________________
અધ્યયન-૧: પુંડરીક
_
૨૩ |
તર્કસંગત અને વ્યવહાર સંગત પણ નથી. જગતના વિવિધ ચરાચર પ્રાણી, તેની પરંપરાઓ અને પુદ્ગલ યુક્ત આ સર્વ સંસાર ક્રમની સંગતિ તેઓના અજ્ઞાનજન્ય સિદ્ધાંતોથી થઈ શકતી નથી.
જો પુણ્ય-પાપ આદિ ન હોય, તો ધર્મ-કર્મ સસ્પ્રવૃત્તિઓ આદિનો નાશ થાય છે અને સંસાર વર્ધક સ્વચ્છંદતા અને સંસારાસક્તિ, ભોગાસક્તિ આદિ ભાગો પુષ્ટ થાય છે, પાપ ત્યાગ અને મોક્ષ માર્ગનાં પરાક્રમ પ્રત્યે અનુત્સાહ ઉત્પન્ન થાય છે. તેના પરિણામે જીવ સદા પતનો—ખી થતો જાય છે તથા જન્મ-મરણ રૂપ સંસાર પરિભ્રમણ અને નરક નિગોદના દુઃખોને પામે છે. ત્રીજો પુરુષ : ઈશ્વર કારણવાદી - | २९ अहावरे तच्चे पुरिसजाए ईसरकारणिए त्ति आहिज्जइ । इह खलु पाइणं वा जाव संतेगइया मणुस्सा भवति अणुपुव्वेणं लोय उववण्णा, तं जहा- आरिया वेगे जाव तेसिं च णं महंते एगे राया भवइ जाव सेणावइपुत्ता । तेसिं च णं एगइए सड्डी भवइ, कामं तं समणा य माहणा य पहारिंसु गमणाए जाव जहा मे एस धम्मे सुअक्खाए सुपण्णत्ते भवइ । ભાવાર્થ - ત્યાર પછી ઈશ્વરકારણિક નામના ત્રીજા પુરુષનું વર્ણન કરવામાં આવે છે.
આ મનુષ્ય લોકમાં પૂર્વ-પશ્ચિમ વગેરે દિશાઓમાં ઉત્પન્ન થયેલા વિવિધ પ્રકારના મનુષ્યો રહે છે. તેમાં કેટલાક આર્ય, કેટલાક અનાર્ય હોય છે. તેમાં કોઈ રાજા અને તેની રાજપરિષદ, સેનાપતિપુત્ર વગેરેથી યુક્ત હોય છે. તે સભાસદોમાંથી કોઈ પુરુષ શ્રદ્ધાવાન હોય છે. તે શ્રદ્ધાવાન પુરુષ ધર્મ પ્રાપ્તિની ઇચ્છાથી કોઈ શ્રમણ કે બ્રાહ્મણ પાસે જાય છે. ધર્મની પ્રરૂપણા કરનાર કોઈ શ્રમણ કે બ્રાહ્મણ એ પ્રમાણે નિશ્ચય કરે છે કે અમે આ ધર્મશ્રદ્ધાળુ પુરુષની સમક્ષ અમારા ધર્મની પ્રરૂપણા કરશું. તેમ નિર્ણય કરીને ધર્મનું કથન કરે છે. કથન કરીને અંતે કહે છે કે હે પુણ્યવાન પુરુષો ! હું જે ઉત્તમ ધર્મનો બોધ આપી રહ્યો છું, તેને આપ પૂર્વ પુરુષો દ્વારા સમ્યક પ્રકારે પ્રરૂપિત અને સત્ય સમજો. ३० इह खलु धम्मा पुरिसादीया पुरिसोत्तरिया पुरिसप्पणीया पुरिससंभूया पुरिसपज्जोइया पुरिसमभिसमण्णागया पुरिसमेव अभिभूय चिटुंति ।
__से जहाणामए गंडे सिया सरीरे जाए सरीरे संवुड्ढे सरीरे अभिसमण्णागए सरीरमेव अभिभूय चिट्ठइ । एवामेव धम्मा वि पुरिसादिया जाव पुरिसमेव अभिभूय વિતિ | શબ્દાર્થ:- પુરાવવા = પુરુષાદિક, પુરુષ(ઈશ્વર) કારણ છે પુરતોરિયા = પુરુષોત્તરા, ઈશ્વર કાર્ય છે પુરિબળવા = પુરુષ પ્રણીત, ઈશ્વર વડે રચાયેલ પુરસંપૂયા = પુરુષસંભૂત-ઈશ્વરથી ઉત્પન્ન થયેલા રિસન્નોફા = પુરુષપ્રદ્યોતિત, ઈશ્વરથી પ્રકાશિત પુરસમસમMITય = પુરુષ અભિસમન્વાગત, ઈશ્વરના અનુગામી ગામમૂથ = વ્યાપ્ત ડે = ગૂમડું. ભાવાર્થ :- આ જગતમાં જડ કે ચેતન જેટલા પદાર્થો છે, તે બધા પુરુષાદિક અર્થાત્ તેનું આદિ કારણ ઈશ્વર છે; ઈશ્વર જ બધા પદાર્થોનું કાર્ય છે, બધા પદાર્થો ઈશ્વર દ્વારા રચિત છે, ઈશ્વરથી ઉત્પન્ન થયેલા છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org