________________
૧૧૬ |
શ્રી સૂયગડાંગ સૂત્ર (બીજો શ્રુતસ્કંધ)
મનુષ્યોની ઉત્પત્તિની સમાન છે. ગર્ભમાં ઉત્પન્ન થનારો તે જીવ સર્વ પ્રથમ મનુષ્યોની જેમ શુક્ર-શોણિતના સંમિશ્રિત યુગલોને જ ગ્રહણ કરીને શરીરનું નિર્માણ કરે છે, ગર્ભમાં માતાએ ગ્રહણ કરેલા આહારમાંથી એક દેશના ઓજને ગ્રહણ કરે છે. ગર્ભજ તિર્યંચોની ગર્ભમાંથી બહાર નીકળવાની–જન્મની રીત જુદી-જુદી હોય છે. કેટલાક જીવો ઈડા રૂપે, કેટલાક જીવો પોતજ-બચ્ચા રૂપે જન્મ પામે છે અને ત્યાર પછીની તે જીવોની આહાર ગ્રહણની પદ્ધતિ પણ ભિન્ન-ભિન્ન હોય છે.
જલચર જીવ ઈંડામાંથી અથવા પોતજ–બચ્ચાં રૂપે બહાર નીકળીને સર્વપ્રથમ જન્મ લેતાં જ પાણીના જીવોની સ્નિગ્ધતાનો આહાર કરે છે.
સ્થલચર જીવ મનુષ્યની જેમ ગર્ભમાંથી બહાર નીકળીને સર્વપ્રથમ માતાના દૂધનો આહાર કરે છે. ૩. ઉરપરિસર્પ જીવ ઈંડારૂપે અથવા પોતજ-બચ્ચાં રૂપે ગર્ભમાંથી બહાર નીકળીને સર્વપ્રથમ
વાયુકાયનો આહાર કરે છે. ૪. ભુજપરિસર્પ જીવ ઉરપરિસર્પની જેમ વાયુકાયનો આહાર કરે છે.
ખેચર જીવ ઈંડા રૂપે ગર્ભમાંથી બહાર નીકળીને માતાના શરીર સ્નેહનો(ગરમીનો) આહાર કરે
છે. શેષ સમગ્ર પ્રક્રિયા પ્રાયઃ મનુષ્યોની સમાન છે. વિકલેન્દ્રિય જીવોની ઉત્પત્તિ અને આહાર:
२१ अहावरं पुरक्खायं- इहेगइया सत्ता णाणाविहजोणिया णाणविहसंभवा णाणाविहवक्कमा तज्जोणिया तस्संभवा तव्वक्कमा कम्मोवगा कम्मणियाणेणं तत्थवक्कमा णाणाविहाणं तसथावराणं पोग्गलाणं सरीरेसु सचित्तेसु वा अचित्तेसु वा अणुसूयत्ताए विउद्धृति, ते जीवा तेसिं णाणाविहाणं तसथावराणं पाणाणं सिणेहमाहारैति, ते जीवा आहारेति पुढविसरीरं जावसंतं, अवरे वि य णं तेसिं तस-थावरजोणियाणं अणुसूयाणं सरीरा णाणावण्णा जाव मक्खायं ।
एवं दुरूवसंभवत्ताए । एवं खुरदुगत्ताए । [अहावरं पुरक्खाय- इहेगइया सत्ता णाणाविहजोणिया जाव कम्मणिदाणेणं खुरदुगत्ताए वक्कमति ।] શબ્દાર્થ:- પુસુયા = અન્ય આશ્રયે ઉત્પન્ન વસંમવાર = પંચેન્દ્રિયના મળ-મૂત્રમાં ઉત્પન્ન થતાં જીવ કુરકુરાણ = ગાય-ભેંસ આદિની ચામડીમાં ઉત્પન્ન થતાં કીડા આદિ. ભાવાર્થ:- ત્યાર પછી શ્રી તીર્થકર દેવે અન્ય વિકલેન્દ્રિયાદિ જીવોની ઉત્પત્તિ અને આહારનાં સંબંધમાં નિરૂપણ કર્યું છે. તે જીવો વિવિધ પ્રકારની યોનિઓમાં ઉત્પન્ન થાય છે, અનેક પ્રકારની યોનિઓમાં રહે છે, વિવિધ યોનિઓમાં આવીને સંવર્ધન પામે છે. વિવિધ પ્રકારની યોનિઓમાં ઉત્પન્ન, સ્થિત અને સંપદ્ધિત તે જીવ પોતાના પૂર્વોક્ત કર્માનુસાર, કર્મોના જ પ્રભાવથી વિવિધ યોનિઓમાં આવીને વિકસેન્દ્રિય ત્રસ જીવ રૂપે ઉત્પન્ન થાય છે. તે જીવો અનેક પ્રકારના ત્રણ-સ્થાવર-જીવોના સચેત-અચેત શરીરોમાં તેને આશ્રિત થઈને રહે છે. તે જીવો અનેકવિધ ત્રણ-સ્થાવર પ્રાણીઓના સ્નેહનો આહાર કરે છે. તે ઉપરાંત તે જીવ પૃથ્વીથી લઈને વનસ્પતિ સુધીના શરીરોનો પણ આહાર કરે છે. તે ત્રણ-સ્થાવર યોનિઓમાં ઉત્પન્ન અને તેને આશ્રિત રહેનારા જીવોના વિભિન્ન વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા, વિવિધ સંસ્થાન-આકાર તથા રચનાવાળા બીજા પણ અનેક પ્રકારનાં શરીરો હોય છે. આ પ્રમાણે શ્રી તીર્થકરદેવે કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org