________________
૪૪૦ ]
શ્રી ઠાણાંગ સત્ર-૧
પ્રેરણા, સહવાસ, સંસ્કાર ઉપકાર સંબંધ છે, તે પરસ્પર ધર્માચાર્ય ધર્માન્તવાસી કહેવાય. અન્ય અપેક્ષાએ ધર્માચાર્ય :- જે ધર્મનો ઉપદેશ આપે. પ્રથમવાર ધર્મમાં પ્રેરિત કરે છે. આ અપેક્ષાએ ગૃહસ્થ પણ ધર્માચાર્ય હોઈ શકે અને કોઈ શ્રમણ પણ ધર્માચાર્ય હોઈ શકે.
ધર્માચાર્ય, પ્રવ્રાજનાચાર્ય અને ઉપસ્થાપનાચાર્ય આ ત્રણે અલગ-અલગ વ્યક્તિ પણ હોઈ શકે અને એક જ વ્યક્તિ ધર્માચાર્ય, પ્રવ્રાજનાચાર્ય અને ઉપસ્થાપનાચાર્ય હોઈ શકે. તેમજ ઉદ્દેશનાચાર્ય, વાચનાચાર્ય અને ધર્માચાર્ય પણ એક વ્યક્તિ હોય શકે અને ભિન્ન-ભિન્ન વ્યક્તિ પણ હોઈ શકે. અંતેવાસીપણામાં પણ એક વ્યક્તિ ધર્માન્તવાસી, પ્રવ્રાજનાત્તેવાસી અને ઉપસ્થાપનાન્તવાસી વગેરે સંભવી શકે
ધર્માચાર્ય અને ધર્મ અંતેવાસી સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા કોઈપણ હોઈ શકે છે. જેના દ્વારા વ્યક્તિ પ્રથમ બોધ પામે તે ધર્મગુરુ અને જેને પહેલી વાર ધર્મ મળે તે તેનો ધર્મ અંતેવાસી કહેવાય છે.
આ રીતે અહીં દીક્ષાગુરુ, વિદ્યાગુરુ અને ધર્મગુરુનું તથા દીક્ષા શિષ્ય, વિદ્યા શિષ્ય અને ધર્મ શિષ્યનું કથન છે. આરાધક અને અનારાધક શ્રમણ :४१ चत्तारि णिग्गंथा पण्णत्ता, तं जहा- राइणिए समणे णिग्गंथे महाकम्मे महाकिरिए अणातावी असमिए धम्मस्स अणाराहए भवइ । राइणिए समणे णिग्गंथे अप्पकम्मे अप्पकिरिए आतावी समिए धम्मस्स आराहए भवइ ।
ओमराइणिए समणे णिग्गंथे महाकम्मे महाकिरिए अणातावी असमिए धम्मस्स अणाराहए भवइ। ओमराइणिए समणे णिग्गंथे अप्पकम्मे अप्पकिरिए आतावी समिए धम्मस्स आराहए भवइ । ભાવાર્થ :- ચાર પ્રકારના નિગ્રંથ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ દીર્ઘ દીક્ષાપર્યાયવાળા શ્રમણ નિગ્રંથ મહાકર્મ, મહાક્રિયા, અનાતાપી (અતપસ્વી અથવા અપશ્ચાત્તાપી)અને સમિતિ રહિત હોવાથી ધર્મના અનારાધક હોય છે. (૨) કોઈ દીર્ઘ દીક્ષાપર્યાયવાળા શ્રમણ નિગ્રંથ અલ્પકર્મા, અલ્પક્રિય, આતાપી અને સમિતિવંત હોવાથી ધર્મારાધક હોય છે. (૩) કોઈ અલ્પ દીક્ષાપર્યાયવાળા શ્રમણ નિગ્રંથ મહાકર્મા, મહાક્રિયા, અનાતાપી અને અસમિત(સમિતિ રહિત) હોવાથી ધર્મના અનારાધક હોય છે. (૪) કોઈ અલ્પ દીક્ષાપર્યાયવાળા શ્રમણ નિગ્રંથ અલ્પકર્મી, અલ્પક્રિય, આતાપી(તપસ્વી)અને સમિતિવંત હોવાથી ધર્મના આરાધક હોય છે.
४२ चत्तारि णिग्गंथीओ पण्णत्ताओ, तं जहा- राइणिया समणी णिग्गंथी