________________
| સ્થાન-૨: ઉદ્દેશક-૩
[ ૧૧૩ |
५६ दो रोहियाओ जावदो रुप्पकूलाओ, दो गाहवईओ, दो दहवईओ, दो, पंकवईओ, दो तत्तजलाओ, दो मत्तजलाओ, दो उम्मत्तजलाओ, दो खीरोयाओ, दो सीहसोयाओ, दो अंतोवाहिणीओ, दो उम्मिमालिणीओ, दो फेणमालिणीओ, दो गंभीरमालिणीओ। ભાવાર્થ :- ધાતકીખંડ દ્વીપમાં (૧) બે રોહિતા યાવત [(૨) બે હરિકાન્તા (૩) બે હરિત (૪) બે સીતોદા (૫) બે સીતા (૬) બે નારીકાંતા (૭) બે નરકાંતા] (૮) બે રુપ્યકુલા (૯) બે ગ્રાહવતી (૧૦) બે કહવતી (૧૧) બે પકવતી (૧૨) બે તખુજલા (૧૩) બે મત્તલા (૧૪) બે ઉન્મત્તજલા (૧૫) બે ક્ષીરોદા (૧૬) બે સિંહસ્રોતા (૧૭) બે અંતવાહિની (૧૮) બે ઉર્મિમાલિની (૧૯) બે ફેનમાલિની (૨૦) બે ગશ્મીરમાલિની નદીઓ કહી છે. (આ આઠ મહા નદીઓનું અને બાર મહાવિદેહ ક્ષેત્રવર્તી આંતર નદીઓનું કથન છે.)
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ધાતકીખંડ દીપના ક્ષેત્રવિભાગ, પર્વત, નદી, દ્રહ, કૂટ આદિનું વર્ણન છે. આ દ્વીપ ચાર લાખ યોજન વિસ્તારવાળો વલયાકાર છે. તેમાં ઉત્તર તથા દક્ષિણ બે ઈક્ષકારપર્વત છે. તે આ દ્વીપના બે વિભાગ પાડે છે તેથી પૂર્વ ધાતકી ખંડ અને પશ્ચિમી ધાતકીખંડ બે ભાગ છે. બંને વિભાગમાં જંબૂદ્વીપ સમાન ભરત ઐરાવત આદિ ક્ષેત્ર અને પર્વત વગેરે છે, તેથી તે સર્વ બે—બે છે. જે સર્વ વર્ણન સૂત્રથી સ્પષ્ટ છે. અંતિમ સૂત્રોમાં દ્રહ અને નદીઓનું વર્ણન છે તેમાં ગંગા, સિંધુ, રક્તા, રક્તવતી નદીઓનો ઉલ્લેખ નથી તેનું કારણ છે કે બીજા સ્થાનને અનુલક્ષીને આ વર્ણન છે અને તે નદીઓ ધાતકીખંડમાં મહાવિદેહની અપેક્ષાએ બે થી અધિક હોય છે. મહાવિદેહમાં તે ચારે નદીઓ સોળ સોળ હોય છે.
પંચાવનમા સુત્રમાં રોહિતા વગેરે વીસ નદીઓનું વર્ણન છે. તેમાં મહાહિમવંત, નિષધ, નીલ, રુક્મી, આ ચાર પર્વતમાંથી નીકળતી બે-બે નદીઓ છે અને બાર મહાવિદેહ ક્ષેત્રની આંતર નદીઓ છે. સર્વ મળી વીસ છે. તેનું સ્પષ્ટીકરણ આ જ અધ્યયન(સ્થાન)માં જંબૂદ્વીપ સંબંધી સૂત્ર નં.૨૭ થી૩૦ સુધી છે.
ત્રેપનમાં સૂત્રમાં માલ્યવંત ગજદંતાકાર વક્ષસ્કારથી શરૂ કરીને ગંધમાદન ગજદંતાકાર વક્ષસ્કાર પર્યત વીસ વક્ષસ્કાર પર્વતોનું કથન છે. એકવીસમો ઈક્ષકાર પર્વત છે. ત્યાર પછી બાર ફૂટ છ વર્ષધર પર્વતોના નામ છે. એમ કુલ મળી ૨૦+૧+૧ = ૩૩ પર્વત અને કૂટ આ સૂત્રમાં વર્ણિત છે. મહાવિદેહ ક્ષેત્રની વિજય અને રાજધાનીઓ :૧૭ હો છો, તો લુચ્છા, તો મહાચ્છા, તો છાવતી, તો આવી, दो मंगलावत्ता, दो पुक्खला, दो पुक्खलावई, दो वच्छा, दो सुवच्छा, दो महावच्छा, दो वच्छगावती, दो रम्मा, दो रम्मगा, दो रमणिज्जा, दो