________________
|અધ્યયન-૭ : નાલંદીય
પરિચય
સાતમું અધ્યયન
આ અધ્યયનનું નામ નાલંદીય(નાલંદકીય) છે.
આ અધ્યયન નાલંદા નગરીમાં કહેવાયું હોવાથી તેનું નાલંદીય નામ સાર્થક છે.
ભગવાન મહાવીર સ્વામીના ચૌદ ચાતુર્માસથી પવિત્ર થયેલી રાજગૃહી નગરીના નાલંદા નામના ઉપનગરમાં પાર્શ્વનાથ પ્રભુની પરંપરાના ઉદક પેઢાલપુત્ર અણગાર અને ભગવાન મહાવીર સ્વામીના અંતેવાસી જયેષ્ઠ અણગાર ગૌતમ સ્વામી વચ્ચે થયેલો વાર્તાલાપ, આ અધ્યયનનો મુખ્ય વિષય છે.
૧૭૯
તેની પૂર્વભૂમિકા રૂપે ચર્ચાના સ્થાનભૂત રાજગૃહીનગરી, નાલંદા ઉપનગરી, શ્રમણોપાસક લેપ ગાથાપતિ, તેના દ્વારા નિર્મિત શેષવ્યા નામની ઉદકશાળા, તેનો નિકટવર્તી હસ્તિયામ નામનો વનખંડ અને તેના મનોરમ નામવાળા ઉદ્યાનનું સંક્ષિપ્ત વર્ણન છે.
Jain Education International
ત્યાર પછી ઉદક નિગ્રંથ અને ગૌતમ સ્વામીના વાર્તાલાપનો પ્રારંભ પ્રશ્નોત્તર રૂપે થાય છે. પ્રશ્નોત્તરમાં મુખ્ય બે મુદ્દા ઉદક નિગ્રંથે પ્રસ્તુત કર્યા છે– (૧) શ્રાવકો અહિંસા વ્રતના સ્વીકાર સમયે ત્રસ જીવોની હિંસાના પ્રત્યાખ્યાન કરે છે, પરંતુ ત્રસ જીવો સ્થાવર રૂપે જન્મ ધારણ કરે ત્યારે તેની હિંસાનો ત્યાગ કરી શકતા નથી તેથી તથાપ્રકારના પ્રત્યાખ્યાન કરનાર અને કરાવનારને પ્રતિજ્ઞાભંગનો દોષ લાગે અને તે પ્રત્યાખ્યાન દુષ્પ્રત્યાખ્યાન થઈ જાય છે, માટે તેવા પ્રત્યાખ્યાન કરવા ન જોઈએ.
તે શ્રાવકો વ્રત સ્વીકાર સમયે “ત્રસભૂત જીવોની અર્થાત્ વર્તમાનમાં ત્રસ પર્યાયમાં વર્તી રહેલા જીવોની હિંસાનો ત્યાગ કરું છું”, આ પ્રમાણે ભાષા પ્રયોગ કરે, તો તેમાં દોષની સંભાવના રહેતી નથી. (૨) જગતના જીવો પરિવર્તનશીલ હોવાથી ક્યારેક બધા જ ત્રસ જીવો સ્થાવર થઈ જાય, તો શ્રાવકના પ્રત્યાખ્યાન નિર્વિષય બની જાય છે.
ઉદક નિગ્રંથના આ બંને મુદ્દાનો પ્રત્યુત્તર આપતા ગૌતમ સ્વામીએ વિસ્તારપૂર્વક સ્પષ્ટીકરણ કર્યું છે અને અંતે ઉદક નિગ્રંથને ગૌતમ સ્વામીનું મંતવ્ય યથાર્થ લાગ્યું ત્યારે તેણે પોતાનો આગ્રહ છોડીને, ચાતુર્યામ ધર્મનો ત્યાગ કરીને, પ્રતિક્રમણ સહિત પંચ મહાવ્રતનો સ્વીકાર કર્યો. પાર્શ્વનાથ પ્રભુની પરંપરાના સાધુનું પ્રભુ મહાવીર સ્વામીની પરંપરામાં અવતરણ થયું. તે પ્રસંગના વર્ણન સાથે અધ્યયન અને શ્રુતસ્કંધ પૂર્ણ થાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org