________________
અધ્યયન-૧: પુંડરીક
.
[ ૧૭ ]
२० से जहाणामए केइ पुरिसे अरणीओ अग्गि अभिणिव्वट्टित्ताणं उवदंसेज्जाअयमाउसो ! अरणी, अयं अग्गी । एवामेव णत्थि केइ पुरिसे अभिणिव्वट्टित्ताणं उवदंसेत्तारो- अयमाउसो ! आया, अयं सरीरे । एवं असतो असंविज्जमाणे । जेसिं तं सुयक्खायं भवइ तं जहा- अण्णो जीवो अण्णं सरीरं, तम्हा तं मिच्छा । ભાવાર્થ-જેમ કોઈ પુરુષ અરણિના લાકડામાંથી અગ્નિ પ્રગટાવીને પ્રત્યક્ષ બતાવે છે કે હે આયુષ્યમાન! આ અરણિ છે અને આ અગ્નિ છે, તેમ કોઈ પુરુષ શરીરથી આત્માને અલગ કરીને બતાવતા નથી તે આયુષ્યમાન ! આ આત્મા છે અને આ શરીર છે.
આ રીતે આત્મા શરીરથી અલગ નથી અને તેનું કોઈ સંવેદન–પ્રમાણ નથી. તેથી જે આ સિદ્ધાંતનું કથન કરે કે આત્મા અલગ છે અને શરીર અલગ છે, તે કથન મિથ્યા છે. | २१ से हंता हणह खणह छणह [छिंदह] दहह पयह आलुंपह विलुपह सहसक्कारेह विपरामुसह, एत्तावताव जीवे, णत्थि परलोए । ते णो एवं विप्पडिवेदेति, तं जहाकिरिया इ वा अकिरिया इ वा सुक्कडे इ वा दुक्कडे इ वा कल्लाणे इ वा पावए इ वा साहू इ वा असाहू इ वा सिद्धि इ वा असिद्धि इ वा णिरए इ वा अणिरए इ वा । एवं ते विरूवरूवेहिं कम्मसमारंभेहिं विरूवरूवाई कामभोगाई समारंभति भोयणाए । ભાવાર્થ :- આ શરીરથી ભિન્ન આત્માને ન માનનારા તજીવ તન્શરીરવાદી લોકાયતિક નાસ્તિકચાર્વાકદર્શનની માન્યતાઓનો સ્વીકાર કરનારા સ્વયં જીવોની હત્યા કરે છે તથા બીજાને એવો ઉપદેશ આપે છે કે આ જીવોને મારો, આ પૃથ્વી ખોદો, આ વનસ્પતિ કાપો, આ પદાર્થોને બાળો, પકાવો, લૂંટો(હનન કરો), વારંવાર લૂંટો, કોઈ પણ જાતનો વિચાર કર્યા વિના મારી નાંખો, હેરાન કરો તથા શરીર જ જીવ છે, પરલોકગામી કોઈ જીવ ન હોવાથી પરલોક નથી, તેથી યથેષ્ટ સુખ ભોગવો. તજીવ તન્શરીરવાદી આ પ્રમાણે વિપરીત પ્રરૂપણા કરે છે કે ક્રિયા કે અક્રિયા, સુકૃત કે દુષ્કૃત, પુણ્ય કે પાપ, ભલું કે બૂરું, સિદ્ધિ કે અસિદ્ધિ, નરક કે સ્વર્ગ વગેરે કાંઈ જ નથી.
તેથી તજીવ તન્શરીરવાદીઓ વિવિધ પ્રકારના કામભોગો માટે તથા ભોજન માટે અનેક પ્રકારના કર્મ સમારંભ કરે છે.
२२ एवं एगे पागब्भिया णिक्खम्म मामगं धम्मं पण्णवेति । तं सद्दहमाणा तं पत्तियमाणा तं रोएमाणा साहु सुयक्खाए समणे ति वा माहणे ति वा । कामं खलु आउसो ! तुम पूययामो, तं जहा- असणेण वा पाणेण वा खाइमेण साइमेण वा वत्थेण वा पडिग्गहेण वा कंबलेण वा पायपुंछणेण वा । तत्थेगे पूयणाए समाउम्रिसु, तत्थेगे पूयणाए णिगायइंसु । શબ્દાર્થ :- સમાસુ = પ્રવૃત્ત થાય છે બિયાંસુ = દઢ કરે છે. ભાવાર્થ :- આ રીતે શરીરથી ભિન્ન આત્માને ન માનવાની ધૃષ્ટતા કરનારા કોઈ નાસ્તિક પોતાના મતાનુસાર પ્રવ્રજ્યા ધારણ કરીને “મારો ધર્મજ સત્ય છે એવી પ્રરૂપણા કરે છે. આ તજીવ તન્શરીરવાદમાં શ્રદ્ધા રાખીને, પ્રતીતિ અને રુચિ કરીને કોઈ રાજા આદિ તે તજીવ તન્શરીરવાદીને કહે છે- હે શ્રમણ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org