________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
ઉત્પન્ન થયેલા ભોગ પુરુષો તથા ભોગપુત્રો, ઇક્ષ્વાકુકુળમાં ઉત્પન્ન થયેલા ઇક્ષ્વાકુઓ તથા ઇક્ષ્વાકુપુત્રો, જ્ઞાતકુળ માં ઉત્પન્ન થયેલા જ્ઞાત પુરુષો તથા જ્ઞાતપુત્રો, કુરુકુળમાં ઉત્પન્ન થયેલા કૌરવો તથા કૌરવપુત્રો, સુભટકુળમાં ઉત્પન્ન થયેલા સુભટો તથા સુભટ-પુત્રો, બ્રાહ્મણકુળમાં ઉત્પન્ન થયેલા બ્રાહ્મણો તથા બ્રાહ્મણપુત્રો, લિચ્છવી નામના ક્ષત્રિયકુળમાં ઉત્પન્ન થયેલા લિચ્છવીઓ તથા લિચ્છવીપુત્રો, પ્રશાસ્તાગણ મંત્રી વગેરે બુદ્ધિજીવી વર્ગમાં ઉત્પન્ન થયેલા પ્રશાસ્તા તથા મંત્રી વગેરેના પુત્રો, સેનાપતિ અને સેનાપતિપુત્રો હોય છે.
૧૪
તે સભાસદોમાંથી કેટલાક શ્રદ્ધાવાન હોય છે. તે શ્રદ્ધાવાન પુરુષ કોઈ શ્રમણ કે બ્રાહ્મણની પાસે ધર્મ પ્રાપ્તિની ઇચ્છાથી જાય છે. ત્યારે ધર્મની પ્રરૂપણા કરનાર કોઈ શ્રમણ કે બ્રાહ્મણ એ પ્રમાણે નિશ્ચય કરે છે કે અમે આ ધર્મશ્રદ્ઘાળુ પુરુષની સમક્ષ અમારા ધર્મની પ્રરૂપણા કરશું. તેમ નિર્ણય કરીને ધર્મનું કથન કરે છે. કથન કરીને અંતે કહે છે કે હે પુણ્યવાન પુરુષો ! હું જે કાંઈ ઉત્તમ ધર્મનો બોધ આપને આપી રહ્યો છું, તેને આપ પૂર્વપુરુષો દ્વારા સમ્યક્ પ્રકારે પ્રરૂપિત અને સત્ય સમજો.
પહેલો પુરુષ તજ્જીવ તત્શરીરવાદી :
११ तं जहा- उड्डुं पायतला, अहे केसग्गमत्थगा तिरियं तयपरियंते जीवे । एस आयापज्जवे कसिणे । एस जीवे जीवइ, एस मए णो जीवइ । सरीरे धरमाणे धरइ, विणट्ठम्मि य णो धरइ, एए तं जीवियं भवइ, आदहणाए परेहिं णिज्जइ, अगणिझामिए सरीरे कवोयवण्णाणि अट्ठीणि भवंति, आसदीपंचमा पुरिसा गाम पच्चागच्छंति । एवं असंते असंविज्जमाणे ।
શબ્દાર્થ :- પાયતતા = પાદતલથી, પગના તળિયાથી જેસામન્થા = મસ્તકના કેશાગ્રથી તયપરિયતે = ચામડી સુધી ધરમાણે = સ્થિત રહેવા પર વિળદ્રુમ્મિ = નષ્ટ થવા પર આવહળાÇ = બાળવા માટે ખિન્નદ્ = લઈ જાય છે અનભિજ્ઞામિમ્ = અગ્નિ વડે બાળવા પર અઠ્ઠÎખિ = હાડકાઓ વોયવળગિ = કપોતવર્ણવાળી, કબૂતરના વર્ણ જેવા વર્ણવાળી આસંવત્ = માંચી, નનામી પન્ના છતિ પાછા વળી જાય છે અસંવિજ્ઞમાળે - શરીરથી ભિન્ન જીવનું સંવેદન નથી, અનુભૂતિ નથી.
=
ભાવાર્થ:- સહુ પ્રથમ તજ્જીવ તચ્છરીરવાદીનો અભિપ્રાય આ પ્રમાણે છે– નીચે પગના તળિયાથી ઉપર મસ્તકના કેશના અગ્રભાગ સુધી તથા તિરછું(સર્વત્ર) ચામડી સુધીનું જે શરીર છે, તે જીવ છે. આ શરીર જ જીવનો સમસ્ત પર્યાય છે. આ શરીર જીવે છે ત્યાં સુધી જ જીવ જીવતો રહે છે, શરીરનો નાશ થાય, ત્યારે જીવ રહેતો નથી. શરીર સ્થિત(ટકી) રહે ત્યાં સુધી જ જીવ સ્થિત રહે છે અને શરીર નષ્ટ થાય ત્યારે તે પણ નષ્ટ થઈ જાય છે. તેથી જ્યાં સુધી શરીર છે, ત્યાં સુધી આ જીવ છે. શરીર મરી જાય છે ત્યારે બીજા લોકો તેને બાળવા માટે લઈ જાય છે, શરીર બળી જાય ત્યારે હાડકાં કપોતના વર્ણના—ભૂખરા થઈ જાય છે. ત્યાર પછી મૃત વ્યક્તિને સ્મશાનભૂમિમાં પહોંચાડનારા ચાર પુરુષો મૃત શરીરને જેમાં લઈ ગયા હોય, તે નનામી લઈને પોતાના ગામમાં પાછા આવે છે. તેથી સ્પષ્ટ થાય છે કે શરીરથી ભિન્ન જીવ નામનો કોઈ પદાર્થ નથી, કારણ કે શરીરથી જુદા જીવનું સંવેદન થતું નથી.
१२ सिं तं सुक्खायं भवइ- अण्णो भवइ जीवो, अण्णं सरीरं । तम्हा एवं णो विप्पडिवेदेंति- अयमाउसो ! आया दीहे इ वा हस्से इ वा परिमंडले इ
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org