________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
ભાવાર્થ :- ચાર પ્રકારના બળદ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે— કોઈ બળથી સંપન્ન હોય પણ રૂપથી અસંપન્ન હોય વગેરે ચાર–ચાર ભંગ બળદ અને પુરુષના સમજવા.
વિવેચન :
પ્રસ્તુત સાત સૂત્રોમાં વૃષભ-બળદની જાતિ, કુળના દષ્ટાંતે મનુષ્યની જાતિ વગેરેનું કથન છે. જાતિ ઃ— જે વ્યક્તિ વિશુદ્ધ માતૃવંશની હોય અર્થાત્ માતૃપક્ષ તથા માતા ગુણસંપન્ન હોય તે વ્યક્તિ જાતિ સંપન્ન કહેવાય.
૩૫૪
કુળ :– જે વ્યક્તિ વિશુદ્ધ પિતૃવંશની હોય અર્થાત્ પિતૃપક્ષ તથા પિતા ગુણસંપન્ન હોય તે વ્યક્તિ કુળ સંપન્ન કહેવાય.
બળ :– શારીરિક શક્તિ, ખડતલ શરીરવાળી વ્યક્તિ બળસંપન્ન કહેવાય.
રૂપ :– સૌંદર્યવાન, શોભાયુક્ત શરીરવાળા રૂપસંપન્ન કહેવાય.
સંયોગી ચૌભંગીઓ ! :– જાતિ, કુળ, બળ, રૂપ આ ચાર પદની દ્વિકસંયોગી છ ચૌભંગી થાય છે. (૧) જાતિ—કુળ (૨) જાતિ—બળ (૩) જાતિ–રૂપ (૪) કુળ–બળ (પ) કુળ–રૂપ (૬) બળ–રૂપ.
આ સૂત્રોમાં છ બળદની અને છ પુરુષની કુલ બાર ચૌભંગીનું કથન છે.
હાથી અને પુરુષની ચૌભંગીઓ :
૨૬ ચત્તાર હથી પળત્તા, તં નહા- મદ્દે, મળે, મિ, જિન્ગે । Üામેવ પત્તાન્ત પુરિસનાયા પળત્તા, તેં નહીં- મદ્દે, મળે, મિ, સંન્તેિ ।
ભાવાર્થ :- ચાર પ્રકારના હાથી કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) ભદ્ર (૨) મંદ (૩) મૃગ (૪) સંકીર્ણ. તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) ભદ્ર (૨) મંદ (૩) મૃગ (૪) સંકીર્ણ.
१६ चत्तारि हत्थी पण्णत्ता, तं जहा- भद्दे णाममेगे भद्दमणे, भद्दे णाममेगे मंदमणे, भद्दे णाममेगे मियमणे, भद्दे णाममेगे संकिण्णमणे ।
एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा - भद्दे णाममेगे भद्दमणे, भद्दे णाममेगे मंदमणे भद्दे णाममेगे मियमणे, भद्दे णाममेगे संकिण्णमणे ।
ભાવાર્થ :- ચાર પ્રકારના હાથી અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે— (૧) કોઈ ભદ્ર હોય અને ભદ્ર મનવાળા હોય, (૨) કોઈ ભદ્ર હોય પરંતુ મંદ મનવાળા હોય, (૩) કોઈ ભદ્ર