________________
| ૩૫૬ ]
શ્રી ઠાણાગ સુત્ર-૧
तणुओ तणुयग्गीवो, तणुयतओ तणुयदंतणहवालो । भीरु तत्थुव्विगो, तासी य भवे मिए णामं ॥ ३ ॥ एएसिं हत्थीणं थोवं थोवं, तु जो अणुहरति हत्थी । रूवेण व सीलेण व, सो संकिण्णोति णायव्वो ॥ ४ ॥ भद्दो मज्जइ सरए, मंदो उण मज्जए वसंतंमि ।
मिओ मज्जइ हेमंते, संकिण्णो सव्वकालंमि ॥ ५ ॥ ભાવાર્થ :- જેના નેત્ર મધની ગોળી જેવા રક્ત–પિંગલ વર્ણના હોય, જે સ્વજાતની કાલ મર્યાદાનુસાર બળાદિથી સંપન્ન થઈ ઉત્પન્ન થયા હોય, જેની પૂંછડી લાંબી હોય, જેનો અગ્રભાગ ઉન્નત હોય, જે ધીર હોય, જેના સર્વાગ સપ્રમાણ અને સુવ્યવસ્થિત હોય, તે ભદ્ર જાતિના હાથી કહેવાય છે. ////
જેની ચામડી શિથિલ, સ્કૂલ અને વિષમ રેખા યુક્ત હોય, જેનું મસ્તક અને પેચક = પૂંછડી મૂલભાગમાં ભૂલ હોય, જેના નખ, દાંત અને વાળ સ્થૂલ હોય, જેના નેત્ર સિંહ જેવા પીત-પિંગલ વર્ણના હોય, તે હાથી મંદ જાતિના કહેવાય છે. //રા
જેનું શરીર, ગ્રીવા, ચર્મ, નખ, દાંત અને વાળ પાતળા હોય, જે ભીરુ, ત્રસ્ત અને ઉદ્વિગ્ન સ્વભાવવાળા હોય તથા જે બીજાને ત્રાસ આપતા હોય, તે હાથી મૃગ જાતિના કહેવાય છે. llll.
- ઉપરોક્ત ભદ્ર, મંદ, મૃગ આ ત્રણે ગુણને જે હાથીએ થોડા-થોડા પ્રમાણમાં ધારણ કર્યા હોય, જે શરીરાકૃતિ અને શીલ સ્વભાવની અપેક્ષાએ સંકીર્ણ હોય, તે હાથી સંકીર્ણ જાતિના કહેવાય છે. Il૪l.
ભદ્ર હાથી શરદ ઋતુમાં મદયુક્ત હોય, મંદહાથી વસન્ત ઋતુમાં મદ યુક્ત હોય, મૃગ હાથી હેમંત ઋતુમાં મદ યુક્ત હોય અને સંકીર્ણ હાથી સર્વ ઋતુમાં મદયુક્ત હોય છે. પણ
વિવેચન :
પ્રસ્તુત છ સૂત્રોમાં આઠ ચૌભંગીઓ દ્વારા હાથીના દાંતથી પુરુષનું વર્ણન છે. જેમાં ભદ્ર, મંદ, મૃગ અને સંકીર્ણ, આ પ્રત્યેક પદના આધારે એક–એક ચૌભંગી, આ રીતે કુલ ચાર ચૌભંગી છે. તે ચૌભંગીનું તાત્પર્ય આ પ્રમાણે છે– (૧) કોઈ હાથી કે પુરુષ આકૃતિથી ભદ્ર (પ્રશસ્ત)હોય અને ભદ્ર મનવાળા (ધીરત્વ વગેરે ગુણ યુક્ત) હોય. (૨) કોઈ આકૃતિથી ભદ્ર અને મંદ મનવાળા હોય. (૩) કોઈ આકૃતિથી ભદ્ર હોય અને મૃગની જેમ ભીરુ હોય. (૪) કોઈ જાતિ–આકૃતિથી ભદ્ર હોય અને શીલાદિથી સંકીર્ણ મનવાળા હોય. આ જ પ્રમાણે જાતિથી મંદ અને ભદ્ર મનવાળા વગેરે શેષ ચૌભંગી સમજવી.
ગાથાઓમાં ભદ્ર, મંદ વગેરે હાથીના લક્ષણ શરીરની પ્રમુખતાએ દર્શાવ્યા છે. તે સૂત્રથી સ્પષ્ટ છે. ગુણની અપેક્ષાએ વ્યાખ્યાકારે ભદ્ર વગેરેના લક્ષણ આ પ્રમાણે કહ્યા છે–