________________
| અધ્યયન-૩: આહાર પરિક્ષા
૧૧૫ ]
ભાવાર્થ :- ત્યાર પછી શ્રી તીર્થકર ભગવાને અનેક પ્રકારની જાતિવાળા ભુજાને સહારે પૃથ્વી પર ચાલનારા ભુજપરિસર્પ સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવોનું વર્ણન કર્યું છે, જેમ કે- ચંદનઘો, નોળિયો, સેહ, કાકીડો, સલ્લક, સરવણ, ખર–નોળિયાની જેમ ચાલતું પ્રાણી, ગરોળી, વિશ્વભર, ઊંદર, મંગુસ, પદલાતિક, બિલાડો, ગોધિક આદિ ચતુષ્પદ ભુજપરિસર્પ છે. તે જીવોની ઉત્પત્તિ પણ પોતપોતાના યોગ્ય બીજ અને અવકાશ પ્રમાણે સ્ત્રી-પુરુષના મૈથુન નિમિત્તક સંયોગથી ઉત્પન્ન થાય છે. શેષ સર્વ કથન ઉરપરિસર્પની સમાન જાણવું. આ જીવો પણ ગ્રહણ કરેલા આહારને પોતાના શરીર રૂપે પરિણત કરે છે. ચંદન ઘો આદિ પૂર્વોક્ત અનેક જાતિવાળા ભુજપરિસર્પ સ્થળચર તિર્યચપંચેન્દ્રિય જીવોના વિવિધ વર્ણાદિયુક્ત અનેક શરીરો હોય છે. એ પ્રમાણે શ્રી તીર્થંકરદેવે કહ્યું છે.
२० अहावरं पुरक्खायं- णाणाविहाणं खहयरपंचिंदियतिरिक्खजोणियाणं, तं जहा- चम्मपक्खीणं लोमपक्खीणं समुग्गपक्खीणं विततपक्खीणं । तेसिं च णं अहाबीएणं अहावगासेणं इत्थीए जहा उरपरिसप्पाणं, णाणत्तं ते जीवा डहरा समाणा माउगायसिणेहं आहारैति; अणुपुव्वेणं वुड्डा वणस्सइकायं तस-थावरे य पाणे, ते जीवा आहारेंति पुढविसरीरं जाव संतं, अवरे वि य णं तेसिं णाणाविहाणं खहयरपंचिंदियतिरिक्खजोणियाणं चम्मपक्खीणं जाव विततपक्खीणं सरीरा णाणावण्णा जाव मक्खायं । ભાવાર્થ - ત્યાર પછી શ્રી તીર્થંકરદેવે અનેક પ્રકારની જાતિવાળા ખેચર પંચેન્દ્રિય તિર્યંચનું વર્ણન કર્યું છે, જેમ કે– ચામાચીડીયું વગેરે ચર્મપક્ષી; હંસ, સારસ વગેરે રોમપક્ષી; અઢી દ્વીપની બહાર પાંખોને ડબ્બીની સમાન બંધ રાખનારા સમુપક્ષી અને પાંખોને હંમેશાં ફેલાવીને જ રાખનારા વિતતપક્ષી આદિ ખેચર તિર્યંચ પંચેન્દ્રિય હોય છે. તે પ્રાણીઓની ઉત્પત્તિ પણ પોતાને યોગ્ય બીજ અને અવકાશ પ્રમાણે માદા અને નરના સંયોગથી થાય છે. શેષ કથન ઉરપરિસર્પની સમાન જાણવું જોઈએ. તે જીવ ગર્ભમાંથી બહાર નીકળી માતાના શરીરના સ્નેહનો આહાર કરે છે. ક્રમશઃ મોટા થતાં વનસ્પતિકાય તથા ત્ર-સ્થાવર પ્રાણીઓના આહાર કરે છે. તે ઉપરાંત તે જીવો પૃથ્વી આદિનાં શરીરોનો પણ આહાર ગ્રહણ કરીને પોતાના શરીર રૂપે પરિણત કરે છે. આ અનેક પ્રકારની જાતિવાળા ચર્મપક્ષી આદિ ખેચર પંચેન્દ્રિય તિર્યંચ જીવોના બીજા પણ અનેક પ્રકારનાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનવાળા શરીરો હોય છે, આ પ્રમાણે શ્રી તીર્થકરદેવે કહ્યું છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પાંચ પ્રકારના તિર્યચપંચેન્દ્રિય જીવોની ઉત્પત્તિ, સ્થિતિ, સંવૃદ્ધિ અને આહારાદિની પ્રક્રિયાનું નિરૂપણ છે.
પંચેન્દ્રિયતિર્યંચના પાંચ પ્રકાર છે- જલચર, સ્થલચર, ઉરપરિસર્પ, ભજપરિસર્પ અને ખેચર. આ પાંચેયના કેટલાંક નામ પણ શાસ્ત્રકારે બતાવ્યા છે. તેમાંથી કેટલાક નામો લોકપ્રસિદ્ધ છે અને કેટલાક અપ્રસિદ્ધ છે.
તિર્યંચ પંચેન્દ્રિય જીવોમાં સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય અને અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય, આ બે પ્રકારના જીવો હોય છે. સંજ્ઞી પંચેન્દ્રિય જીવોની ઉત્પત્તિ ગર્ભજ જન્મથી થાય છે. તેની ઉત્પત્તિની પ્રક્રિયા ગર્ભજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org