________________
[ ૨૩૬ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
થાય, પ્રમાણિત થાય છે. જેમ કે ધૂમાડાને જોઈ અગ્નિનો નિશ્ચય થાય તે. (૩) વર્તમાન અને ભાવી જીવન આધારિત વર્ગીકરણ -મનુષ્યના કેટલાક નિર્ણય વર્તમાન જીવનની દષ્ટિએ હોય, તો કેટલાક ભાવી જીવનની દૃષ્ટિએ અને કેટલાક નિર્ણય બંને દૃષ્ટિએ હોય છે. (૪) વિચારધારા અને શાસ્ત્ર આધારિત વર્ગીકરણઃ- (૧) લૌકિક વ્યવસાય- ધર્મશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને કામશાસ્ત્રના આધારે ધર્મ, અર્થ અને કામ સંબંધી ઉચિતતા–અનુચિતતાનો નિશ્ચય. આ વિચારધારાને દર્શનશાસ્ત્ર સાથે કોઈ સંબંધ હોતો નથી પરંતુ તેનો સંબંધ લોકમત સાથે હોય છે.
(૨) વૈદિક વ્યવસાય- સ્વેદ, યજુર્વેદ અને સામવેદ આશ્રિત વ્યવહાર(અનુષ્ઠાન). અહીં વ્યવસાયના નિમિત્ત ભૂત ગ્રંથોને જ વ્યવસાય-પ્રમાણભૂત કહ્યા છે. (૩) સામયિક વ્યવસાય- સાંખ્ય અથવા જૈનશ્રમણ પરંપરાના જ્ઞાન, દર્શન, ચારિત્ર સંબંધિત અનુષ્ઠાન.
તે ત્રણેના પુનઃ ત્રણ-ત્રણ ભેદ છે. તે લૌકિક વ્યવસાયાદિની વ્યાખ્યાથી સ્પષ્ટ થઈ જાય છે. પ્રયોજન સિદ્ધિના ત્રણ ઉપાય :५१ तिविहा अत्थजोणी पण्णत्ता, तं जहा- सामे, दंडे, भेदे । ભાવાર્થ :- પ્રયોજન સિદ્ધિ ત્રણ પ્રકારે થાય છે, તે આ પ્રમાણે છે– (૧) સામ (૨) દંડ (૩) ભેદ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સામ, દંડ, ભેદ આ ત્રણ પ્રકારની નીતિ(આચરણ) દ્વારા પ્રયોજન સિદ્ધિ (ધારેલા કાર્યની સિદ્ધિ) નિર્દિષ્ટ છે. અત્થગોળ :- અર્થયોનિ. અર્થ = પ્રયોજન અને યોનિ = ઉત્પત્તિ, સિદ્ધિ. રાજ્યલક્ષ્મી આદિની પ્રાપ્તિ અથવા ધારેલા કાર્યની સિદ્ધિ માટેના ઉપાયભૂત કારણોને અર્થયોનિ કહે છે. રાજનીતિ પ્રમાણે તેના ચાર પ્રકાર છે– સામ, દામ, દંડ અને ભેદ. આ સૂત્રમાં ત્રીજા સ્થાનને કારણે દામને છોડી શેષ ત્રણ ઉપાયનું પ્રતિપાદન છે. દામનો સમાવેશ દંડમાં થઈ જાય છે.
(૧) સામ:- પ્રિયવચન દ્વારા સામેની વ્યક્તિને અનુકૂળ બનાવી કાર્ય સિદ્ધ કરવું. તેના પાંચ પ્રકાર છેપરસ્પરના ઉપકારનું દર્શન, ગુણકીર્તન, સંબંધનું કથન, ભવિષ્યના સ્વપ્નનું પ્રદર્શન અને અર્પણતા પ્રદર્શિત કરવી. (૨) દંડ - વધ, કલેશ અને બળજબરી; આ ત્રણ પ્રકારે પોતાનું પ્રયોજન સિદ્ધ કરવું. (૩) ભેદ –માણસોમાં કે રાજ્ય વગેરેમાં ભેદ પાડી પોતાનું ધારેલું કાર્ય પૂર્ણ કરવું. તેના ત્રણ પ્રકાર છે