________________
| ૨૫દ |
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
ભાવાર્થ :-ત્રણ કારણે કેવકલ્પા–સંપૂર્ણ પૃથ્વી ચલિત થાય છે, તે આ પ્રમાણે છે– (૧) આ રત્નપ્રભા પૃથ્વીના અધોભાગમાં ઘનવાત ક્ષભિત થાય. ઘનવાત ક્ષભિત થવાથી ઘનોદધિ કુંભિત થાય અને ક્ષભિત થયેલો તે ઘનોદધિ સંપૂર્ણ પૃથ્વીને ચલાયમાન કરે છે. (૨) કોઈ મહદ્ધિક યાવત્ મહાસુખી દેવ તથારૂપના શ્રમણ-માહણને પોતાની ઋદ્ધિ, ધુતિ, યશ, બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ બતાવતાં સંપૂર્ણ પૃથ્વીને ચલાયમાન કરે છે. (૩) દેવો તથા અસુરોનો પરસ્પર સંગ્રામ થવાથી સંપૂર્ણ પૃથ્વી ચલિત થાય છે. આ ત્રણ કારણે સંપૂર્ણ પૃથ્વી ચલિત થાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ભૂકંપ સંબંધી વર્ણન છે. તેમાં આંશિક ભૂકંપ અને સર્વવ્યાપી ભૂકંપ એમ બે વિભાગ પાડીને ત્રણ-ત્રણ કારણ દર્શાવ્યા છે. દેશકપના ત્રણ કારણ :- (૧) ૩૨ાતા પુના શિવાળા = પૃથ્વીની અંદર જ્યારે વિશ્રસા પરિણત બાદર પુદ્ગલો fપવાના = ખરે એટલે વિનષ્ટ થાય; ઠોસ પૃથ્વીમાં રહેલા પુદ્ગલો વિનાશને પામતાં પૃથ્વીમાં ચલ વિચલતા થાય, તેથી તે ક્ષેત્રવર્તી એકદેશીય ભૂમિમાં કંપન થાય ત્યારે પૃથ્વી પર રહેનાર લોકોને ભૂકંપનો આભાસ થાય. આ રીતે પ્રથમ પ્રકારે પુરત નિપત = બાદર પુદ્ગલો વિનષ્ટ થતાં દેશ ભૂમિકંપ થાય છે. (૨) મહોરગ નામનો વ્યંતરદેવ જ્યારે રત્નપ્રભા પૃથ્વીના અધોભાગમાં નીચેથી ઉપર અને ઉપરથી નીચે કૂદાકૂદ મચાવે ત્યારે પૃથ્વીનો એક દેશ કંપાયમાન થાય છે. અહીં વ્યંતરદેવોની આઠ જાતિમાંથી એક જાતિના દેવનો નામ નિર્દેશ છે તેથી સર્વ જાતિના વ્યંતર દેવ સમજી લેવા. (૩) ત્રીજા કારણમાં નાગકુમાર અને સુવર્ણકુમાર આ બે ભવનપતિદેવોના નામનો નિર્દેશછે તેથી ભવનપતિ જાતિના નવનિકાય દેવોને સમજી લેવા જોઈએ. તે દેવો પરિગ્રહ સંજ્ઞા આદિ કોઈપણ કારણે પરસ્પરમાં સંગ્રામ કરે ત્યારે તે દેવોના ભૂમિ પર પ્રહાર થતાં ભૂમિનો એક દેશ કંપાયમાન થાય છે. તે દેવોનું રહેવાનું સ્થાન અને સંગ્રામનું સ્થાન આ રત્નપ્રભા પૃથ્વી જ છે. તેથી તે દેવોના નિમિત્તે આ પૃથ્વીમાં દેશ ભૂકંપ થાય છે. સર્વકંપના ત્રણ કારણ - સંપૂર્ણ પૃથ્વીમાં જ્યારે ચલ વિચલતા થાય, સર્વ ક્ષેત્રવ્યાપી ભૂકંપ થાય અર્થાત્ આખા વિશ્વમાં એકી સાથે ભૂકંપ થાય, તેને સર્વકંપ કહે છે. તેના ત્રણ કારણો ભાવાર્થથી સ્પષ્ટ છે. મહોરણ:- પાઠમાં આ પદ સાથે 'દેવ' પદ જોડાયેલ નથી તે કારણે આ શબ્દના ત્રણ અર્થ થાય છે– (૧) મહોરગ જાતિનો વ્યંતર દેવ (૨) અસાલિયાની જેમ ભૂમિની અંદર થનાર વિશાળકાય ઉરપરિસર્પ (૩) અઢીદ્વીપની બહાર થનાર 'મહોરગ' નામનો ઉરપરિસર્પ. નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિજીએ મહોરો વ્યતર વિશેષ આ પ્રકારે એકજ અર્થ કર્યો છે તેમજ તે પછીના દરેક વ્યાખ્યાકારોએ તેનું જ અનુસરણ કરીને અર્થ કર્યો છે. ૩મૂજ ળિયે :- ઉમજ્જન નિમજ્જન ક્રિયા જો પાણીમાં હોય તો ડૂબકી લગાવવાનો અર્થ થાય, પૃથ્વીમાં હોય તો શરીરને ફેરવવાનો અર્થ થાય અને આકાશમાં હોય તો કૂદવાનો–ઉછળવાનો અર્થ થાય છે. પંડિતરત્ન શતાવધાની શ્રી રતનચંદજી મ.સા. દ્વારા સંપાદિત અર્ધમાગધી કોશમાં ૩Hશ્વ