________________
૧૮૮ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
ભાવાર્થ-પુનઃ ઉદક પેઢાલપુત્રે યુક્તિ પૂર્વક ભગવાન ગૌતમ સ્વામીને આ પ્રમાણે કહ્યું –હે આયુષ્યમાન ગૌતમ! જીવનો એક પણ પર્યાય એવો નથી કે શ્રાવક કોઈ પણ પ્રાણીની હિંસાના ત્યાગ રૂપ પ્રત્યાખ્યાનને સફળ કરી શકે. તેનું શું કારણ છે? તે તમે સાંભળો- સર્વ પ્રાણી પરિવર્તનશીલ છે, ક્યારેક સ્થાવર પ્રાણી ત્રસકાયમાં ઉત્પન્ન થાય છે અને ક્યારેક ત્રસપ્રાણી સ્થાવરમાં ઉત્પન્ન થાય છે. ક્યારેક બધાં જીવો સ્થાવરકાયને છોડીને ત્રસકાયમાં ઉત્પન્ન થાય છે અને ક્યારેક બધા જીવો ત્રસકાયને છોડીને સ્થાવરકાયમાં ઉત્પન્ન થાય છે. જ્યારે તે બધાં જ જીવો સ્થાવરકાયમાં ઉત્પન્ન થાય, ત્યારે ત્રસ જીવોની હિંસાના ત્યાગી શ્રાવકો માટે સ્થાવરકાયમાં ઉત્પન્ન થયેલા બધા જીવો ઘાતને યોગ્ય થઈ જાય છે. |१२ सवायं भगवं गोयमे उदगं पेढालपुत्तं एवं वयासी- णो खलु आउसो ! [एवं] अम्हाणं वत्तव्वएणं, तुब्भं चेव अणुप्पवाएणं अत्थि णं से परियाए जंणं समणोवासगस्स सव्वपाणेहिं सव्वभूएहिं सव्वजीवहिं सव्वसत्तेहिं दंडे णिक्खित्ते भवइ । कस्स णं तं हेउं ? संसारिया खलु पाणा, तसा वि पाणा थावरत्ताए पच्चायंति, थावरा वि पाणा तसत्ताए पच्चायंति, तसकायाओ विप्पमुच्चमाणा सव्वे थावरकायसि उववजंति, थावरकायाओ विप्पमुच्चमाणा सव्वे तसकायंसि उवज्जंति, तेसिं च णं तसकार्यसि उववण्णाणं ठाणमेयं अघत्तं । ते पाणा वि वुच्चंति, ते तसा वि वुच्चंति, ते महाकाया, ते चिरट्ठिइया, ते बहुयरगा पाणा जेहिं समणोवासगस्स सुपच्चक्खायं भवइ, ते अप्पयरगा पाणा जेहिं समणोवासगस्स अपच्चक्खायं भवइ, से महया तसकायाओ उवसंतस्स उवट्ठियस्स पडिविरयस्स जण्णं तुब्भे वा अण्णो वा एवं वयह- णत्थि णं से केइ परियाए जम्मि समणोवासगस्स एगपाणाए वि दंडे णिक्खित्ते । अयं पि भे उवएसे णो णेयाउए भवइ । ભાવાર્થ :- ભગવાન ગૌતમ સ્વામીએ ઉદક પેઢાલપુત્રને આ પ્રમાણે કહ્યું – હે આયુષ્યમનું ઉદક ! અમારા વકતવ્ય અનુસાર તો આ પ્રશ્ન જ ઉઠતો નથી. પરંતુ આપના વકતવ્ય અનુસાર (આપના સિદ્ધાંત અનુસાર) પણ તે પર્યાય અવશ્ય હોય છે જેમાં શ્રમણોપાસક સર્વ પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વોની હિંસાનો ત્યાગ કરી શકે છે. તેનું શું કારણ છે? સાંભળો– આ સંસારના પ્રાણીઓ પરિવર્તનશીલ છે, તેથી સ્થાવર પ્રાણીઓ ત્રસ રૂપે અને ત્રણ પ્રાણી સ્થાવર રૂપે ઉત્પન્ન થાય છે. સર્વ ત્રસ જીવો ત્રસકાયનો ત્યાગ કરીને સ્થાવર કાયમાં અને સ્થાવર જીવો સ્થાવરકાયનો ત્યાગ કરીને ત્રસ કાયમાં ઉત્પન્ન થાય છે.
જ્યારે સર્વ જીવો ત્રસકાયમાં ઉત્પન્ન થાય છે, ત્યારે તે સ્થાન શ્રાવકોને માટે ઘાત યોગ્ય રહેતું નથી. તે પ્રાણી પણ કહેવાય છે, ત્રસ પણ કહેવાય છે. તે મહાન શરીરવાળા તથા દીર્ઘકાલની સ્થિતિવાળા હોય છે. તે પ્રાણીઓ ઘણા હોય છે. જેમાં શ્રમણોપાસકોના પ્રત્યાખ્યાન સફળ થાય છે. તે પ્રાણીઓ અલ્પ હોય છે કે જે જીવોની હિંસાના પ્રત્યાખ્યાન શ્રમણોપાસકને હોતા નથી.
આ રીતે તે શ્રાવક મહદ્ પ્રમાણમાં હિંસાથી ઉપશાંત, પ્રત્યાખ્યાનમાં ઉપસ્થિત તથા વિરત થાય છે. તેમ છતાં તમે અથવા બીજા લોકો જે આ પ્રમાણે કહે છે કે “એવા એક પણ પર્યાય નથી જે જીવોની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org