________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
पासे, एत्थ णं आसक्खंधसरिसा अद्धचंद-संठाण - संठिया दो वक्खारपव्वया पण्णत्ता - बहुसमतुल्ला जाव परिणाहेणं, तं जहा- गंधमायणे चेव, मालवंते चेव ।
૯૮
ભાવાર્થ :- જંબુદ્રીપ નામના દ્વીપના મંદર પર્વતની ઉત્તરમાં ઉત્તરકુરુના પૂર્વપાર્શ્વમાં ગંધમાદન અને પશ્ચિમ પાર્શ્વમાં માલ્યવંત નામના બે વક્ષસ્કાર પર્વત કહ્યા છે. તે અશ્વસ્કંધની સમાન તથા અર્ધચંદ્રના આકારે અવસ્થિત છે. તે બન્ને ક્ષેત્રપ્રમાણની દષ્ટિએ પરિધિ પર્યંત સર્વથા સદશ છે.
२१ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरदाहिणेणं दो दीहवेयड्डपव्वया पण्णत्ता- बहुसमतुल्ला जाव परिणाहेणं, तं जहा- भारहे चेव दीहवेयड्डे, एरवए चेव दीहवेयड्डे |
ભાવાર્થ : – જંબુદ્રીપ નામના દ્વીપના મંદર પર્વતની ઉત્તર અને દક્ષિણમાં બે દીર્ઘ વૈતાઢય પર્વત કહ્યા છે. તે ક્ષેત્રપ્રમાણની દષ્ટિએ પરિધિ પર્યંત સર્વથા સદશ છે. એક દીર્ઘ વૈતાઢ્ય ભરતક્ષેત્રમાં અને એક દીર્ઘ વૈતાઢ્ય ઐરવત ક્ષેત્રમાં છે.
ભરત ઐરવતમાં ગુફાઓની સમાનતા :
२२ भारहएणं दीहवेयड्डे दो गुहाओ पण्णत्ताओ बहुसमतुल्लाओ जाव परिणाहेणं, तं जहा- तिमिसगुहा चेव, खंडगप्पवायगुहा चेव । तत्थ णं दो देवा महिड्डिया जाव पलिओवमट्ठिईया परिवसंति, तं जहा- कयमालए चेव, णट्टमालए चेव । एवं एरवएणं दीहवेयड्डे तं चेव भाणियव्वं जाव णट्टमालए चेव ।
ભાવાર્થ :- ભરત ક્ષેત્રના દીર્ઘ વૈતાઢય પર્વતમાં બે ગુફા કહી છે, યથા– મિસ્રા અને ખંડપ્રપાત. તે બન્ને ક્ષેત્રપ્રમાણની દષ્ટિએ સર્વથા સમાન છે. તેમાં પરિધિ-ક્ષેત્રફળ પર્યંતના વર્ણનમાં પરસ્પર કોઈ વિશેષતા નથી. તે ગુફાઓમાં મહાન ઋદ્ધિવાળા, એક પલ્યોપમની સ્થિતિવાળા બે દેવ રહે છે. મિસા ગુફામાં કૃતમાલકદેવ અને ખંડપ્રપાત ગુફામાં નૃતમાલક દેવ રહે છે.
તે જ રીતે ઐરવતક્ષેત્રના દીર્ઘ વેતાઢય પર્વતમાં તમિસ્રા અને ખંડપ્રપાત નામની બે ગુફાઓનું અને ત્યાં ક્રમશઃ કૃતમાલક અને નૃતમાલક દેવનું કથન કરવું.
જંબૂદ્વીપના ફૂટોની સમાનતા :
|२३ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणे णं चुल्लहिमवंते वासहरपव्वए दो कूडा पण्णत्ता बहुसमतुल्ला जाव परिणाहेणं, तं जहा - चुल्लहिमवंतकूडे સેવ, વેશમળવૂડે ચેવ ।