________________
સ્થાન—૨ : ઉદ્દેશક ૧
છે, યથા– (૧) આવશ્યક (ર) આવશ્યક વ્યતિરિક્ત, આવશ્યક વ્યતિરિક્ત બે પ્રકારના છે, યથા– (૧) કાલિકશ્રુત (૨) ઉત્કાલિકશ્રુત.
વિવેચન :
૫૩
પ્રસ્તુત સૂત્રમાં સ્વ–પર જ્ઞાયક પ્રકાશક આત્માના જ્ઞાનગુણનું વિશદ વર્ણન છે. જ્ઞાનના પાંચ ભેદ છે– મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન,
મતિજ્ઞાન ઃ– ઈન્દ્રિય અને મનની સહાયતાથી થતાં જ્ઞાનને આભિનિબોધિક અથવા મતિજ્ઞાન કહે છે.
મતિજ્ઞાનના ભેદ :- શ્રુત નિશ્ચિત– શ્રુત એટલે શાસ્ત્ર અથવા સાંભળેલ, જોયેલ, અનુભવેલ. તાત્પર્ય એ છે કે શાસ્ત્રથી કે ઈન્દ્રિયથી જાણેલ જ્ઞાનના આધારે વસ્તુનું જ્ઞાન થાય તે શ્રુત નિશ્રિત મતિજ્ઞાન કહેવાય છે. તે વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહના ભેદથી બે પ્રકારનું કહ્યું છે. વ્યંજનાવગ્રહ– ઈન્દ્રિય અને પદાર્થના સંયોગથી અત્યંત અવ્યક્ત (સામાન્ય) જ્ઞાન થાય તે. અર્થાવગ્રહ– પદાર્થના અસ્તિત્વ માત્રનું જ્ઞાન થાય તે. અદ્ભુત નિશ્રિત– શાસ્ત્ર વગેરેના આધાર વિના વિલક્ષણ બુદ્ધિથી વસ્તુનું જ્ઞાન થાય તે. ઔત્પાતિકા આદિ ચાર બુદ્ધિથી ઉત્પન્ન જ્ઞાન અશ્ચતનિશ્ચિત મતિજ્ઞાન કહેવાય છે.
શ્રુતજ્ઞાન – શ્રુત એટલે સાંભળવું. કોઈપણ શબ્દનું શ્રવણ કરવાથી વાચ્ય-વાચકના સંબંધના આધારે અર્થની જે ઉપલબ્ધિ થાય, તેને શ્રુતજ્ઞાન કહે છે. અધ્યયન, શ્રવણ, વાંચન, ચિંતન વગેરેથી જે અક્ષરમય જ્ઞાન થાય અને ઈંગિત આકાર સંકેત વગેરેથી જે અનુભવ, અભ્યાસમય જ્ઞાન થાય તે પણ શ્રુતજ્ઞાન કહેવાય છે. આ જ્ઞાનમાં સર્વ ઈન્દ્રિય, મન અને બુદ્ધિનો ઉપયોગ થાય છે. મતિજ્ઞાન દ્વારા જાણેલ વિષયમાં વિશેષ વિચારણા કરવી, તે પણ શ્રુતજ્ઞાન છે.
:
શ્રુતજ્ઞાનના ભેદ – અંગપ્રવિષ્ટ– તીર્થંકરોના ઉપદેશના આધારે ગણધરો રચિત આગમાં. અંગબાણ— અંગ આગમોના આધારે સ્થવિર આચાર્યો દ્વારા રચિત આગમો. કાલિક શ્રુત— દિવસ અને રાત્રિના પ્રથમ તથા તેમ પ્રહરમાં જ જેની સ્વાઘ્યાય કરી શકાય તે આગમાં. ઉત્કાલિક શ્રુત– અકાલ સિવાયના સર્વ કાળમાં, સર્વ પ્રહરમાં જેની સ્વાઘ્યાય કરી શકાય તે આગમો.
અવધિજ્ઞાન :– ઈન્દ્રિય અને મનની સહાયતા વિના અવધિ જ્ઞાનાવરણ કર્મના યોપશમ વિશેષથી ઉત્પન્ન થતું અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદાપૂર્વકનું ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાલવર્તી રૂપી પદાર્થોને જાણનારું જ્ઞાન ને અવધિજ્ઞાન.
મન:પર્યવજ્ઞાન :– ઈન્દ્રિયાદિની સહાયતા વિના મન:પર્યવજ્ઞાનાવરણ કર્મના ક્ષોપશમ વિશેષથી ઉત્પન્ન થતું અને બીજાના મન સંબંધી પર્યાયોને પ્રત્યક્ષ જાણનારું જ્ઞાન તે મનઃપર્યાય અથવા મનઃપર્યવ જ્ઞાન કહેવાય છે.
જુમતિ મન:પર્યવ જ્ઞાન :- માનસિક ચિંતનના પુદ્ગલોને સામાન્ય રૂપે જાણે તે.