________________
પરંપરાનો એક વિશાળ રત્નરાશિ પડ્યો છે. આચરણ તો દૂર રહ્યું, પરંતુ વાંચન માત્રથી પણ જીવાત્મા ધન્ય બની જાય છે. ધન્ય છે આ વીતરાગ વાણીને.
સૌ સતીમંડળ ! આપ સહુ અહર્નિશ આ આગમ ઉપાસનામાં જોડાયા છો અને ઘણા ગૂઢ ભાવોને પણ ઉકેલવા માટે પૂરો પ્રયાસ કરી સરલ ગુજરાતીમાં ભાવાર્થ પ્રકાશિત કરી રહ્યા છો; તે આપ સૌનો તપોમય પ્રયત્ન પુનઃ પુનઃ અભિનંદનીય છે. મહામના મહાત્મા ત્રિલોકમુનિજી મ. જેઓનું આગમ જ્ઞાન સમુદ્ર જેવું વિશાળ છે, તેમનું સાંનિધ્ય અને કૃપાદૃષ્ટિ ખરેખર ! લાંબા કાળ સુધી જૈન જગત પર અમૃત વર્ષા કરતી રહેશે.
ગોંડલ સંપ્રદાયના વિદુષી સતીવૃંદ! આગમના સ્વાધ્યાયમય ભાવો અને સહુનો ઐક્ય રૂપે સમભાવ તથા સમન્વય ભાવે શાસ્ત્ર પ્રકાશનનું જે ઝરણું આપ સૌના હૃદયમાં વહી રહ્યું છે, તેને જોઈને, જાણીને તેમજ અનુભવીને અમારું હૃદય ગદ્ગદ્ થઈ જાય છે ! છાતી ગજગજ ઉછળે છે !!
ઘણા વરસોથી અટકી પડેલું ગુજરાતી ભાષામાં આગમ સંપાદનનું કામ કરી બદ્ધ થાય એવી વરસોથી અમે જે તીવ્ર અભિલાષા સેવી હતી તે આજે તમારી કલમથી સાકાર થઈ રહી છે અને એક એક આગમ તૈયાર થઈને જ્યારે અમારા હાથમાં આવે છે ત્યારે અમારો હર્ષ શબ્દાતીત બની જાય છે. ધન્ય છે આપની આ બોધ શક્તિને !!!
વિશેષમાં લક્ષ-કોટિ ધન્ય છે– આપ સૌનું નેતૃત્વ કરી રહેલા સૌરાષ્ટ્રના ખમીર ભરેલા પરિવારમાં જન્મ પામી, ભર્યા સંસારને ઠોકરે મારી વીતરાગ વાણીને વર્યા, તેવા ગુણીદેવા એવા લીલમબાઈ મહાસતીજીને; જેમણે સ્વયં આખી કમાન સંભાળી સ્વયંના પ્રભાવે તથા તેમના શિષ્યા પરિવારે પણ શ્રમ કરી લાખોનું દાન કરાવી આ ઐતિહાસિક, જુગ-જુગ બોલે તેવું, આગમ કામ સંપાદન કર્યું છે અને ગોંડલ સંપ્રદાયના તમામ મહર્ષિ મહાત્માઓ પૂ. ડુંગર સિંહજી મહારાજથી લઈ પૂપ્રાણલાલજી સ્વામી અને પૂ. રતિલાલજી મહારાજ સુધીના બધા સંતોનું નામ ઉજ્જવળ કર્યું છે.
આ આગમ કાર્યની સાચી ગણના અને પરીક્ષા તો આવતી શતાબ્દીના વરસોમાં વધારે ને વધારે સારી રીતે થતી રહેશે, આજનું આ કામ સો વર્ષ પછી કેટલું મહત્ત્વપૂર્ણ બનશે તે વખતના વિદ્વાન, સમભાવી સંતો અને ઇતિહાસકારો ઉલ્લેખ કરશે ત્યારે સૌના મનમાં અહોભાવનો ઉદય થાશે.
આપ સૌ સ્વસ્થ રહી આ વિશાળ કાર્યને પરિપૂર્ણ કરવા સમર્થ બનો, એવા હાર્દિક આશીર્વાદ સાથે... આનંદ મંગલમુ.
જયંત મુનિ પેટરબાર
26 ON :
Janication Intern
For Private & Personal Use Only
www.jainelibreorg