________________
શ્રી ઠાણાગ સુત્ર-૧
અપેક્ષાએ કરવામાં આવે છે. જેમ કે– આ પ્રથમ સ્થાનમાં સામાન્ય અપેક્ષાએ દંડ એક કહ્યો છે અને ત્રીજા સ્થાનમાં વિશેષ અપેક્ષાએ દંડ ત્રણ કહ્યા છે. પ્રથમ સ્થાનમાં આત્માને એક કહ્યો છે. તે સંગ્રહાયની સામાન્ય દષ્ટિએ છે પરંતુ વિશેષ દૃષ્ટિએ જગતમાં અનંત જીવની અપેક્ષાએ આત્મા અનંત છે. તે સર્વને બીજા, ત્રીજા આદિ સ્થાનમાં જીવના બે ભેદ, ત્રણ ભેદ, ચાર ભેદ આદિ રૂપે કહ્યા છે. આ રીતે પ્રસ્તુત શાસ્ત્રના દશે સ્થાનોના સૂત્રો સાપેક્ષ દષ્ટિએ પ્રતિપાદિત છે.
એક-અનેક, નિત્ય-અનિત્ય, ધ્રુવ-અધ્રુવ, અસ્તિ-નાસ્તિ જેવા પરસ્પર વિરોધી જણાતા ધર્મો એક દ્રવ્યમાં હોય છે પણ અપેક્ષાભેદે તેમાં વિરોધ થતો નથી. જેમ પિતા-પુત્ર, કાકા-ભત્રીજો તે પરસ્પર વિરોધી સંબંધો એક વ્યક્તિમાં વ્યક્તિ ભેદે રહી શકે છે. એક વ્યક્તિ પુત્રની અપેક્ષાએ પિતા છે અને તે જ વ્યક્તિ પિતાની અપેક્ષાએ પુત્ર છે. તેમ દ્રવ્ય અપેક્ષાએ વસ્તુ નિત્ય છે, ધ્રુવ છે, તો પર્યાયદષ્ટિએ અનિત્ય, અધ્રુવ છે. સામાન્ય દષ્ટિએ એક છે તો વિશેષ દષ્ટિએ અનેક છે.
સંગ્રહનય અભેદ દષ્ટ છે. તેમાં વસ્તુતત્વનો વિચાર સંગ્રહનયથી કરવામાં આવે ત્યારે વસ્તુગત ભેદ આવૃત થઈ જાય છે(ઢંકાઈ જાય છે). વ્યવહારનય ભેદદષ્ટા છે. તેમાં વસ્તુ તત્ત્વનો વિચાર વ્યવહારનયથી કરવામાં આવે ત્યારે અભેદ ભેદથી આવૃત થઈ જાય છે.
પ્રસ્તુત પ્રથમ સ્થાનના પ્રત્યેક સૂત્રનું સંકલન સંગ્રહનય દષ્ટિએ કરવામાં આવ્યું છે. તેથી આ સ્થાનના સર્વ સૂત્રોને સામાન્યપ્રાણી સંગ્રહાયથી અવલોકવા આવશ્યક છે.