसेण सद्धिं संवसमाणी वि गब्भं णो धरेज्जा, त जहा- उउम्मि णो णिगामपडिसेविणी यावि भवइ । समागया वा से सुक्कपोग्गला पडिविद्धंसंति । उदिण्णे वा से पित्तसोणिए । पुरा वा देवकम्मुणा । पुत्तफले वा णो णिव्विद्वे भवइ; इच्चेएहिं पंचहिं ठाणेहिं इत्थी