________________
૪૮૦ ]
શ્રી ઠાણાંગ સત્ર-૧
અનુમાનના અંગભૂત હેતુના ચાર-ચાર પ્રકાર :|९७ हेऊ चउव्विहे पण्णत्ते, तं जहा- जावए, थावए, वंसए, लूसए । अहवा हेऊ चउव्विहे पण्णत्ते, तं जहा- पच्चक्खे, अणुमाणे, ओवम्मे, आगमे । अहवा-हेऊ चउव्विहे पण्णत्ते, तं जहा- अत्थि त्तं अत्थि सो हेऊ, अत्थित्तं णत्थि सो हेऊ, णत्थित्तं अत्थि सो हेऊ, णत्थित्तं णत्थि सो हेऊ । ભાવાર્થ - હેતુ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે- (૧) યાપક હેતુ (૨) સ્થાપક હેતુ (૩) વ્યસક હેતુ (૪) લૂષક હેતુ.
અથવા હેતુના ચાર પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) પ્રત્યક્ષ (૨) અનુમાન (૩) ઔપમ્ય (૪) આગમ.
અથવા હેતના ચાર પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) 'અસ્તિત્વ છે આ પ્રકારે વિધિ સાધક વિધિ-હેત. (૨) 'અસ્તિત્વ નથી.' આ પ્રકારે વિધિ સાધક નિષેધ હતું. (૩) 'નાસ્તિત્વ છે.' આ પ્રકારે નિષેધ સાધક વિધિ હેતુ. (૪) 'નાસ્તિત્વ નથી. આ પ્રકારે નિષેધ સાધક નિષેધ હેતુ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અનુમાનના અંગભૂત હેતુના ત્રણ પ્રકારે ચાર ચાર ભેદોનું કથન છે.
હેતુ – જેના દ્વારા સાધ્ય સિદ્ધ કરવામાં આવે, સાધ્ય સાથે જે અવિનાભાવ સંબંધ ધરાવતું હોય તેને હેતુ. કહે છે. હેતુ ઈન્દ્રિયથી પ્રત્યક્ષ હોય છે. સાધ્ય – હેતુ દ્વારા જે સિદ્ધ કરવામાં આવે તેને સાધ્ય કહે છે. સાધ્ય પરોક્ષ હોય છે. પ્રથમ પ્રકારે હેતુના ચાર ભેદ – (૧) યાપક – જે હેતુ વાદીનો ઘણો સમય લે, જે હેતુ વિશેષણોની વિપુલતાવાળો હોય અને જેના ઉચ્ચારણમાં ઘણો સમય વ્યતીત થાય. જેમકે વાયુ સચિત્ત છે, બીજાની પ્રેરણા વિના તિર્યક અને અનિયત ગમન કરતો હોવાથી. ગમન કરતો હોવાથી' તે હેતુના બીજાની પ્રેરણા વિના, તિર્યક, અનિયત વગેરે વિશેષણ છે. વિશેષણોની વિપુલતાના કારણે હેતુ સમજવામાં મુશ્કેલ બની જાય છે. આવા હેતુ કાલયાપક હોય છે. સાધ્યની સિદ્ધિમાં વધુ સમય વ્યતીત કરનાર હેતુ 'યાપક' કહેવાય
છે.
(૨) સ્થાપક - સાધ્યને શીધ્ર સ્થાપિત કરનાર હતુ. જે વ્યાપ્તિ લોકમાં પ્રસિદ્ધ હોય. જેમ કે જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં-ત્યાં અગ્નિ હોય. આ વ્યાપ્તિ પ્રસિદ્ધ છે. તેથી "આ પર્વતમાં અગ્નિ છે. ધુમાડો હોવાથી." અહીં ધુમાડો હેતુ. અગ્નિ-સાધ્યને શીધ્ર સિદ્ધ કરે છે.