________________
સ્થાન-૧
પ્રથમ સ્થાના
પરિચય
તીર્થંકર પરમાત્મા પ્રણીત દ્વાદશાંગીના ત્રીજા અંગ સ્વરૂપ આ ઠાણાંગસૂત્ર સંખ્યા સંબદ્ધ આગમ છે. પ્રસ્તુત આગમમાં વસ્તુ તત્ત્વનું નિરૂપણ એકથી દસ સંખ્યાના આધારે કરવામાં આવ્યું છે. તેના સમગ્ર પ્રતિપાધ વિષયનો સમાવેશ એકથી દસ સુધીની સંખ્યામાં થયો છે અને તેથી જ તેના દસ સ્થાન–અધ્યયન છે.
સ્થાન :- સ્થાનાંગ સુત્રના વિભાગ 'સ્થાન' નામથી પ્રસિદ્ધ છે. વૃત્તિકારે તેને અધ્યયન પણ કહ્યા છે. પ્રત્યેક વિભાગમાં એક જ સંખ્યાને સ્થાન છે. જેમ કે પ્રથમ વિભાગમાં એકત્વદર્શક વિષયો છે, તો બીજા વિભાગમાં બે-બે ભેદવાળી વસ્તુઓનું નિરૂપણ છે. આ રીતે દસ વિભાગ સુધી દરેક વિભાગમાં એક–એક સંખ્યાદર્શક વિષયનું વર્ણન છે, તે પ્રત્યેક વિભાગને 'સ્થાન' કહેવામાં આવે છે. પ્રસ્તુત વિભાગને પ્રથમ સ્થાન' કહેવામાં આવે છે.
વનવિષય :- પ્રસ્તુત સ્થાનનો મુખ્ય વિષય દ્રવ્યાનુયોગ, તત્ત્વવાદ છે. પાવાય વેરHછે... જેવા કેટલાક સૂત્રો ચરણકરણાનુયોગ, આચાર સંબંધિત પણ છે. જો તમને ભાવ મહાવરે..સબ્સક્લુ ણહીને ભગવાન મહાવીર એકલા જ નિર્વાણને પ્રાપ્ત થયા. આવા સૂત્ર દ્વારા ઐતિહાસિક સત્યની સૂચના પણ આ સ્થાનમાં જોવા મળે છે.
કાળચક્ર, જ્યોતિષચક્ર સંબંધી સૂત્રો પણ આ સ્થાનમાં ઉપલબ્ધ છે. આ રીતે પ્રસ્તુત સ્થાનમાં અનેક વિષયો સંગૃહીત છે. આ વસ્તુ વિષયનો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આ ચાર દષ્ટિએ વિચાર કરવામાં આવ્યો છે. તો માયા-આત્મા એક છે. આ કથન દ્રવ્ય દષ્ટિએ કર્યું છે. જો ને જંબૂદ્વીપ નામનો દ્વીપ એક છે. આ કથન ક્ષેત્રદષ્ટિએ કર્યું છે. મતસિ તંલિ મસિ- તે તે સમયમાં(એક સમયમાં)મન એક હોય છે. આ કથન કાળદષ્ટિએ છે. પ સ શબ્દ એક છે. આ કથન ભાવ દષ્ટિએ પર્યાય-અવસ્થાની અપેક્ષાએ છે. આ રીતે આ સ્થાનમાં દ્રવ્યાદિ ચારે દષ્ટિ દ્વારા પ્રતિપાધ વિષયોની વિચારણા કરી છે.
ભાષાશૈલી – પ્રસ્તુત સ્થાનના સૂત્રો પ્રાયઃ વિશેષણ અને વર્ણન રહિત છે. પરંતુ જંબૂદ્વીપનું સૂત્ર વિસ્તૃત છે. તેની રચના શૈલી અન્ય સૂત્રો કરતાં ભિન્ન જણાય છે. તેનું કારણ એ છે કે સૂત્રવર્ણિત ગોળ આકારવાળો જંબૂદ્વીપ એક છે. પરંતુ તે સિવાય ભિન્ન આકારવાળા(વલયાકાર)જંબૂદ્વીપ ઘણા છે, તેનું નિરાકરણ કરતું સૂત્રગત વિસ્તૃત વર્ણન આવશ્યક છે. નયદષ્ટિઃ- આ સુત્રમાં એક અને અનેક સંખ્યક કથન સાપેક્ષ છે, તેની વિચારણા સામાન્ય અને વિશેષની