________________
[૩૪]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
વધતાં આ બધું જીર્ણ-શીર્ણ થઈ જાય છે, ત્યારે મનુષ્ય પોતાના આયુષ્યથી, બળથી, વર્ણથી, ચામડીથી, કતિથી, કાનથી, યાવત સ્પર્શથી ક્ષીણ થઈ જાય છે, સુઘટિત દઢ સંધિઓ શિથિલ થઈ જાય છે. શરીરની ચામડી સુકાઈ-સંકોચાઈને કરચલીવાળી થઈ જાય છે. કાળા વાળ સફેદ થઈ જાય છે, આહારથી વૃદ્ધિ પામેલું ઔદારિક શરીર પણ ક્રમશઃ આયુષ્ય પૂર્ણ થતાં છોડી દેવું પડે છે. ५० एयं संखाए से भिक्खू भिक्खायरियाए समुट्ठिए दुहओ लोगं जाणेज्जा, तं जहा- जीवा चेव अजीवा चेव, तसा चेव थावरा चेव । ભાવાર્થ :- આ પ્રકારની વાસ્તવિકતાને જાણીને ભિક્ષાચર્યા(સંયમ સાધના) સ્વીકારવા માટે ઉપસ્થિત થયેલા તે બુદ્ધિમાન ભિક્ષુ લોકને બંને પ્રકારે જાણી લે છે, જેમ કે- લોક જીવરૂપ છે અને અજીવરૂપ છે તથા ત્રસરૂપ છે અને સ્થાવરરૂપ છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સંસારના પ્રત્યેક સંબંધો અને પ્રત્યેક પદાર્થોની અશરણતાને સ્પષ્ટ કરી છે.
સામાન્ય રીતે સંસારી જીવો જે ક્ષેત્રમાં જન્મ ધારણ કરે છે, જે-જે પદાર્થોનો ઉપભોગ કરે છે, જેની સાથે રહે છે, તેમાં મમત્વભાવ કરે છે અને તે સંયોગો પરિવર્તન પામે ત્યારે દુઃખી થાય છે.
વાસ્તવમાં કોઈ પત્યિ ને વરોડા પાડું માણસ વસ્તફા હું ચૈતન્ય સ્વરૂપી આત્મા છું, મારું કોઈ નથી અને હું પણ કોઈનો નથી.
આત્મા ચૈતન્ય સ્વરૂપ છે અને શરીર પૌગલિક છે, શરીર મારું નથી. શરીરથી સંબંધિત માતા-પિતા આદિ સ્વજનો મારા નથી અને પૌગલિક કોઈ પણ પદાર્થો મારા નથી. જે પદાર્થો મારા નથી, તે મારા માટે ત્રાણ-શરણભૂત થઈ શકતા નથી, દુઃખથી મુક્ત કરાવી શકતા નથી. તે જ રીતે હું પણ કોઈના માટે ત્રાણ-શરણભૂત થઈ શકતો નથી કે કોઈને દુઃખથી મુક્ત કરાવી શકતો નથી.
પ્રત્યેક જીવો પોત-પોતાના કર્મોને આધીન છે. કર્માનુસાર તેનો સંયોગ-વિયોગ થાય છે અને ભૌતિક પદાર્થો પોતાના સ્વભાવ પ્રમાણે પરિવર્તન પામે છે. આપણી ઇચ્છા પ્રમાણે કોઈ પણ જીવ કે પદાર્થો રહેતા નથી.
આ પ્રકારની દઢતમ વિચારણાથી એકત્વ ભાવનાની પરિપક્વતાથી જ સાધકનો વૈરાગ્યભાવ જાગૃત થાય છે, તેનું આત્મસામર્થ્ય પ્રગટ થાય છે અને તે સાધક સાધના માટે ઉદ્યમવંત બની જાય છે. શ્રમણ-માહણ અને નિગ્રંથ ભિક્ષુનું સ્વરૂપ – |५१ इह खलु गारत्था सारंभा सपरिग्गहा । संतेगइया समण-माहणा सारंभा सपरिग्गहा- जे इमे तस-थावरा पाणा ते सयं समारंभंति, अण्णेण वि समारंभावेंति, अण्णं पि समारंभंतं समणुजाणंति ।
इह खलु गारत्था सारंभा सपरिग्गहा, संतेगइया समण-माहणा वि सारंभा सपरिग्गहा, जे इमे कामभोगा सचित्ता वा अचित्ता वा ते सयं चेव परिगिण्हंति, अण्णेण वि परिगिण्हावेंति, अण्णं पि परिगिण्हतं समणुजाणंति ।
इह खलु गारत्था सारंभा सपरिग्गहा, संतेगइया समण-माहणा वि सारंभा
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org