________________
છે. એટલે આ શાસ્ત્રમાં રોગોત્પત્તિના, જીવનને લગતા સામાન્ય કેન્દ્રબિંદુઓનો ઉલ્લેખ કરી, મનુષ્ય મનને જાગૃત કરવામાં આવ્યું છે. ‘ઠાણાંગ સૂત્ર'માં આ રીતની નીતિગત અનેકાનેક સૂચનાઓ છે. જેનું વિદ્વાન મહાસતીજીઓએ આ શાસ્ત્રમાં વિવેચન આપી, શાસ્ત્રનું હૃદય ઉદ્ઘાટિત કર્યું છે. જેથી અહીં એક જ ઉદાહરણ મૂકયું છે.
ઠાણાંગશાસ્ત્ર કેવળ નીતિગત સિદ્ધાંતોની જ વ્યાખ્યા કરતું હોય તેમ નથી પરંતુ તેમાં ઐતિહાસિકભાવો, ભૌગોલિક પરિસ્થિતિ, રાજનૈતિક ખટપટ, કલાશાસ્ત્ર શિલ્પશાસ્ત્ર, સાહિત્યિક ભાવો, જ્યોતિષના પશ્નો, ગ્રહગણિત, નક્ષત્રોના પ્રભાવ, આમ જુઓ તો સેકડો સૂત્રોનું વિવેચન કર્યા વિના, બિંદુઓ તરીકે લપેટી લેવામાં આવ્યા છે અને ગતિમાન વિશ્વચક્રને સમજવા માટેના માર્ગો ખુલ્લા કર્યા છે. વિવિધ વિષયોથી ભરપૂર આખું શાસ્ત્ર અંતે તો ધાર્મિક અને આધ્યાત્મિક શાસ્ત્ર છે. જેથી ઠેકઠેકાણે “ઠાણાઓમાં વિષય કષાયના વિચ્છેદની વાતો કરી, સંયમ નિયમની સ્થાપના કરી, તપશ્ચર્યાની પ્રભુતાને પ્રગટ કરી છે. જૈન સિદ્ધાંતનું જે લક્ષ્ય મોક્ષ છે તે મોક્ષ રૂપી મહાસમુદ્ર ઘણી બધી નદીઓના જળ વહેતાં હોય તેવું કાણાંગ સૂત્રમાં જોઇ શકાય છે. સંસાર ચિત્રનું પ્રાગટ્ય કરી, ગાંઠે ગાંઠ ખોલી નાખવામાં આવી છે અને જરાપણ ઉતાવળ કર્યા વિના ઘણા જ જન્માંતરોમાં પણ સાધના સિદ્ધ થાય અને છેવટે જીવ મોક્ષગામી બને તે અભિધેય ઠાણાંગ સૂત્રમાં પરોક્ષ રીતે જોઇ શકાય છે.
હાલ વર્તમાનમાં ગોંડલ સંપ્રદાયના, પ્રાણપરિવારના પ્રબુદ્ધ મહાસતીજીઓએ આગમ પ્રકાશનનો ભગિરથ ગિરિવહનનો ભાર ઉપાડ્યો છે તે ઊંડી દાદ માંગી લે છે. એટલું જ નહીં પરંતુ આ વિષમકાળમાં સાધ્વીજીઓ આગમના તલસ્પર્શ ભાવોને પ્રગટ કરવા માટે એકત્ર થઇ, જ્ઞાન યજ્ઞનો આરંભ કરશે, તે વાત કલ્પનામાં પણ ન હતી. છતાં કલ્પનાથી પણ અધિક સુંદર વાસ્તવિક વૃક્ષ કૂલ્ય, ફળ્યું છે, તે અતિ હર્ષનો વિષય છે. બીજા કોઇ તો પોતાની સ્થિતિ જાણતા હશે પરંતુ અમે અમારી સ્થિતિ કહીએ છીએ કે ઉદ્ભૂત થયેલો આ હર્ષ પ્રવાહ અમારા હૃદયમાં સમાય તેમ નથી, કારણ કે મૂળમાં અમે આગમપ્રેમી છીએ અને અમારા આગમ પ્રેમને અનુરૂપ આ આગમ પ્રકાશનનું ભગીરથ કાર્ય અહોભાવ પ્રગટ કરે છે અને લાખ લાખ અભિનંદનના પાત્ર બનવા માટે આપની યોગ્યતાને પ્રદર્શિત કરે છે.
આર્યાવંદ ! આજના આધુનિક યુગમાં જ્યાં સાધુ સાધ્વીઓ સાધારણ સાહિત્યનો
30 )