________________
૪૫૪
શ્રી ઠાણાગ સૂત્ર-૧
થઈ, પોતાના લાભથી સંતુષ્ટ થાય છે, બીજાના લાભનો આસ્વાદ કરતા નથી, ઈચ્છા કરતા નથી, પ્રાર્થના કરતા નથી, અભિલાષા કરતા નથી. તે બીજાના લાભનો આસ્વાદ ન કરતા, ઈચ્છા ન કરતા, પ્રાર્થના ન કરતા, અભિલાષા ન કરતા, મનની સ્થિતિને સ્થિર રાખે છે. તેનું સંયમ જીવન નાશ પામતું નથી. આ બીજી સુખ શય્યા છે.
(૩) ત્રીજી સુખશધ્યાઃ - કોઈ પુરુષ મુંડિત થઈ, ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી, અણગારપણામાં દીક્ષિત થઈ, દૈવી કે માનવીય કામભોગોનો આસ્વાદ કરતા નથી, ઈચ્છા કરતા નથી, પ્રાર્થના કરતા નથી અને અભિલાષા કરતા નથી. તે આસ્વાદ ન કરતા, ઈચ્છા ન કરતા, પ્રાર્થના ન કરતા અને અભિલાષા ન કરતા મનને ડામાડોળ કરતા નથી. તેનું સંયમ જીવન નાશ પામતું નથી. આ ત્રીજી સુખ શય્યા છે. (૪) ચોથી સુખશયા - કોઈ પુરુષ મુંડિત થઈ, ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી, અણગારપણામાં દીક્ષિત થઈ, એવો વિચાર કરે કે અરિહંત ભગવંત હૃષ્ટ–પુષ્ટ, નીરોગ, બળવાન અને ટૂર્તિવાન શરીરવાળા હોવા છતાં કર્મોનો ક્ષય કરવા ઉદાર, કલ્યાણ, વિપુલ, પ્રયત–ઉત્કૃષ્ટ સંયમ સહિત, આદરપૂર્વક, અચિન્ય શક્તિ સહિત, કર્મ ક્ષયના કારણભૂત એવા અનેક પ્રકારના તપ સ્વીકારે છે. તો હું આભ્યપગમિકી અને ઔપક્રમિકી વેદનાને સમ્યક પ્રકારે શા માટે સહન ન કરું? શા માટે ક્ષમા ધારણ ન કરું? અને શા માટે દીનતા રહિત અને વીરતાપૂર્વક વેદના ન સહું?
જો હું આભ્યપગમિકી અને ઔપક્રમિકી વેદનાને સમ્યક પ્રકારે સહન નહીં કરું, ક્ષમા ધારણ નહીં કરું, વેદનામાં દીનતા રહિત થઈ, વીરતાપૂર્વક સ્થિર નહીં રહું તો મારું શું થશે ? મને એકાન્ત રૂપે પાપનો બંધ થશે.
જો હું આભ્યપગમિકી અને ઔપક્રમિકી વેદનાને સમ્યક પ્રકારે સહન કરીશ, ક્ષમા ધારણ કરીશ અને વેદનામાં દીનતા રહિત અને વીરતાપૂર્વક સ્થિર રહીશ તો મારું શું થશે ? એકાન્ત રૂપે મારા કર્મોની નિર્જરા થશે. આ ચોથી સુખ શય્યા છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શ્રદ્ધા સાથે અને સમ્યક્ વિચારણા સાથે સંયમની આરાધના કરનાર સાધક આત્મસુખરૂપ શય્યામાં કઈ રીતે આનંદાનુભૂતિ કરે છે, તે દર્શાવ્યું છે. સુખ શય્યા - દ્રવ્ય, ભાવના ભેદથી સુખ શય્યાના બે ભેદ છે. સુખદાયી પલંગ વગેરે દ્રવ્ય સુખ શય્યા છે અને સુશ્રમણતાના ભાવો ભાવ સુખશય્યા છે. ભાવ સુખ શય્યાના ચાર પ્રકાર છે. (૧) પ્રવચન પર શ્રદ્ધા (૨) પરલાભની અનિચ્છા (૩) કામભોગ પ્રત્યે અનાસક્તિ (૪) સમતાપૂર્વક વેદના સહન કરવી. ળિસંવિણ - નિગ્રંથ પ્રવચનમાં શંકાશીલ રહેવું, શંકા કરવી તે સમ્યક દર્શનનો પ્રથમ દોષ છે અને રહેવું તે પ્રથમ ગુણ છે.