________________
| સ્થાન–૩: ઉદ્દેશક-૪ .
[ ૨૮૫ |
વિમાન પ્રતટ (૨) ઉપરિમ-મધ્યમ ગ્રેવેયક વિમાનપ્રસ્તટ (૩) ઉપરિમ–ઉપરિમ ગ્રેવેયક વિમાન પ્રસ્તટ.
વિવેચન :
પુરુષાકાર લોકમાં ગ્રીવાના ભાગે જે વિમાન છે તે રૈવેયક કહેવાય છે. તે વિમાનોમાં ત્રણ ત્રણ વિમાનની એક ત્રિક, એવી ત્રણ ત્રિક ઉપરાઉપર રહેલી છે. ત્રણે મળીને કુલ નવ રૈવેયક વિમાન થાય છે. પ્રસ્તુત સૂત્રોમાં ત્રણ ત્રિકના ક્રમશઃ નામ પ્રદર્શિત કર્યા છે.
પત્થડે:- પ્રસ્તટ. અહીં દરેક રૈવેયકના નામ સાથે પ્રસ્તટ શબ્દ જોડેલો છે. તેનું તાત્પર્ય એ છે કે તે દરેક વિમાનના પ્રસ્તટ–પ્રતર જુદા જુદા છે. તેથી નવ રૈવેયકના નવ પ્રતર છે. તેમાં પણ ત્રણ-ત્રણ પ્રતર નજીક છે. તેથી ત્રણ ત્રિક કહેવાય છે. નવે પ્રતર અને ત્રણે ત્રિકમાં વિમાન સંખ્યા જુદી જુદી છે. શાસ્ત્રમાં પ્રત્યેક ત્રિકની વિમાન સંખ્યા બતાવી છે, તે ક્રમશઃ ૧૧૧, ૧૦૭, ૧૦૦ છે. તે સર્વ મળી ૩૧૮ વિમાન છે.
પાપકર્મ સંચય આદિની ત્રણ અવસ્થાઓ :८१ जीवाणं तिट्ठाणणिव्वत्तिए पोग्गले पावकम्मत्ताए चिणिंसु वा चिणंति वा चिणिस्संति वा, तं जहा- इत्थिणिव्वत्तिए, पुरिसणिव्वत्तिए, णपुंसगणिव्वत्तिए । एवं उवचिण-बंध उदीर-वेद तह णिज्जरा चेव । ભાવાર્થ :- જીવે ત્રણ સ્થાન નિવર્તિત (ઉપાર્જિત)મુગલોનો કર્મરૂપે સંચય કર્યો છે, કરે છે અને સંચય કરશે, તે આ પ્રમાણે છે– (૧) સ્ત્રી નિવર્તિત (સ્ત્રી વેદ પણે ઉપાર્જિત)મુગલોનો કર્મ રૂપે સંચય (૨) પુરુષનિવર્તિત(પુરુષ વેદ પણે ઉપાર્જિત)મુગલોનો કર્મ રૂપે સંચય (૩) નપુંસક નિવર્તિત(નપુંસકવેદપણે ઉપાર્જિત)મુગલોનો કર્મ રૂપે સંચય.
આ રીતે જીવે ત્રિસ્થાન નિવર્તિત પુદ્ગલોનો કર્મ રૂપે ઉપચય, બંધ, ઉદીરણા, વેદન તથા નિર્જરા કરી છે, કરે છે અને કરશે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પાપકર્મ રૂપે ઉપાર્જિત કર્મના સંચયાદિનું વિવરણ છે.
ત્રીજા સ્થાનના કારણે સંસારના સમસ્ત જીવોના અહીં ત્રણ પ્રકાર ગ્રહણ કર્યા છે. સંસારી જીવે સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદમાં રહી પાપકર્મોનો સંચયાદિ કર્યો હતો, કરે છે અને કરશે. ત્રિપ્રદેશી વગેરે પુદ્ગલોની અનંતતા - ८२ तिपएसिया खंधा अणंता पण्णत्ता । एवं जाव तिगुणलुक्खा पोग्गला