________________
લેવામાં આવ્યા અને આ મહાન શાસ્ત્ર વીતરાગવાણીની ઝલક જેવુંઠાણાંગ સૂત્રરૂપે પ્રસિદ્ધમાં, આવ્યું હોય; આ અમારી કલ્પના એક રૂપકની દ્રષ્ટિએ છે. ખરેખર તો પરંપરામાં જે અંગસૂત્રો આદિકાળથી ચાલ્યા આવે છે તેમાં ‘ટાણાંગ સૂત્ર” ની રચનામાં આ જ પદ્ધતિ અપનાવવામાં આવી હોય.
ઐતિહાસિક દ્રષ્ટિએ જોતાં મૂળ શાસ્ત્રોના નામ યથાવત ચાલ્યા આવતાં હોય અને તેમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના ભાવોને સંકલિત – સંપાદિત કરી લેવાતાં હોય, કારણ કે આ સૂત્રના બધાં ઠાણાઓમાં જુદા જુદા દેશકાળની પરિસ્થિતિનું અને ઘટનાઓનું સ્પષ્ટ પ્રતિબિંબ જોઇ શકાય છે, જેમ કે – ભગવાન મહાવીરના નવ ગણોનું નવમે ઠાણે વર્ણન છે. જ્યારે સનાતન શાસ્ત્રમાં આવું સંભવિત નથી. અસ્તુ. અહીં એટલું જ કહેવાનું છે કે ઠાણાંગસૂત્રની એક રસમય લક્ષણ પધ્ધતિ છે.
હવે આપણે કેટલાંક ઠાણાઓનું એ રીતે ઉદાહરણ મૂકીશું કે જેમાં ફક્ત તર્કની વિશેષતા ન હોય પરંતુ વ્યવહારિક દ્દષ્ટિને અપનાવી સામાન્ય નીતિગત ઉપદેશ અપાયો હોય અને જે અનિષ્ટ તત્ત્વ છે તેના કેન્દ્રબિંદુઓ પર પ્રકાશ પાડયો હોય. દા.ત. નવમે ટાણે રોગ ઉત્પત્તિનાં નવ કારણો પ્રદર્શિત કર્યા છે અને ખરેખર આ કારણો સમાજશાસ્ત્રોનું નિર્દેશન કરતું બહુ જ જરૂરી અભિધેય છે. ક્રમશઃ નવ કારણો આ પ્રમાણે છે. નવરંડાર્દિ પુષ્પત્તિ સિયા, તંદા, આટલું કહીને (૧) અતિભોજન (૨) અહિતકારી ભોજન (૩) અતિનિદ્રા (૪) અતિજાગરણ (૫) મહાશંકાનો નિરોધ (૬) લઘુશંકાનો નિરોધ (૭) વિષમ માર્ગમાં જવું (૮) ભોજનની પ્રતિકૂળતા (૯) પદાર્થના ગુણધર્મ બદલાઇ ગયા હોય અથવા પ્રકુપિત થયા હોય, અતિ પ્રસરણ પામેલા હોય તેવા પદાર્થોનો ઉપયોગ કરવો. આ નવે કારણે સમજવા જરૂરી છે અને આચરણમાં લાવવા પણ જરૂરી છે. શરીરના રોગો જીવનના અને સમાજના મોટા દુશ્મનો છે. અહીં આ નવ ઠાણાથી અથવા તેના બોધથી ઇશારો મળે છે કે ગમે તેવા અશુભ કર્મો હોય છતાં પણ જીવે સાચો પુરુષાર્થ છોડવાનો નથી. જો રોગનું મુખ્ય કારણ અશુભ કર્મ છે. તો પછી આ નવ સૂચનાઓની શી જરૂર છે ?હા, જૈન શાસ્ત્ર અશુભકર્મો સામે ઝઝૂમવાના માર્ગનું પણ પ્રરૂપણ કરે છે અને સાધના ક્ષેત્રમાં પણ સામાન્ય નીતિ નિયમોના પાલનની જરૂર છે. જો નીતિ નિયમને છોડી ઉપર લખ્યા તેવા કેન્દ્રબિંદુઓનું (રોગોત્પત્તિના સ્થાનોનું) અનુસરણ કરે તો અશુભ કર્મોની ઉદીરણા થાય
. NC 29 ON :--