________________
[ ૧૦ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ) |
શબ્દ રૂપે કહ્યા છે અને મોક્ષને કમળના બહાર આવવાનું કહ્યું છે. તે આયુષ્યમાન શ્રમણો ! આ રીતે મેં આ સર્વ અપેક્ષાઓને લઈને આ સંપૂર્ણ દષ્ટાંત કહ્યું છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સૂત્રકારે શ્રેષ્ઠ કમળની પ્રાપ્તિમાં નિષ્ફળ અને સફળ થયેલા પુરુષોના રૂપક દ્વારા સંસારના સ્વરૂપને સમજાવીને તેને પાર કરવાનો ઉપાય પ્રદર્શિત કર્યો છે.
ચૌદ રજૂ પ્રમાણ આ સમસ્ત લોક પુષ્કરિણી સમાન છે. સંસારના અનંત જીવો વિવિધ કમળો સમાન છે. જેમ પુષ્કરિણીમાં અનેક કમળો ઉત્પન્ન થાય અને નષ્ટ થાય છે તેમ લોકમાં પણ અનંત જીવો પોતાના કર્મો પ્રમાણે ચાર ગતિમાં જન્મ-મરણ કરી રહ્યા છે. પુષ્કરિણી અનેક કમળોનો આધાર છે તેમ જીવોનો આધાર આ લોક છે.
સંસારી જીવોના કર્મો પુષ્કરિણીના જળ સમાન છે. કમળોની ઉત્પત્તિમાં જળ નિમિત્ત બને છે તેમ જીવોના જન્મ-મરણનું કારણ કર્યો છે.
પાંચ ઇન્દ્રિયોના વિષયોની આસક્તિરૂપ કામભોગ પુષ્કરિણીના કીચડ સમાન છે. કીચડમાં ફસાયેલા મનુષ્યોની જેમ કામભોગમાં ફસાયેલા જીવો પણ સંસારમાંથી બહાર નીકળી શકતા નથી.
લોકમાં રહેલા વિવિધ મનુષ્યો પુષ્કરિણીના વિવિધ સુંદર કમળોની જેમ શોભી રહ્યા છે. આર્ય મનુષ્યોમાં મોક્ષમાં જવાની યોગ્યતા આદિ અનેક સગુણો કમળના શ્રેષ્ઠ વર્ણ, સુગંધ આદિની જેમ મહેકી રહ્યા છે. સર્વ મનુષ્યો પર અનુશાસન કરનાર રાજા પુષ્કરિણીના શ્રેષ્ઠ પુંડરીક સમાન છે. તજીવ તન્શરીરવાદી આદિ મિથ્યા માન્યતા ધરાવનારાઓ, શ્રેષ્ઠ કમળને પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયેલા ચાર પુરુષોની સમાન છે. ધર્મ શ્રેષ્ઠ વસ્તુની પ્રાપ્તિ કરાવનાર પુરુષાર્થ સમાન છે. પાંચમો પુરુષ ભિક્ષ સમાન છે. ધર્મતીર્થ–સંસારનો કિનારો પુષ્કરિણીના કિનારા સમાન છે. ધર્મકથા કમળને બહાર લાવનાર ભિક્ષુના શબ્દો સમાન છે અને નિર્વાણ કમળના ઉપર ઊઠીને પુષ્કરિણીથી બહાર આવવા સમાન છે.
- શ્રેષ્ઠ વસ્તુની પ્રાપ્તિનું આકર્ષણ થવું, તે જીવ માત્ર માટે સહજ છે– પરંતુ દરેક જીવ શ્રેષ્ઠ વસ્તુને પ્રાપ્ત કરી શકતા નથી. જે સમ્યગુદષ્ટિ છે, તે જ તેની પ્રાપ્તિ માટેનો સમ્યક્ પુરુષાર્થ કરીને સફળ થાય છે. તેથી જ મિથ્યા માન્યતા ધરાવનારા ચારે પુરુષોને શ્રેષ્ઠ પુંડરીકનું આકર્ષણ હોવા છતાં અને તેની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવા છતાં તેઓ પુંડરીકને પ્રાપ્ત કરી શકતા નથી અને વિપરીત દષ્ટિના પરિણામે કીચડમાં ફસાઈ જાય છે.
જે પુરુષ સંસાર અને મોક્ષના સ્વરૂપને જાણે છે, મોક્ષ પ્રાપ્તિના સાધનો તથા ધર્મરૂપ સમ્યક પુરુષાર્થને સમજે છે, તે પુરુષ જ નિર્વાણપ્રાપ્તિના દેઢ સંકલ્પપૂર્વક ધર્મકથાના માધ્યમથી પુરુષાર્થનો પ્રારંભ કરે છે અને અંતે અનાદિકાલથી કર્મના પ્રભાવે પરિભ્રમણ કરતો, કામભોગ રૂપ કીચડમાં ફસાયેલો જીવ પણ જલ અને કીચડથી સર્વથા ઉપર ઊઠેલા શ્રેષ્ઠ પુંડરીકની જેમ કર્મ અને કામભોગ રૂપ કીચડથી સર્વથા ઉપર ઊઠી જાય છે અર્થાત્ કર્મોથી સર્વથા મુક્ત થઈને નિર્વાણને પ્રાપ્ત કરે છે.
સંક્ષેપમાં કામભોગમાં આસક્ત પુરુષ સ્વયં જન્મ-મરણના ચક્રમાં દુઃખી થાય છે અને બીજાને દુઃખી બનાવે છે. અનાસક્ત પુરુષ સ્વયં મુક્ત થાય છે અને બીજાને મુક્તિનો માર્ગ બતાવે છે. આસક્તિ બંધન છે અને અનાસક્તિ મુક્તિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org