________________
સ્થાન-૫ઃ ઉદ્દેશક-૨
[ ૪૩]
(૨)
ભાવાર્થ - પાંચ કારણે શ્રમણ નિગ્રંથ રાજાના અંતઃપુરમાં પ્રવેશ કરે તો પણ જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરતાં નથી, તે આ પ્રમાણે છે(૧) જે નગરના કિલ્લાના દ્વાર બંધ થઈ ગયા હોય અને શ્રમણો, માહણો ભક્ત-પાન માટે નગર બહાર
આવાગમન કરી શકતા ન હોય, તો તે પ્રયોજનનું નિવેદન કરવા, (રાજાને તે કારણ જણાવવા) સાધુ રાજાના અંતઃપુરમાં પ્રવેશ કરી શકે છે. પ્રાતિહારિક- પાઢીયારી વસ્તુ પીઢ, ફલક, શય્યા, સંતારકને પાછા સોંપવા, સાધુ રાજાના
અંતઃપુરમાં પ્રવેશ કરી શકે છે. (૩) સામે આવી ગયેલા દુષ્ટ ઘોડા, હાથીથી ભયભીત બનેલા સાધુ પોતાની રક્ષા માટે રાજાના
અંતઃપુરમાં પ્રવેશ કરી શકે છે. (૪) અન્ય કોઈ વ્યક્તિ સહસા, બલપૂર્વક હાથ પકડીને અંતઃપુરમાં લઈ જાય તો તે સાધુ જિનાજ્ઞાનું
ઉલ્લંઘન કરતા નથી. કોઈ સાધુ નગર બહાર આરામ-પુષ્પ ઉદ્યાન, ઉદ્યાન-વૃક્ષના ઉધાનમાં ઉતર્યા હોય અને ત્યાં (ક્રીડા કરવા માટે) રાજાનું અંતઃપુર આવી જાય, રાજપુરુષોએ તે સ્થાનને ચારે બાજુથી ઘેરી લીધું હોય, નીકળવાના દરવાજા બંધ કરી દીધા હોય, તેવા સમયે સાધુ ઉદ્યાનમાં રહી ગયા હોય, તો પણ જિનાજ્ઞાનું ઉલ્લંઘન થતું નથી.
આ પાંચ કારણે શ્રમણ-નિગ્રંથ રાજાના અંતઃપુરમાં પ્રવેશ કરે છતાં તીર્થકરની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી.
વિવેચન :
સામાન્ય રૂપે સાધુને રાજાના અંતઃપુરમાં જવાનો નિષેધ છે પરંતુ વિશેષ પરિસ્થિતિવશ અપવાદ રૂપે જવું પડે તો તેનો આગાર છે. પ્રસ્તુત સૂત્રમાં અંતઃપુરમાં પ્રવેશ કરવાના પાંચ કારણનો નિર્દેશ છે. આ સૂત્ર આપવાદિક સૂત્ર છે. ગર્ભધારણ કરવા ન કરવાના કારણો - | ६ पंचहि ठाणेहिं इत्थी पुरिसेण सद्धिं असंवसमाणी वि गब्भं धरेज्जा, तं जहा- इत्थी दुव्वियडा दुण्णिसण्णा सुक्कपोग्गले अधिट्ठिज्जा । सुक्कपोग्गलसंसिढे वा से वत्थे अंतोजोणीए अणुपवेसेज्जा । सयं वा से सुक्कपोग्गले अणुपवेसेज्जा। परो वा से सुक्कपोग्गले अणुपवेसेज्जा । सीओदगवियडेण वा से आयममाणीए सुक्कपोग्गला अणुपवसेज्जा; इच्चेए हिं पंचहिं ठाणेहिं इत्थी पुरिसेण सद्धिं असंवसमाणी वि गब्भं धरेज्जा ।