________________
[
s ]
શ્રી ઠાણાંગ સત્ર-૧
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પ્રત્યનીક–પ્રતિકૂળ આચરણ કરનાર વ્યક્તિઓનું પાંચ વર્ગીકરણમાં કથન છે. (૧) ગરુપ્રત્યેનીક :- પ્રથમ વર્ગીકરણ તત્ત્વ ઉપદેણ અથવા જ્યેષ્ઠની અપેક્ષાએ ગુરુ પ્રત્યેનીકનું છે.આચાર્ય, ઉપાધ્યાય તત્વ ઉપદેષ્ટા હોય છે. દીક્ષા અને શિક્ષા દેનારા હોવાથી ગુરુ છે. સ્થવિર તત્ત્વ ઉપદેષ્ટા પણ હોય શકે અથવા ઉંમર, જ્ઞાન વગેરેથી મોટા પણ હોય શકે. વયોવૃદ્ધ, તપોવૃદ્ધ, જ્ઞાનગરિમાની અપેક્ષાએ ગુરુતુલ્ય છે. જે વ્યક્તિ તેઓનો યથોચિત વિનય ન કરે, અવર્ણવાદ બોલે, છિદ્રાન્વેષણ રૂપે પ્રતિકૂળ વ્યવહાર કરે, તે ગુરુપ્રત્યેનીક છે. ગતિ પ્રત્યેનીક - બીજું વર્ગીકરણ જીવનપર્યાયની અપેક્ષાએ ગતિ પ્રત્યેનીક'નું છે. ઈહલોક-પરલોકના બે અર્થ થાય છે– (૧) ઈહલોક એટલે વર્તમાન જીવન (૨) આ મનુષ્ય જીવન. પરલોક એટલે (૧) આગામી જીવન (૨) તિર્યંચાદિ જીવન. (૧) રૂદનોન ળિ:- જે મનુષ્ય વર્તમાન જીવનથી પ્રતિકૂળ વ્યવહાર કરે, અજ્ઞાનપૂર્ણ તપથી શરીરને પીડિત કરે, મનુષ્યજાતિ પ્રતિ નિર્દય વ્યવહાર કરે તે ઈહલોક પ્રત્યેનીક છે. (૨) પરનો પરિઘ :- જે મનુષ્ય ઈન્દ્રિયના વિષયોમાં આસક્ત હોય, જ્ઞાન વગેરે લોકોત્તર ગુણો પ્રતિ ઉપદ્રવપૂર્ણ વ્યવહાર કરે, પશુપક્ષી પ્રતિ નિર્દય વ્યવહાર કરે તે પરલોક પ્રત્યેનીક છે. (૨) સમયનો પડિrs :- જે મનુષ્ય ચોરી આદિ દુષ્કૃત્યો દ્વારા બંને લોકને બગાડે, મનુષ્ય અને તિર્યંચ બંને જાતિ પ્રતિ નિર્દય વ્યવહાર કરે તે ઊભયલોક પ્રત્યેનીક છે.
સમૂહ પ્રત્યેનીક :- ત્રીજું વર્ગીકરણ સમૂહ અપેક્ષાએ છે. કુળ, ગણ, સંઘ, અનેક વ્યક્તિઓના સમૂહ રૂપ છે. કુળથી ગણ અને ગણથી સંઘ મોટો છે. એક ગુરુની શિષ્ય પરંપરાને કુળ કહે છે. પરસ્પર સાપેક્ષ કુળના સમુદાયને ગણ કહે છે. સંયમની સાધના કરનાર સર્વ સાધુ સમુદાયને સંઘ કહે છે. કુલ, ગણ અથવા સંઘના અવર્ણવાદ બોલે અને તેને વિઘટિત કરવાનો પ્રયત્ન કરે, તે કુળાદિનો પ્રત્યેનીક કહેવાય છે. અન પાપત્યનીક - ચોથું વર્ગીકરણ અનુકંપનીય વ્યક્તિની અપેક્ષાએ છે. મા ખમણ આદિ પ્રખર તપસ્યા કરનાર તપસ્વી, ગ્લાન-રોગાદિથી પીડિત સાધુ, શૈક્ષ-નવદીક્ષિત સાધુ; આ ત્રણે અનુકમ્પાને પાત્ર છે. તેઓ ઉપર જે અનુકમ્પા ન કરે, તેઓની સેવા-સુશ્રુષા ન કરે, તેઓ સાથે પ્રતિકૂલ આચરણ કરે, તે તેઓનો પ્રત્યેનીક કહેવાય છે. ભાવ પ્રત્યેનીક - પાંચમું વર્ગીકરણ કર્મક્ષય જનિત પર્યાયની અપેક્ષાએ છે. જે વ્યક્તિ જ્ઞાનને સમસ્યાનું મૂળ અને અજ્ઞાનને સુખશાંતિનું કારણ માને છે, તે જ્ઞાન પ્રત્યેનીક છે. તે જ રીતે દર્શન, ચારિત્રને વ્યર્થ કહે, તેની વિપરીત પ્રરૂપણા કરે, તે ભાવપ્રત્યેનીક છે. શ્રત પ્રત્યેનીક - છઠું વર્ગીકરણ શાસ્ત્રોની અપેક્ષાએ છે. મૂળપાઠ, અર્થ અને ઉભયનું યથાર્થ ઉચ્ચારણ