________________
૪૮૨ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
હોતી નથી. (૩) વિધિ સાધક અનુપલબ્ધિ હેતુ - અહીં અગ્નિ નથી. શીત સ્પર્શ હોવાથી અહીં શીત સ્પર્શ રૂપ હેતુમાં અગ્નિનો સદ્ભાવ નથી. (૪) નિષેધ સાધક અનુપલબ્ધિ હેતુ - અહીં સીસમ નથી. વૃક્ષનો અભાવ હોવાથી. અહીં વૃક્ષના અભાવ રૂપ હેતુમાં સીસમનો સદ્ભાવ નથી.
- આ ચાર પ્રકારના હેતુ કેવળ કથનનું વૈવિધ્ય પ્રગટ કરે છે. અવિનાભાવી સાધન વડે જ સાધ્યનું જ્ઞાન થઈ જાય છે.
હેતુના જે ત્રણ પ્રકારે વર્ગીકરણ દર્શાવ્યા છે. તેમાં પ્રથમ વર્ગીકરણમાં વાદકાળમાં પ્રયુક્ત હેતુનું કથન છે, બીજા વર્ગીકરણમાં પ્રમાણનું નિરૂપણ છે અને ત્રીજા વર્ગીકરણમાં અનુમાનના અંગભૂત હેતુનું કથન છે.
ગણિતના ચાર પ્રકાર :९८ चउव्विहे संखाणे पण्णत्ते, तं जहा- परिकम्मं, ववहारे, रज्जू, रासी । ભાવાર્થ :- ગણિતના ચાર પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) પરિકર્મ ગણિત(૨) વ્યવહાર ગણિત (૩) રજૂ ગણિત (૪) રાશિ ગણિત. વિવેચન :સંહા - જેમાં સંખ્યાનો પ્રયોગ થાય, ગણતરી કરવામાં આવે તેને ગણિત' કહે છે. (૧) પરિકર્મ :- ગુણાકાર, બાદબાકી, સરવાળો અને ભાગાકાર રૂ૫ ગણિત. (૨) વ્યવહાર:- મિશ્ર વગેરે અનેક પ્રકારનું ગણિત છે. (૩) રજૂ:- દોરડી, ફૂટપટ્ટી, ગજ વગેરેથી માપવા રૂપ ગણિત તે રજૂ ગણિત છે. (૪) રાશિ - વૈરાશિક, પંચરાશિક વગેરે રૂપ જે ગણિત તે રાશિ ગણિત છે.
અંધકાર ઉધોત કારક પદાર્થો :९९ अहोलोए णं चत्तारि अंधयारं करेंति, तं जहा- णरगा, णेरइया, पावाई कम्माइं, असुभा पोग्गला । ભાવાર્થ :- ચાર પદાર્થ અધો લોકમાં અંધકાર કરે છે, તે આ પ્રમાણે છે– (૧) નરક (૨) નૈરયિક (૩)