________________
| અધ્યયન-૪: પ્રત્યાખ્યાન કિયા
[ ૧૩૧ ]
પ્રશ્ન- તે સંજ્ઞીનું દષ્ટાંત શું છે?
ઉત્તર- સંજ્ઞીનું દષ્ટાંત આ પ્રમાણે છે–જે આ પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય જીવો છે, તે સંજ્ઞી જીવોમાંથી કોઈ પુરુષ પુથ્વીકાયથી લઈને ત્રસકાય પર્વતના છ કાયના જીવોમાંથી પૃથ્વીકાયથી જ પોતાના આહારાદિ કાર્યો કરે છે અને કરાવે છે, તો તેના મનમાં એવો વિચાર આવે છે કે હું પૃથ્વીકાયથી મારું કાર્ય કરું છું અને કરાવું છું. તે સમયે તેને એવો વિચાર આવતો નથી કે હું અમુક પૃથ્વીકાયથી જ કાર્ય કરું છું અને કરાવું છું, તેના સંબંધમાં અન્ય જીવો પણ એ પ્રમાણે જ કહે છે કે તે પુરુષ પૃથ્વીકાયથી કાર્ય કરે છે અને કરાવે છે તેથી તે પુરુષ પૃથ્વીકાયનો અસંયમી, તેની હિંસાથી અવિરત, હિંસાજન્ય પાપ કર્મના અનાશક અને તેના પ્રત્યાખ્યાનથી રહિત છે.
આ રીતે ત્રસકાય સુધીના જીવોના વિષયમાં જાણવું જોઈએ. કોઈ પુરુષ છ કાયના જીવોથી કાર્ય કરતા હોય, કરાવતા પણ હોય, તો તે પુરુષ એવો વિચાર કરે છે કે હુંછ કાયના જીવોથી કાર્ય કરું છું કરાવું છું. તે વ્યક્તિને એવો વિચાર આવતો નથી કે હું અમુક જીવોથી જ કાર્ય કરું છું અને કરાવું છું. તેના સંબંધમાં અન્ય જીવો પણ આ જ પ્રમાણે કહે છે કે તે પુરુષ છકાયના જીવોથી કાર્ય કરે છે અને કરાવે છે, તેથી તે પુરુષછ કાય જીવોનો અસંયમી, અવિરત, હિંસા આદિ જન્ય પાપના નાશ અને પ્રત્યાખ્યાનથી રહિત કહેવાય છે.
શ્રી તીર્થકરોએ તેવા જીવોને અસંયત, અવિરત, પાપકર્મના અનાશક અને પાપકર્મના પ્રત્યાખ્યાન રહિત કહ્યા છે. તે જીવો સ્વપ્ન પણ ન જોતાં હોય અર્થાત્ અત્યંત અસ્પષ્ટ ચેતનાવાળા હોવા છતાં પણ તે પાપકર્મનો બંધ કરે છે. આ સંજ્ઞીનું દષ્ટાંત છે. | ९ से किं तं असण्णिदिटुंते ? असण्णिदिटुंते-जे इमे असण्णिणो पाणा, तं जहापुढविकाइया जाव वणस्सइकाइया छट्ठा वेगइया तसा पाणा, जेसिं णो तक्का इ वा सण्णा इ वा पण्णा इ वा मणे इ वा वई इ वा सयं वा करणाए, अण्णेहिं वा कारवेत्तए करेंतं वा समणजाणित्तए ते विणं बाला सव्वेसिं पाणाणं जाव सत्ताण दिया वा राओ वा सुत्ते वा जागरमाणे वा अमित्तभूया मिच्छासंठिया णिच्च पसढविओवायचित्तदंडा, तं जहा- पाणाइवाए जाव मिच्छादसणसल्ले । इच्चेवं जाणे,
णो चेव मण्णे णो चेव वई पाणाणं जाव सत्ताणं दुक्खणयाए सोयणयाए जूरणयाए तिप्पणयाए पिट्टणयाए परितप्पणयाए ते दुक्खण-सोयण जाव परितप्पण-वहबंधण परिकिलेसाओ अप्पडिविरया भवंति । इति खलु ते असण्णिणो वि संता अहोणिसं पाणाइवाए उवक्खाइज्जति जाव मिच्छादसणसल्ले उवक्खाइज्जति । શબ્દાર્થ:- અલ્ફિતે = અસંશીનું દષ્ટાંત આપશો જોતો નહોય(દેખતો ન હોય.) તવ = તર્ક સUT = સંજ્ઞા પUNT = પ્રજ્ઞા અહિં = દિનરાત ૩વસ્થાતિ = પાપ કરનાર કહેવાય છે, પાપકાર્યમાં પ્રવૃત્ત થાય છે. ભાવાર્થ - પ્રશ્ન- અસંજ્ઞીનું દષ્ટાંત શું છે?
ઉત્તર– અસંજ્ઞીનું દષ્ટાંત આ પ્રમાણે છે– પૃથ્વીકાયથી લઈને વનસ્પતિકાય સુધીના પાંચ સ્થાવર જીવો અને છઠ્ઠા મનરહિત કેટલાક ત્રસ જીવો હોય છે, તે અસંજ્ઞી છે. તે જીવોમાં તર્ક, સંજ્ઞા, પ્રજ્ઞા, મન કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org