________________
| २००
શ્રી સૂયગડાંગ સૂત્ર (બીજો શ્રુતસ્કંધ)
શ્રાવકો તે જીવોની પ્રયોજન પૂર્વકની હિંસાનો ત્યાગ કરતા નથી, પરંતુ નિપ્રયોજન થતી હિંસાનો ત્યાગ કરે છે, તેથી શ્રાવકોના પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન છે, તે પ્રાણી પણ કહેવાય છે યાવત આપનું કથન ન્યાયસંગત નથી. २८ तत्थ जे ते आरेणं तसा पाणा जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते, ते तओ आउं विप्पजहंति, विप्पजहित्ता तत्थ परेणं चेव जे तसाथावरपाणा जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते तेसु पच्चायंति, तेहिं समणोवासगस्स सुपच्चक्खायं भवइ । ते पाणा वि वुच्चंति जाव अयं पि भे उवएसे णो णेयाउए भवइ । ભાવાર્થ - તે મર્યાદાભૂમિમાં જે ત્રણ પ્રાણીઓ છે.વ્રત ગ્રહણ સમયથી જીવનપર્યત શ્રાવકોએ તે જીવોની હિંસાનો ત્યાગ કર્યો હોય છે. તે જીવો આયુષ્ય પૂર્ણ કરીને શ્રાવકોની મર્યાદાભૂમિથી દૂરના ક્ષેત્રમાં ત્રણ-સ્થાવર જીવોમાં તે ઉત્પન્ન થાય છે. શ્રાવકો વ્રત ગ્રહણ સમયથી જીવન પર્યત તે જીવોની હિંસાનો ત્યાગ કરે છે, તેથી શ્રમણોપાસકોના પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન છે. તે પ્રાણી પણ કહેવાય છે યાવતુ આપનું કથન ન્યાયસંગત નથી. २९ तत्थ जे ते आरेणं थावरा पाणा जेहिं समणोवासगस्स अट्ठाए दंडे अणिक्खित्ते अणट्ठाए दंडे णिक्खित्ते, ते ततो आउं विप्पजहंति, विप्पजहित्ता तत्थ आरेणं चेव जे तसा पाणा, जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते, तेसु पच्चायंति, तेहिं समणोवासगस्स सुपच्चखायं भवइ, ते पाणा वि वुच्चंति जाव अयं पि भे उवएसे णो णेयाउए भवइ । ભાવાર્થ:- તે મર્યાદાભૂમિમાં જે સ્થાવર પ્રાણીઓ છે. તે જીવોની પ્રયોજનપૂર્વક થતી હિંસાનો શ્રાવકોને ત્યાગ નથી, પરંતુ નિપ્રયોજન થતી હિંસાનો શ્રાવકોને ત્યાગ હોય છે. તે જીવો આયુષ્ય પૂર્ણ કરીને તે મર્યાદાભૂમિમાં જે ત્રસ જીવો છે કે જેની હિંસાનો ત્યાગ શ્રાવકો વ્રત ગ્રહણ સમયથી જીવનપર્યત કરે છે, તે જીવોમાં ઉત્પન્ન થાય છે, તેથી શ્રાવકોના પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે. તે પ્રાણી પણ કહેવાય છે યાવતું આપનું કથન ન્યાયસંગત નથી. ३० तत्थ जे ते आरेणं थावरा पाणा जेहिं समणोवासगस्स अट्ठाए दंडे अणिक्खित्ते अणट्ठाए णिक्खित्ते, ते तओ आउं विप्पजहंति, विप्पजहित्ता ते तत्थ आरेणं चेव जे थावरा पाणा, जेहिं समणोवासगस्स अट्ठाए दंडे अणिक्खित्ते अणट्ठाए दंडे णिक्खित्ते तेसु पच्चायति । तेहिं समणोवासगस्स सुपच्चक्खायं भवति । ते पाणा वि जाव अय पि भे उवएसे णो णेयाउए भवइ । ભાવાર્થ :- મર્યાદાભૂમિમાં જે સ્થાવર પ્રાણીઓ છે તે જીવોની પ્રયોજનપૂર્વકની થતી હિંસાનો શ્રાવકોને ત્યાગ નથી, પરંતુ નિપ્રયોજન થતી હિંસાનો ત્યાગ હોય છે. તે જીવો આયુષ્ય પૂર્ણ કરીને તે મર્યાદાભૂમિમાં જે-જે સ્થાવર પ્રાણીઓ છે, જે જીવોની પ્રયોજન પૂર્વકની હિંસાનો શ્રાવકો ત્યાગ કરતા નથી, પરંતુ નિપ્રયોજન હિંસાનો ત્યાગ કરે છે, તે જીવોમાં ઉત્પન્ન થાય છે. તેથી શ્રાવકોના પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન છે. તે પ્રાણી પણ કહેવાય છે યાવતુ આપનું કથન ન્યાયસંગત નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org