________________
સ્થાન-૪
_
| ૨૮૭]
ચોથું સ્થાન | « પરિચય
જે
પ્રસ્તુત સ્થાનમાં ચાર સંખ્યાથી સંબદ્ધ વિષય સંકલિત છે. આ સ્થાનમાં ચાર ઉદ્દેશક છે. આ વર્ગીકરણમાં તાત્ત્વિક, ભૌગોલિક, મનોવૈજ્ઞાનિક, પ્રાકૃતિક વગેરે વિષયોની અનેક ચતુર્ભગીઓ જોવા મળે છે. તેમાં વૃક્ષ, ફળ, વસ્ત્ર વગેરે વ્યાવહારિક વસ્તુઓના માધ્યમથી મનુષ્યની મનોદશાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જેમ કે કેટલાક વૃક્ષ મૂળ પાસે સીધા હોય પણ ઉપરના ભાગમાં વક્ર હોય છે, તો કેટલાક વૃક્ષ નીચે મૂળ પાસેથી ઉપર સુધી સીધા જ હોય, કેટલાક વૃક્ષ મૂળથી ઉપર સુધી વક્ર જ હોય, તો કેટલાક મૂળ પાસે વાંકા હોય પણ ઉપર સીધા હોય છે.
વ્યક્તિઓનો સ્વભાવ પણ તેવો જ હોય છે. કેટલીક વ્યક્તિ મનથી સરળ હોય છે અને વ્યવહારથી પણ સરળ હોય છે. કેટલીક વ્યક્તિ સરળહૃદય હોવા છતાં વ્યવહાર કટિલ હોય છે. કેટલીક વ્યક્તિ મનથી સરળ ન હોય પણ સરળ હોવાનો દેખાવ રાખે, તો કેટલીક વ્યક્તિ અંતરથી કુટિલ હોય છે અને વ્યવહાર પણ કુટિલ જ હોય. | વિચારોની તરતમતા અને પારસ્પરિક વ્યવહારના કારણે બધાની મનઃસ્થિતિ પ્રત્યેક સમયે સમાન હોતી નથી. પ્રથમ પરિચય સમયે સરસ લાગતી વ્યક્તિ પરિચય વધતા નીરસ દેખાય છે. કેટલાક મનુષ્ય પ્રથમ પરિચય સમયે સરસ ન લાગતા હોય પરંતુ સહવાસ વધતા તે સરસ લાગે. કેટલાક મનુષ્ય પરિચયના પ્રારંભથી અંત સુધી સરસ જ હોય તો કેટલાક મનુષ્ય પરિચયના પ્રારંભથી અંત સુધી નીરસ રહે, સરસ થાય જ નહીં.
મનુષ્યની વય સાથે યોગ્યતા કે સ્વભાવને સંબંધ નથી. તે નિરૂપણ આ સ્થાનમાં છે. કેટલાક અલ્પવય હોવા છતાં શાંત હોય છે તો કેટલાક વયસ્ક હોવા છતાં શાંત ન હોય, તો કેટલાક અવસ્થાના પરિપાકથી શાંત થઈ જાય છે.
આ સ્થાનમાં સુત્રકારે પ્રસંગવશ કેટલીક કથાઓનો નિર્દેશ કર્યો છે. અંતક્રિયાના સુત્રમાં ભરત ચક્રવર્તી, ગજસુકુમાર, સનકુમાર ચક્રવર્તી, મરુદેવા; આ ચાર કથાનો નિર્દેશ છે.
વૃત્તિકારે અનેક સ્થળે કથાઓની યોજના કરી છે. સૂત્રમાં ચાર પ્રકારના પુત્ર બતાવ્યા છે– (૧) પિતાથી અધિક (૨) પિતાની સમાન (૩) પિતાથી હીન (૪) કુળ માટે અંગાર સમ. તેના દષ્ટાંત આ પ્રમાણે આપ્યા છે– (૧) ઋષભદેવ જેવા પુત્ર પિતૃદત્ત સંપત્તિને વધારે છે. (૨) મહાયશ જેવા પુત્ર પિતૃદત્ત સંપત્તિને યથાવત્ રાખે છે. (૩) આદિત્યયશ જેવા પુત્ર પિતાથી હીન સંપતિવાળા છે. (૪)